મેરઠની ચંચલ ચૌહાણ પોતાની સરનેમ બદલવા (surname change) માંગે છે. ચંચલની જેમ મોટી સંખ્યામાં લોકો પોતાનું નામ બદલે (name change) છે. આના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક લોકો તેમની સરનેમમાં ફેરફાર કરવા માંગે છે જ્યારે કેટલાક લોકો તેમના સંપૂર્ણ નામમાં ફેરફાર કરે છે. ઘણી વખત ડોક્યુમેન્ટમાં ખોટું નામ દાખલ થઈ જાય તો તેને બદલવું પડે છે.
જો ચંચલ તેની સરનેમ બદલવા માંગે છે, તો તેના માટે તેણે ગેઝેટ નોટિફિકેશન એટલે કે રાજપત્રમાં પ્રકાશિત કરવું પડશે. આ માટે તેની પાસે બે વિકલ્પ છે. પહેલું એ છે કે જો તે યુપીમાં રહે છે, તો તે આ માહિતી યુપી ગેઝેટમાં આ સૂચના પ્રકાશિત કરી શકે છે. બીજું, કેન્દ્ર સરકારના ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડી શકાય છે. આ સૂચના દ્વારા, ચંચલ ઈન્વેસ્ટમેન્ટ, બેંક, પીએફ, પેન્શનથી લઈને નોકરી સંબંધિત તમામ વિભાગોમાં તેનું નામ બદલી શકે છે. ચાલો હવે સમજીએ કે ગેઝેટ નોટિફિકેશનની પ્રક્રિયા શું હોય છે..
ગેઝેટ નોટિફિકેશન માટે કેટલાક મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ્સ જરૂરી છે. જેમાં, શપથપત્ર એટલે કે એફિડેવિટ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ છે. તમારે એફિડેવિટમાં તમારું નામ, સરનામું, ઉંમર સહિતની વિગતો આપવાની રહેશે. તમારે એ પણ જણાવવું પડશે કે તમે તમારું નામ કેમ બદલી રહ્યા છો અને ભવિષ્યમાં નામ શું હશે. એફિડેવિટમાં તમારા અગાઉના ડૉક્યુમેન્ટ્સ કયા નામે ઇશ્યૂ કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ એફિડેવિટ નોટરી, વકીલ અને ઓથ કમિશનર દ્વારા વેરિફાઈ કરવામાં આવશે.
એફિડેવિટ બાદ ગેઝેટ નોટિફિકેશન માટે બે સમાચારપત્રોમાં માહિતી પ્રકાશિત કરવી જરૂરી છે. તેમાંથી એક ન્યૂઝપેપર હિન્દીમાં અને બીજું અંગ્રેજીમાં હોવું જોઈએ. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમારા નામ બદલવા સામે કોઈને કોઈ વાંધો ન હોય. જે સમાચારપત્રોમાં નામ બદલવાની સૂચના પ્રકાશિત કરવામાં આવી છે તેની ઑરિજિનલ કૉપી તમારી પાસે હોવી જોઈએ..ગેજેટ નોટિફિકેશન માટે સમાચારપત્રની ફોટો કૉપી માન્ય નથી હોતી. સમાચાર પત્રની ઑરિજીનલ કૉપી જ તમારે અરજીપત્ર સાથે જોડવાની રહેશે.
નામ બદલવા માટે, તમારી ઓળખ સંબંધિત ડૉક્યુમેન્ટ જોડવાના રહેશે. જેમાં વોટર આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટનો સમાવેશ થાય છે. તેની સાથે બે ફોટોગ્રાફ જમા કરાવવાના રહેશે. નામ બદલવાની પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ અને છેલ્લું ડૉક્યુમેન્ટ એ અરજી ફોર્મ છે…આ પત્ર ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિકેશનની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ અરજી વયસ્કો અને સગીરો બંને માટે અલગ અલગ છે. જો સગીરનું નામ બદલવાનું છે તો તેની કાર્યવાહી વ્યક્તિના વાલી દ્વારા કરવામાં આવશે. જ્યારે પુખ્ત વ્યક્તિએ આ પ્રક્રિયા જાતે પૂર્ણ કરવાની રહેશે. આ અરજી ફોર્મ પર બે સાક્ષીઓની સહી કરવાની રહેશે. આ સાક્ષીઓએ જાહેર કરવું પડશે કે તેઓ તે વ્યક્તિને ઓળખે છે જેનું નામ બદલવાનું છે.
હવે એ જાણી લઈએ કે ફોર્મ ક્યાં સબમિટ કરવું… ગેજેટ નોટિફિકેશનું પ્રકાશન કેન્દ્ર અને રાજ્યનું પબ્લિકેશન વિભાગ દ્વારા કરવામાં આવે છે. માટે નામ બદલવાનું ફોર્મ પબ્લિકેશન વિભાગમાં સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મ પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં સબમિટ કરી શકાય છે. આ માટે, નિર્ધારિત ફી જમા કરવાની રહેશે જે લગભગ એક હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ફીની રસીદ અરજીપત્ર સાથે જમા કરાવવાની રહેશે. જો ચંચલ મેરઠમાં રહે છે તો તે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં પોતાની અરજી સબમિટ કરી શકે છે. ડીએમ ઓફિસમાં એક સેલ છે જે આવી અરજીઓ રાજ્યના પબ્લિકેશન વિભાગને મોકલે છે.
ગેઝેટ સાપ્તાહિક ધોરણે પ્રકાશિત થાય છે. કેટલાક રાજ્યોમાં તે માત્ર ડિજિટલ રીતે પ્રકાશિત થાય છે. એટલે કે તેની હાર્ડ કોપી ઉપલબ્ધ નથી. ગેઝેટ નોટિફિકેશન,, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિકેશનની વેબસાઈટ પર બહાર પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે જાતે ચેક કરવું પડશે કે તમારું નોટિફિકેશન ક્યારે જારી કરવામાં આવ્યું છે.. જોકે કેટલાક રાજ્યોમાં વિભાગ દ્વારા મોબાઈલ અને ઈમેલ પર મેસેજ મોકલવામાં આવે છે. તમારે તમારા નામમાં ફેરફારનું ગેઝેટ નોટિફિકેશનને વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી સૉફ્ટ કૉપી પોતાની પાસે રાખવી પડશે.. તેના દ્વારા તમે તમારા ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોપર્ટી સહીતના નામ બદલી શકો છો.
મોટાભાગે લોકો એવું વિચારે છે કે એફિડેવિટ કરીને અને બે સમાચારપત્રોમાં માહિતી પ્રસિદ્ધ કરીને જ નામ બદલી શકાય છે. કાયદાકીય રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા નથી. જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો આવા સુધારા માટે કોર્ટમાંથી એફિડેવિટ કરાવવાથી અને તેને બે સમાચારપત્રોમાં પ્રકાશિત કરાવવાથી કામ ચાલી જશે… પરંતુ સરકારી વિભાગોમાં નામ કે સરનેમ બદલવા માટે ગેઝેટ નોટિફિકેશન જરૂરી છે. જો તમને આ પ્રક્રિયા જટિલ લાગતી હોય તો તમે કોર્ટમાં જઈને વકીલની સેવાઓ લઈ શકો છો. કેટલાક ઓનલાઈન પોર્ટલ પણ આ સુવિધા આપી રહ્યા છે. તેમનું સંપૂર્ણ પેકેજ 6500 રૂપિયા સુધીનું હોય છે. આ માટે તમારે ક્યાંય જવું પડશે નહીં. આખી પ્રક્રિયા ઘરે બેસીને પૂરી કરવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો