Money9: પ્રાઇમરી માર્કેટના બદલે સેકન્ડરી માર્કેટમાં વધુ પ્રાઇસ ડિસ્કવરી હોય છે. એક કારણ એ પણ છે કે IPOથી 1 કે 2 ત્રિમાસિક કે એક વર્ષ પહેલાના પરિણામો ઘણાં જ શાનદાર બતાવવામાં આવે છે પરંતુ લિસ્ટિંગ બાદ મોટાભાગની કંપનીઓ પરિણામોમાં પ્રી-આઇપીઓ પ્રદર્શન જાળવી શકતી નથી. આ ઉપરાંત, સેક્ટર, ઇકોનોમી વગેરેના પડકારોથી ઇન્ડસ્ટ્રીના ગ્રોથ પર પડનારી અસરથી પણ શેરની કિંમત પ્રભાવિત થાય છે. એટલે કે રોકાણકારોને હવે પ્રા્ઇમરી માર્કેટમાં પણ સમજદાર બનવાની જરુર છે. પ્રાઇમરી માર્કેટના રોકાણકારોને FDવાળા એટલે કે ભોળા રોકાણકાર માનવામાં આવતા હતા જે કોઇની સલાહ લઇને કે સાંભળેલી વાતોના આધારે પૈસા લગાવીને IPOથી સારી કમાણી કરી લેતો હતો.
પરંતુ 2022માં લિસ્ટ થયેલા ઘણાં IPO લિસ્ટિંગના એક સપ્તાહની અંદર પોતાના ઇશ્યૂ પ્રાઇસની નીચે સરકી ગયા.આ જ રીતે 2022ના આખા વર્ષની વાત કરીએ તો 2022માં IPOમાં પૈસા લગાવનારા 100માંથી 43 લોકોને નુકસાન થયું છે. 40 IPOમાં પૈસા લગાવનારામાંથી 17ને નુકસાન અને 23ને નફો થયો. 40માંથી 15 IPO ઇશ્યૂ પ્રાઇસથી નીચે, 2 એકદમ સપાટ અને 23 ઉપર રહ્યા. આની અગાઉના વર્ષ એટલે કે 2021ની વાત કરીએ તો Paytm, કારટ્રેડ અને ફિનો પેમેન્ટ્સ…જેવી ઘણી ન્યૂ એજ કંપનીોના IPOની ખુબ ચર્ચા રહી, તેના શેર ઘણી ઉંચી વેલ્યૂએશન પર લિસ્ટ થયા અને બાદમાં ધરાશાયી થયા..ખાસ કરીને પેટીએમનો શેર તો નવેમ્બર 2021માં થયેલા લિસ્ટિંગના દોઢ મહિનાની અંદર જ અંદાજે 40 ટકા તૂટી ગયો હતો..
આનું એક મોટું કારણ એમ માની શકાય કે આ કંપનીઓનું વેલ્યૂએશન ઘણું વધારીને બતાવવામાં આવ્યું હતું. મોટાભાગની કંપનીઓ એવી હતી જેમાં નફાનું કોઇ નામોનિશાન નહોતું. બિઝનેસ મોડલ એવું છે કે આગળ નફો ક્યારે મળશે, મળશે કે નહીં, તેની કોઇ ખાતરી નથી..2021માં આવેલા કુલ 65માંથી ફક્ત 45એ પોઝિટિવ અને 20 IPOએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. છતાં પણ કોઇપણ રોકાણકાર માટે IPO એટલે પ્રાઇમરી માર્કેટ દ્વારા શેર બજારમાં એન્ટ્રી કરવાનું સરળ અને કંપનીમાં શરુઆતી તબક્કામાં ભાગીદાર બનવાની સારી તક હોય છે. જો કોઇ રિટેલ રોકાણકારે આઇપીઓમાં પૈસા લગાવવા છે તો સવાલ ઉભો થાય છે કે તેણે કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે કે શું જોઇને IPOમાં પૈસા લગાવવા જોઇએ?
કંપનીનો બિઝનેસ કેવા પ્રકારનો છે
એ પણ જોવું જરુરી છે કે કંપનીનો બિઝનેસ કેવા પ્રકારનો છે. કંપની ગ્રોથવાળી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોય એટલે કે સાઇક્લિકલના બદલે દરેક સમયે ચાલતા સેક્ટરનો હિસ્સો હોય જેમ કે FMCG, ફાર્મા, હેલ્થકેર, ખાણીપીણીની ચીજો, પાવર વગેરે…એ પણ જુઓ કે કંપની દેવામુક્ત છે કે નહીં…સાથે જ કોર્પોરેટ ગર્વનન્સ સારુ હોય, કંપની કે પ્રમોટર્સની સામે કોઇ કેસ ન ચાલી રહ્યો હોય અને એ પણ સુનિશ્ચિત કરી લો કે આવનારા સમય માટે કંપનીના પ્રોસ્પેક્ટ્સ કેવા છે..એટલે કે ગ્રોથની સંભાવના કેવી છે.
તો IPO માર્કેટનો સૌથી મોટો બોધપાઠ શું છે?… સૌથી મોટો પદાર્થપાઠ એ છે કે જો તમે ક્વિક ડિસિઝન મેકર નથી અને સટ્ટાબાજી નથી કરતા એટલે કે લિસ્ટિંગના દિવસે કે એક સપ્તાહની અંદર જ શેર વેચવાનો નિર્ણય નથી લઇ શકતા તો તમારે સેકન્ડરી માર્કેટમાં એટલે કે લિસ્ટિંગ બાદ પૈસા લગાવવા જોઇએ અને ઓછામાં ઓછા બે ક્વાર્ટરના પરિણામો જોઇ લેવા જોઇએ.
અને જો કંપનીના પરિણામોમાં સતત સુધારો ન થઇ રહ્યો હોય તો તમે એ સમજી લો કે તે શેરમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. તો એ ભ્રમ દૂર કરી લો કે દરેક IPOમાં પૈસા બનાવવાની તક હોય છે અને તેમાં લિસ્ટિંગ પહેલા શોરબકોર જોઇને આંખ મીચીને રોકાણ કરી દેવું જોઇએ..થોડીક મહેનત અને રિસર્ચ કરીએ તો સેકન્ડરી માર્કેટમાં પણ પૈસા બનાવવાની ઘણી તકો મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો