Money9 Gujarati:
હોળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓને ખુશખુબર મળ્યાં છે. તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કર્યો છે અને પેન્શનધારકોના ડીઅરનેસ રીલિફ (DR)માં પણ વધારો મંજૂર રાખ્યો છે. 7 માર્ચે મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં અને પેન્શનધારકોના DRમાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી.
#Cabinet approves hike in Dearness Allowance to Government employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024
Around 50 lakh employees and 68 lakh pensioners to benefit from this: Union Minister @PiyushGoyal#CabinetDecisions pic.twitter.com/N7Ao405X2v
— PIB India (@PIB_India) March 7, 2024
આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલી ગણાશે. સરકારના આ પગલાંથી 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
DA અને DR અત્યારે 46 ટકા છે, પરંતુ 4 ટકાના વધારા બાદ તે 50 ટકા થઈ જશે. સરકારે જણાવ્યું છે કે, “ડીઅરનેસ અલાઉન્સ અને ડીઅરનેસ રીલિફ બંનેમાં વધારો થવાથી સરકારી તિજોરી પર વર્ષે 12,868.72 કરોડનો બોજ આવશે.”
મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે. આ વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સ (House Rent Allowance), ચાઈલ્ડ એજ્યુકેશન એલાઉન્સ (Child Education Allowance) તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો થશે. આ સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનો ટેક-હોમ પગાર વધશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે DA અને DR (જે પેન્શનરોને લાગુ પડે છે)માં આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પાછલા મહિનાના લેણાં પણ મળશે. સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળે છે.
ગ્રેચ્યુઈટી પણ 20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. પીયૂષ ગોયલે આ જાહેરાત કરી છે
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો