Money9: આ પ્રકારની છેતરપિંડીનો શિકાર આલોક એકલો નથી થયો. દેશભરમાં આધાર ફિંગર પ્રિન્ટ ચોરી કરીને સાયબર ઠગો લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે આ પ્રકારના ફ્રોડના શિકાર ખાતાધારકોની પાસે વેરિફિકેશન માટે કોઇ OTP પણ નથી આવ્યો.
દેશમાં વધતા ડિજિટલાઇઝેશનની સાથે જ ડિજિટલ પેમેન્ટ કરનારાની સંખ્યા પણ ઝડપથી વધી છે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે AePS ડિજિટલ પેમેન્ટની સરળ રીત બની ગઇ છે. સામાન્ય રીતે તમારા બધા બેંક ખાતા સાથે આધાર નંબર લિંક હોય છે. નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં બેંક ખાતામાંથી પૈસા કાઢવા માટે માઇક્રો ATM સારો વિકલ્પ સાબિત થઇ રહ્યા છે. તેમાં ટ્રાન્ઝેક્શન માટે ફક્ત બેંક એકાઉન્ટ, આધાર નંબર અને બાયોમેટ્રિકની જરૂરિયાત પડે છે. સાયબર ઠગ લોકોના ફિંગર પ્રિન્ટના ડેટામાં ઘૂસીને છેતરપિંડી કરી રહ્યા છે. આ પ્રકારની ઠગાઇની ઘટનાઓને જોતાં કોલકાતા પોલિસે લોકોને આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ઓપ્શન લોક કરવાની અપીલ કરી છે.
એટલે કે જે ઝડપથી આધાર કાર્ડનો ઉપયોગ વધ્યો છે. તેની સાથે જોડાયેલી ફ્રોડની ઘટનાઓ પણ વધી રહી છે. આધાર કાર્ડમાં તમારી ફિંગર પ્રિન્ટ, આંખોનો સ્કેન અને ચહેરાની બાયોમેટ્રિક માહિતી હોય છે. આ વિગતો સંપૂર્ણ રીતે ગોપનીય હોય છે. તમારી અનુમતિ વગર આ ડેટાનો કોઇ ઉપયોગ નથી કરી શકતું.
આધાર સાથે જોડાયેલા ડેટાને સેફ રાખવા જરૂરી છે. જરા અમથી ચૂક થાય તો તમે પણ આલોકની જેમ ફ્રોડનો શિકાર થઇ શકો છો. આનાથી બચવા માટે તમે આધાર કાર્ડને લોક કરી શકો છો. જરૂરિયાત પડે તો તેને અનલોક કરી શકાય છે. આનાથી તમારો આધાર સંબંધી બધો ડેટા સેફ રહેશે. અને ઓનલાઇન ફ્રોડથી બચી જશો.
આધાર કાર્ડને લોક અને અનલોક કરવાની ઘણી રીતો છે. પહેલા વાત કરીએ SMSના ઓપ્શનની…આના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી GETOTP લખીને સ્પેસ આપો. આધાર નંબરના અંતિમ ચાર ડિજિટ લખીને 1947 નંબર પર મોકલો. ત્યારબાદ તમને છ આંકડાનો OTP મળશે. કાર્ડ લોક કરવા માટે LOCK UID લખીને સ્પેસ આપો. અને આધાર નંબરના અંતિમ ચાર આંકડા લખીને ફરી સ્પેસ આપીને OTP લખો. આને 1947 પર મોકલો. આનાથી તમારુ કાર્ડ લોક થઇ જશે. આ રીતે અનલોક કરવા માટે UNLOCK UID લખીને સ્પેસ આપો. અને આધાર નંબરના અંતિમ ચાર આંકડા લખો. ફરી સ્પેસ આપો અને OPT રજિસ્ટર કરો. આનાથી આધાર કાર્ડ અનલોક થઇ જશે..
હવે વાત કરીએ વેબસાઇટ અને mAadhaar Appના ઓપ્શનની. સૌથી પહેલા www.uidai.gov.in પર જાઓ. ત્યાં My Aadhaarનો વિકલ્પ પસંદ કરી Aadhaar Services પર ક્લિક કરો. પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો. ત્યારબાદ 12 અંકોનો આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખો. ત્યારબાદ Send OTP વિકલ્પ પર ક્લિક કરો. આનાથી OTP મળશે. તેનો રજિસ્ટર કરો. હવે તમારે બાયોમેટ્રિક વિગતોને Lock /Unlock કરવાનો વિકલ્પ મળશે. પોતાની જરૂરિયાત અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો. કાર્ડને એપ દ્વારા પણ લોક અને અનલોક કરી શકો છો. આના માટે mAadhaar App ડાઉનલોડ કરવું પડશે.
AePS દ્વારા એકસાથે ફક્ત 10,000 રૂપિયા સુધી કાઢી શકો છો. એક દિવસમાં મહત્તમ 50,000 રૂપિયા જ કાઢી શકો છો. જો AePS દ્વારા તમારા ખાતામાંથી ફ્રોડ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તેની માહિતી બેંકને આપો. અને પોતાના ખાતાને બ્લોક કરાવી દો. આ કામ તમે એપ દ્વારા પણ કરી શકો છો. સરકારે સાયબર ફ્રોડ સાથે જોડાયેલી ફરિયાદો દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in શરૂ કર્યું છે. પોર્ટલ પર જઇને તમે 90 દિવસની અંદર પોતાની સાથે થયેલી છેતરપિંડીનો રિપોર્ટ નોંધાવી શકો છો. સ્થાનિક પોલિસમાં પણ રિપોર્ટ નોંધાવો.
આધાર કાર્ડને લોક કરવાની સુવિધા એકદમ ફ્રી છે. ફ્રોડની ઘટનાઓ પર અંકુશ લગાવવા અને મિસયૂઝ રોકવા માટે આધાર કાર્ડ જાહેર કરનારી એજન્સી UIDAI આ સુવિધા આપી રહી છે.
કોઇ પણ વ્યક્તિ પોતાનો બાયોમેટ્રિક ડેટા લોક કરી શકે છે. આનાથી તમારા આધારનો ડેટા સંપૂર્ણ રીતે સેફ થઇ જશે. અને તમે આલોક જેવી છેતરપિંડીના શિકાર થવાથી બચી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો