Money9: મોટી કમાણીનો દાવો કરતી ફિન્ફ્લુઅન્સર્સની પોસ્ટ દ્વારા લોકો સરળતાથી છેતરાઈ જાય છે. સંદીપ અને વિનયને પણ લાગે છે કે ભાષાનું પ્રભુત્વ, એક્ટિંગ અને લટકા ઝટકા દેખાડનારા ફિન્ફ્લુઅન્સરનો 15 કે 20 હજાર રૂપિયાનો કોર્સ તેમને શેરબજારનો દરેક દાવપેચ શિખવાડી દેશે. પરંતુ આ કોર્સ કેટલો ઉપયોગી થશે તે કોઈ નથી જાણતું.
વિનય અને સંદીપ આ પ્રકારના ફિન્ફ્લુઅન્સરથી પ્રભાવિત થનારા એકલા નથી. સોશિયલ મીડિયા પર આવા સેંકડો ફિન્ફ્લૂઅન્સર અને તેમના લાખો ફોલોઅર તમને જોવા મળશે. આ ફિન્ફ્લુઅન્સર શેર અને ડેરિવેટિવ્ઝ વગેરેમાં લાખો-કરોડો રૂપિયા કમાવાનો દાવો કરે છે. શેર અને ડેરિવેટિવ્ઝમાં લાખોનો નફો કરનારા ફેક સ્ક્રીન શોટ શેર કરે છે. પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ બતાવીને લોકોને લલચાવે છે અને પછી ઓનલાઇન કે ઓફલાઇન કોર્સ આપવાનું શરૂ કરી દે છે. પછી પોતાની ટેલીગ્રામ ચેનલના એક્સક્લુઝિવ પાસ લઇ લેવા માટે આગ્રહ કરે છે. પરંતુ આ બધી ફક્ત એક માયાજાળ હોય છે જેમાં ઓછી જાણકારી ધરાવતા રોકાણકાર ફસાઇ જાય છે અને બાદમાં પસ્તાય છે.
આ પ્રકારના કોર્સ અને ટેલીગ્રામ ચેનલથી લોકોની ફાઇનાન્સિયલ લિટરસી ભલે થોડીક વધે પરંતુ ફિન્ફ્લુઅન્સર્સની સલાહ પર આંખ મીચીને ભરોસો કરવાનું ભારે પડી શકે છે. એવા ઘણાં સમાચારો આવ્યા જેમાં મોટી કમાણી કરવાનો દાવો કરનારા ટેલીગ્રામ ચેનલવાળા ફિન્ફ્લુઅન્સર મોટુ નુકસાન કરતા હતા. એવા હજારો વીડિયો મળી જશે જેમાં જબરજસ્ત નફાની ડંફાસો મારવામાં આવી રહી છે પરંતુ શું તમને લાગે છે કે આવા લોકો પોતાના નુકસાનને બતાવનારા વીડિયો પણ આવા જ બનાવશે. કોઇપણ જાતના એનાલિસિસ વગર શેર વેચવા અને ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. અને ફિનફ્લુઅન્સર્સના વધતા બિઝનેસમાં ટ્રેડિંગ એપ્સનું પણ મોટુ યોગદાન છે. આ એપ્સ પોતાની એફિલિઅન્ટ લિંક્સને પ્રમોટ કરવા માટે સારુ એવું કમિશન આપી રહી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાયદો બનાવ્યો છે કે જો કોઇ વ્યક્તિ રિસર્ચ એનાલિસ્ટ નથી તો તે કોઇ સ્ટોકને લઇને ટિપ્સ નહીં આપી શકે. સેબીએ એવી અનરજિસ્ટર્ડ એન્ટિટિઝ પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે જે શેર ખરીદ-વેચાણ સાથે જોડાયેલી સલાહ આપે છે. પરંતુ સેબીની કાર્યવાહી બાદ ફિન્ફ્લુઅન્સર્સે શબ્દો સાથે રમત કરવાનું શરૂ કરી દીધું છે. જેમ કે buy અને sellના બદલે support અને resistance (રેઝિસ્ટન્સ) જેવા શબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા છે. એટલે કે શબ્દોને બદલીને સીધે સીધી નહીં પરંતુ ગોળ ફેરવીને સલાહ આપી રહ્યા છે. હાલમાં જ સેબીએ એક કન્સલ્ટેશન પેપર પણ રજૂ કર્યું જેમાં રજિસ્ટર્ડ ઇન્ટરમિડિયરીઝ કે રેગ્યુલેટેડ ઇન્ટિટીઝની ફિન્ફ્લુઅન્સર્સની સાથેના સંબંધો પર રોક લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સેબીનો હેતુ છે કે અતિશયોક્તિપૂર્ણ કમાણીના દાવા કે પછી કંપનીના પ્લેટફોર્મ પર ખોટી ડંફાસો મારીને થતી કમાણી પર પ્રતિબંધ લગાવી શકાય. પ્રસ્તાવ પર સ્ટેકહોલ્ડર્સ પાસેથી 15 સપ્ટેમ્બર સુધી પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું.
ફિન્ફ્લુઅન્સર્સ જે દાવા કરે છે તેના વિશે જો તમે શાંત ચિત્તે વિચારશો તો તમને આ દાવાઓ ખોખલા જણાશે. તેઓ કહેતા હોય છે કે બે થી ત્રણ દિવસમાં માર્કેટના કોન્સેપ્ટ ક્લિયર કરી દેશે. પરંતુ શું તમને લાગે છે કે માર્કેટને ફક્ત 2 કે 3 દિવસમાં સમજી શકાય છે..સમજવા માટે અભ્યાસ જરૂર છે. મોટા મોટા એક્સપર્ટ પુસ્તકો વાંચીને પોતાનું જ્ઞાન વધારે છે. તેથી જો તમારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે ટ્રેડિંગ કરવું હોય તો તેના માટે ઇન ડેપ્થ જાણકારી હોવી જરૂરી છે. જેના માટે તમારી રિસર્ચ કરવું પડશે..અભ્યાસ કરવો પડશે. જો તમે નવા છો અને શેરબજારમાં એન્ટ્રી કરવા જ માંગો છો તો ફિન્ફ્લુઅન્સરની ટિપ્સના ભરોસે ન રહો. યૂટ્યુબ પર કોન્ટેન્ટ ઘણું ટેક્નીકલ હોઇ શકે છે તો તેને સમજવામાં તમને મુશ્કેલી પડી શકે છે. જોવું જ હોય તો સેબીમાં રજિસ્ટર્ડ એન્ટિટીઝના વીડિયો જુઓ અને તપાસ કરો કે જે તમને રોકાણની સલાહ આપી રહ્યા છે તેમનું બેકગ્રાઉન્ડ કેવું છે. ક્વોલિફિકેશન યોગ્ય છે કે નહીં. એટલે જાગતા રહો અને તમારા પૈસાને સુરક્ષિત રાખો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો