MONEY9 GUJARATI: FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટર (Pharma sector)માં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી… પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ (Pharma Sector Growth) અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? નાણાકીય વર્ષ 24 માં આ સેક્ટરની કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું? અને હવે ફાર્મા સેક્ટરમાં કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? આવો સમજીએ…
રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા અનુસાર, FY25માં 25 દિગ્ગજ સ્થાનિક ફાર્મા કંપનીઓનો રેવન્યૂ ગ્રોથ 8-10 ટકા રહી શકે છે…આ કંપનીઓનું ફાર્મા ઉદ્યોગની કુલ રેવન્યૂમાં 60 ટકા યોગદાન છે…FY24 માં, આ કંપનીઓનો આવક ગ્રોથ 13-14 ટકા રહ્યો હતો. ICRAનું માનવું છે કે ઉંચા બેઝને કારણે, યુએસ અને યુરોપમાં રેવન્યૂ ગ્રોથ ઘટીને અનુક્રમે 8 થી 10 ટકા અને 7 થી 9 ટકા રહેવાની ધારણા છે. આ બંને બજારોમાં વાર્ષિક ધોરણે ક્રમશઃ 18 થી 20 ટકા અને 16 થી 18 ટકા ઓવરઓલ ગ્રોથની આશા છે… ઇમર્જિંગ માર્કેટમાં 16 થી 18 ટકાની સરખામણીમાં FY25માં વાર્ષિક ધોરણે 8 થી 10 ટકા ગ્રોથની શક્યતા છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં ગ્રોથ 6 થી 8 ટકા પર સ્થિર રહી શકે છે.
જો કે, ઈન્ડિયા રેટિંગ્સ માને છે કે માંગમાં ઉછાળાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ફાર્મા સેક્ટરનો ગ્રોથ 8 થી 9 ટકા રહેશે, જે ગયા વર્ષ કરતા વધુ સારો છે…આ 8 થી 9 ટકામાંથી 4 થી5 ટકા ગ્રોથ દવાના ભાવમાં વધારા, ગયા વર્ષે ઉમેરાયેલા નવા ફિલ્ડ ફોર્સથી થનારું વધારાનું વેચાણ અને ક્રોનિક થેરાપીઝમાં થનારા ઉંચા ગ્રોથના કારણે થશે. FY25માં યુએસ ડ્રગ રેગ્યુલેટર USFDA દ્વારા તપાસ ઝડપી બની શકે છે. પરંતુ વન-ઓફ પ્રોડક્ટ્સથી રેવન્યૂની કમીના કારણે યુએસનું વેચાણ ક્યાં તો સ્થિર રહેશે અથવા અંદાજે 5 ટકાનો વધારો થશે.
ઈન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર, કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન મજબૂત રહેશે કારણ કે યુએસ જેનરિક બિઝનેસમાં ભાવમાં ઘટાડો અટક્યો છે, માર્કેટમાં હાઇ વેલ્યૂ પ્રોડક્ટ લોન્ચ થવાની છે અને કંપનીઓનો ખર્ચ પણ ઘટ્યો છે. સ્થાનિક ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં હાલમાં M&A એક્ટિવિટી એટલે કે મર્જર અને એક્વિઝિશનનો સિલસિલો જોવા મળ્યો જે ચાલુ રહી શકે છે પરંતુ સૌથી વધુ બુલિશ છે બ્રોકિંગ હાઉસ શેરખાન જે માને છે કે નાણાકીય વર્ષ 25 માં સેક્ટરનો રેવન્યૂ ગ્રોથ વાર્ષિક ધોરણે 11 ટકા રહેશે…સેક્ટરની આવક વધીને 60,202 કરોડ રૂપિયા, EBITDA એટલે કે કાર્યકારી નફો 24 ટકા વધીને 14,971 કરોડ રૂપિયા અને નફો 43 ટકા વધીને 9,174 કરોડ રૂપિયા થશે.
તો એક વાત સ્પષ્ટ છે કે FY25 ગ્રોથની દ્રષ્ટિએ ફાર્મા સેક્ટર માટે મજબૂત રહેવાનું છે… પરંતુ શું આ સેક્ટર માટે કોઈ રિસ્ક કે જોખમ પણ છે?
રેટિંગ એજન્સી ICRAનું માનવું છે કે હાલમાં ફાર્મા ઉદ્યોગ માટે બે મોટા જોખમ છે…પ્રથમ, અમેરિકન ડ્રગ રેગ્યુલેટર USFDA દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને જારી કરવામાં આવેલા વોર્નિંગ લેટર્સ અને ઇમ્પોર્ટ એલર્ટમાં વધારો થયો છે. આનાથી કંપનીઓના પ્રોડક્ટ લૉન્ચિંગમાં વિલંબ થયો છે, સપ્લાયમાં નિષ્ફળતાને કારણે દંડ, સલાહકારોની ભરતી અને એડિશનલ મેનેજમેન્ટ બેન્ડ વિથ ઉપયોગ કરવા જેવા રેમેડિયલ મેઝર્સ પર મહત્વપૂર્ણ ખર્ચનો બોજ પડ્યો છે કંપનીઓના પ્રોફિટ માર્જિન પર અસર પડે છે. આ ઉપરાંત, હજુ સુધી લાલ સાગરના સંકટની અસર ફાર્મા કંપનીઓ પર નથી થઇ, પરંતુ સપ્લાય ચેઈન ડિસરપ્શન અથવા લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાની પ્રતિકૂળ અસરને જોવી મહત્વની રહેશે.
હવે એ જાણીએ કે FY24માં ફાર્મા શેરોનું પ્રદર્શન કેવું રહ્યું છે? જ્યારે આપણે એક વર્ષનું રિટર્ન જોઈએ છીએ, ત્યારે તમામ દિગ્ગજો પોઝિટિવ ટેરીટરીમાં જોવા મળી રહ્યાં છે…પરંતુ 1 મહિનાનું રિટર્ન જોઈએ તો ડૉ. રેડ્ડીઝ, સન ફાર્મા, સિપ્લા અને લ્યુપિન નબળા દેખાઈ રહ્યા છે. એ જ રીતે, એલેમ્બિક ફાર્મા જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને થોડા નિરાશ કર્યા છે, તેના સિવાય અન્ય તમામ મિડકેપ ફાર્મા શેરોનો દેખાવ અલગ-અલગ સમયગાળા દરમિયાન સારો રહ્યો છે.
ફાર્માની સરખામણીમાં, હેલ્થકેર એટલે કે હોસ્પિટલના સ્ટોકનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે…એપોલો હોસ્પિટલને બાદ કરતાં અન્ય તમામ શેરોએ સારી કમાણી કરાવી છે…કારણ કે એસ્ટર ડીએમ હેલ્થકેરના સ્ટોકમાં ટૂંકા ગાળાનું ખરાબ પ્રદર્શન ફક્ત 118 રૂપિયાના સ્પેશ્યલ ડિવિડન્ડના એડજસ્ટમેન્ટને કારણે છે.
બ્રોકિંગ હાઉસ શેરખાનના ટોપ પિક્સનની વાત કરીએ તો, દિગ્ગજોમાં સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ અને સિપ્લા…જ્યારે મિડકેપમાં સનોફી ઈન્ડિયા, સ્ટ્રાઈડ્સ ફાર્મા, કેપલિન પોઈન્ટ અને હોસ્પિટલના શેરમાં આર્ટેમિસ મેડિકેરનો સમાવેશ થાય છે.
સ્ટોક માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંઘ માને છે કે મોટી ફાર્મા કંપનીઓમાં GSK ફાર્મા માં 40 ટકા અપસાઇડ માટે ખરીદી કરી શકાય છે… હોસ્પિટલના શેરોમાં, KIMS, નારાયણ હૃદયાલય, મેદાંતા અને ફોર્ટિસ હેલ્થકેર સારા છે પરંતુ 10-15 ટકાના ઘટાડે ખરીદી કરો. જ્યારે API બનાવનારી કંપનીઓ ડિવિસ લેબ, લોરસ લેબ્સ અને IOL કેમિકલમાં 30-35 ટકા અપસાઇડ માટે મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે.
એકંદરે, ફાર્મા શેરોએ છેલ્લા 6-12 મહિનામાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે… વૃદ્ધિની સંભાવનાઓ સારી હોવા છતાં, ઊંચા વેલ્યૂએશન્સ અને જોખમને ધ્યાનમાં રાખીને,આ સેક્ટરની પસંદગીની કંપનીઓમાં લાંબાગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવામાં સમજદારી રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો