Home >
Paytmના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાની લોઅર સર્કિટ વાગી છે. RBIના કડક પગલાં બાદ કંપનીના શેરમાં મોટા ગાબડાં પડ્યા છે. આ તકનો લાભ લઈને મોર્ગન સ્ટેન્લીએ 0.8 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ઓઈલ કંપનીઓએ 19 કિલોના કમર્શયિલ ગેસ સિલિન્ડરના ભાવમાં Rs 14નો વધારો કર્યો છે.
RBIએ Paytm સામે આકરાં પગલાં ભર્યા બાદ તેના શેરમાં મોટું ગાબડું પડ્યું છે. કંપની પર નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2024માં અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક કલેક્શન થયું છે અને નાણાકીય વર્ષ 2023-24માં ત્રીજી વખત Rs 1.70 લાખ કરોડથી વધારે આવક થઈ છે.
RBIએ Paytm પર કડક નિયમ લાગુ કર્યાં છે. Paytm Payments Bankને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપની 29 ફેબ્રુઆરીથી કસ્મટર એકાઉન્ટમાં ડિપોઝિટ અને ક્રેડિટ પણ નહીં સ્વીકારી શકે.
1 ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થશે એટલે ગ્રાહકો લાભાર્થીનું નામ તેમજ ખાતા નંબર અને IFSC કોડ જેવી વિગત નાખ્યા વગર પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશે.
ભારતીય કંપનીઓને વિદેશના સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી નથી. તેના માટે ડિપોઝિટરી રિસિપ્ટ્સનો સહારો લેવો પડે છે. પરંતુ ગિફ્ટ સિટીમાં ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી મળ્યા બાદ ભારતીય કંપનીઓનો ફોરેનમાં લિસ્ટિંગનો માર્ગ મોકળો થયો છે અને તેમને ફોરેન ફંડ મેળવવામાં મદદ મળશે.
અત્યાર સુધી તો ભારતે વૈશ્વિક પ્રતિબંધો હોય તેવા દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી નથી, પરંતુ રાતા સમુદ્રમાં વધી રહેલા હુમલાને કારણે સરકાર સલામત માર્ગે સપ્લાય ચાલુ રાખવા માંગે છે.
2016-17થી 2022-23 સુધી મુખ્ય રાજ્યોએ પોતાના એકમોને આપેલી કુલ ઋણ ગેરન્ટી 3 ગણી વધીને Rs 9.4 લાખ કરોડ થઈ ગઈ છે.
વાર્ષિક Rs 5 લાખથી Rs 10 લાખ સુધીની કમાણી કરનારા વ્યક્તિગત કરદાતા દ્વારા ફાઈલ થયેલા રિટર્નમાં 295% વધારો નોંધાયો છે જ્યારે Rs 10-25 લાખ કમાતા કરદાતાએ ફાઈલ કરેલા ITRમાં 291% વૃદ્ધિ થઈ છે.