Money9: આમ તો ભારત તહેવારોનો દેશ છે જ્યાં દર મહિને કોઇને કોઇ તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ વર્ષના અંતિમ ચાર મહિનાનું ઘણું મહત્વ છે. હકીકતમાં આ ચાર મહિનામાં રક્ષાબંધન, દશેરા, દિવાળી, ગુરુ નાનક જયંતી, ક્રિસમસ અને ન્યૂ યર જેવા મોટા તહેવાર આવે છે. આ સમયગાળા દરમિયાન ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કપડા, જ્વેલેરી, ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું વેચાણ ઘણું વધારે જોવા મળે છે. પરંતુ આ બધા ઉપરાંત ચાર મહિનામાં ખાણી-પીણીની ચીજોની સાથે-સાથે રેસ્ટોરન્ટ સેક્ટરની કંપનીઓની માંગમાં પણ વધારો જોવા મળે છે. આ સેક્ટરમાં કઇ-કઇ કંપનીઓ આવે છે. અને તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કયા શેરોમાં ખરીદી કરવી જોઇએ. આવો સમજીએ..
તહેવારોના પાવન પ્રસંગે લોકો નવા વાહનોની ડિલીવરી લેવાને શુભ માને છે. જેનાથી ઓટો કંપનીઓની માંગમાં વધારો થાય છે. મોટી સંખ્યામાં લોકો તહેવારો દરમિયાન વોશિંગ મશીન, ફ્રિઝ, એસી, ટીવી વગેરે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉત્પાદનો ખરીદે છે. તો કેટલાક લોકો નવા કપડા, જુતા, જ્વેલેરી પણ ખરીદે છે. આજકાલ યુવાનો મોબાઇલ ફોન, લેપટોપ, આઇપેઇડ, સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો ખરીદવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ બધા સિવાય તહેવારોની સીઝનમાં ફૂડ અને બેવરેજના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના વેચાણમાં પણ મોટો વધારો થાય છે.
રક્ષાબંધને ભાઇ-બહેન એકબીજા માટે ગિફ્ટ્સ વગેરે ખરીદે છે. આ જ રીતે દિવાળીના સમયે પણ લોકો એકબીજાના ઘરે મળવા અને શુભકામના પાઠવવા માટે મીઠાઇઓ અને ગિફ્ટ હેમ્પર્સ લઇને જાય છે. જેનાથી નેસ્લે ઇન્ડિયા, બીકાજી ફૂડ્સ, બ્રિટાનિયા, મિસિસ બેક્ટર્સ, પ્રતાપ સ્નેક્સ, વાડિલાલ અને ડાબર જેવી કંપનીઓના ઉત્પાદનોની માંગ વધે છે. એટલું જ નહીં, તહેવારોની સીઝન દરમિયાન લોકો શોપિંગ માટે મોલ્સ, માર્કેટ્સ વગેરે જગ્યાએ જાય છે. અને શોપિંગ બાદ બહાર ખાવાનું, પિઝા, બર્ગર વગેરે ખાવાથી RBA, વેસ્ટલાઇફ ફુડવર્લ્ડ, બાર્બેક્યુ નેશન, દેવયાની ઇન્ટરનેશનલ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, સેફાયર ફૂડ્સ અને સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ્સ જેવી કંપનીઓની ડિમાંડમાં વધારો જોવા મળે છે.
આમેય યુવા વર્ગમાં ફાસ્ટ ફૂડને લઇને ઘણો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તો ફેમિલી આઉટિંગનો પણ ટ્રેન્ડ છે. જેનો ફાયદો આ કંપનીઓને મળે છે. આ ફાયદો મોટાભાગની કંપનીઓના પરિણામો અને 6 થી 12 મહિનાના રિટર્નમાં પણ જોવા મળે છે. હવે મોટો સવાલ એ છે કે શું આ કંપનીઓના શેર્સમાં ખરીદી કરવી જોઇએ?
શેર માર્કેટના એક્સપર્ટ, સંતોષ કુમાર સિંઘ કહે છે કે તહેવારોની સીઝનનો વધુ ફાયદો QSR,એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ સેક્ટરની કંપનીઓને થાય છે. ફૂડ એન્ડ બેવરેજ સેક્ટરમાં સ્ટેબલ ગ્રોથની આશાએ નેસ્લે ઇન્ડિયા અને બ્રિટાનિયા પસંદગીનો શેર છે. જો કે નેસ્લે ઇન્ડિયાના શેરમાં ઘટાડે ખરીદી કરો. તો QSR સ્પેસમાં દેવયાની ઇન્ટરનેશનલ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ વધારે પસંદ છે. આ બન્ને કંપનીઓમાં 20 થી 30 ટકા પૈસા અત્યારે અને બાકી ઘટાડે ધીરે ધીરે લગાવી શકાય છે. આ ચારેય કંપનીઓમાં ક્ષમતા વિસ્તરણ સાથે જોડાયેલું કામ ક્યાં તો થઇ ચૂક્યું છે ક્યાં હજુ ચાલુ છે.જેનાથી 2 થી 3 વર્ષમાં આ કંપનીઓનો નફો 100 ટકાથી વધુ વધવાની આશા છે. જેની અસર તેના શેરોની કિંમતો પર થશે. તેમાં વાર્ષિક 25 થી 30 ટકા રિટર્નની આશા છે.
તો કુલ મળીને ફૂડ અને બેવરેજના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ માટે તહેવારોની સીઝન ઘણી સારી રહે છે. એટલે પસંદગીની કંપનીઓના શેરોની પસંદગી કરીને 2 થી 3 વર્ષના દ્રષ્ટિકોણથી પોર્ટફોલિયોને તૈયાર કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો