MONEY9 GUJARATI: મનીષ થોડા દિવસોથી ખૂબ જ પરેશાન છે… થોડા દિવસો પહેલા તેને ક્યાંકથી ફોન આવ્યો હતો… કોલ કરનારે કહ્યું હતું કે તે બેંક (Bank)માંથી વાત કરી રહ્યો છે… કોલ KYC અપડેટ (KYC update) માટે કરવામાં આવ્યો છે… KYC અપડેટના નામે બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ ડિટેલ્સ (Bank account and debit card details) લઈ લીધી.. અને થોડીવારમાં મનીષના એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા સાફ થઈ ગયા… માત્ર તે જ નહીં… પરંતુ તેનો આખો પરિવાર મનીષ સાથેની છેતરપિંડી (Fraud)થી આઘાતમાં છે… મનીષ પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય છે…
સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર મનીષ એકમાત્ર વ્યક્તિ નથી… અને તેનો પરિવાર એકમાત્ર એવો પરિવાર નથી કે જેણે આવી છેતરપિંડીનો સામનો કર્યો હોય… Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ… દેશમાં દર 100માંથી 18 પરિવારો કોઈને કોઈ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. સર્વે દર્શાવે છે કે ભારતમાં સાયબર ક્રાઈમ સતત વધી રહ્યો છે… આ સર્વે દેશના 35 હજારથી વધુ પરિવારો વચ્ચે 10 ભાષાઓમાં કરવામાં આવ્યો હતો…
સર્વેમાં બહાર આવ્યું છે કે જે લોકોએ સાયબર ક્રાઈમનો સામનો કર્યો હતો… તેમાંથી 50 ટકા લોકો નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા હતા… 25 ટકાની અંગત માહિતી અને ઓળખ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા… જ્યારે 12 ટકા પરિવારોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા મોબાઈલ હેકિંગ જેવી ઘટનાઓનો સામનો કર્યો હતો. આ ઉપરાંત, 13 ટકા પીડિતો અન્ય પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા.
આ સર્વેથી સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રૉડ કયા સ્તરે થઈ રહ્યા છે તે સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે… એ પણ સ્પષ્ટ છે કે સાયબર ક્રાઈમમાં નાણાકીય છેતરપિંડી એટલે કે સાયબર ફ્રોડ ટોચ પર છે… દેશમાં લગભગ દરરોજ કોઈને કોઈ સાથે સાયબર ફ્રોડનો બનાવ બની રહ્યો છે… સાયબર ફ્રોડમાં લોકો સાથે હજારો અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે છે…
ડેબિટ/ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ઇન્ટરનેટ બેંકિંગ સંબંધિત છેતરપિંડી, UPI ફ્રૉડ, કુરિયર ફ્રૉડ સહિત વિવિધ પ્રકારના ફ્રૉડ થઈ રહ્યા છે… આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે… સ્માર્ટફોન અને ફાસ્ટ ઈન્ટરનેટના વધતા ઉપયોગ વચ્ચે તે લોકો પર સાયબર ક્રાઈમનું જોખમ વધુ છે ,,જે લોકો ટેક-સેવી નથી અથવા ઓછી ડિજિટલ સાક્ષરતા ધરાવે છે…
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ… સેક્સટોર્શનના કેસમાં વધારો થયો છે… અને સરકારી અધિકારીઓની ફેક આઈડેન્ટિટી બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે… આ સિવાય, નકલી સાઈટ બનાવીને,, વર્ક ફ્રોમ હોમના નામે ઓનલાઈન વીડિયો/પોસ્ટને લાઈક કરવા કે પછી રિફંડ અપાવવાના નામે..અલગ અલગ રીતે ફ્રૉડ કરવામાં આવે છે …
કેસોની વધતી જતી સંખ્યા વચ્ચે, આવા ઘણા કિસ્સાઓ છે… જ્યાં લોકો તો ફરિયાદ કરે છે… પરંતુ પોલીસમાં કેસ નોંધવતા નથી… ઉદાહરણ તરીકે… નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ કે જ્યાં લોકો સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાવે છે… આ પ્લેટફોર્મના ડેટા અનુસાર,,જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2022 વચ્ચે… પોર્ટલ પર સાયબર ક્રાઈમની 16 લાખ ફરિયાદો મળી હતી… પરંતુ તેમાંથી માત્ર 32,000 કેસમાં જ પોલીસ ફરિયાદ કરાઈ હતી..
હવે સવાલ એ ઊભો થાય છે કે આપણે આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકીએ… આના પર સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ગૌતમ કુમાવત કહે છે… કે સેલ્ફ-અવેરનેસ ખૂબ જ જરૂરી છે… એટલે કે લોકોએ પોતાની જાતને જાગૃત કરવી પડશે… અપેક્ષા કરતા વધુ કોઈપણ સ્કીમ, કોઈપણ વચન પર ભરોસો ના કરો… OTP કોઈની સાથે શેર કરશો નહીં… કોઈ પણ અજાણ્યા કૉલરની વાત ના માનો… દરેક આકર્ષક ઑફર વિશે સો પ્રશ્નો પૂછો.. કૉલર પાસેથી સંપૂર્ણ માહિતી મેળવો… ખાસ કરીને સોશિયલ મીડિયા, ફોન કૉલ્સ, મેસેજ અથવા ઈમેઈલ દ્વારા તમારો કૉન્ટેક્ટ કરવામાં આવે તો બચીને રહો… અગાઉથી જ એલર્ટ રહો… આશા છે કે હવે તમે તમારી જાતને અને તમારા પરિવારને સાયબર ઠગ્સથી કેવી રીતે સુરક્ષિત રાખશો તે સમજી ગયા હશો. આવી વધુ ઉપયોગી માહિતી માટે જોતા રહો Money9…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો