Money9: ઇમેજીકા વર્લ્ડ એન્ટરટેઇન્મેન્ટ લિમિટેડ એટલે કે IEL એક એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ટિનેશન છે જે થીમ પાર્ક, વોટર પાર્ક, સ્નો પાર્ક અને એક ફાઇવ સ્ટાર હોટલ, નોવોટેલનું કોમ્બિનેશન છે. આ બધું ખોપોલી, મહારાષ્ટ્રમાં એક જ જગ્યાએ 132 એકરથી વધુ એરિયામાં ફેલાયેલું છે. IELને હાલમાં જ માલપાણી ગ્રુપ તરફથી નાદારીની પ્રક્રિયા હેઠળ ખરીદવામાં આવી છે.
IELનો Theme Park અને Water park મુંબઇ અને પુણે બન્નેથી 1-2 કલાકના અંતરે છે. IEL એક ઓલ વેધર થીમ પાર્ક છે જેમાં 25 રાઇડ્સ છે અને વોટર પાર્કમાં 14 વોટર સ્લાઇડ્સની સાથે વેવ પૂલ છે.
IELનો બિઝનેસ એપ્રિલ 2011માં શરૂ થયો હતો અને થીમ પાર્કે આંશિક રીતે 2013થી કામકાજ શરૂ કર્યું હતું. નવેમ્બર 2013થી કામકાજ શરૂ થઇ ગયું હતું. ઓક્ટોબર 2014થી વોટર પાર્કનું કામકાજ પણ શરૂ થઇ ગયું હતું. તો 116 રૂમવાળા હોટલનો પહેલો ફેઝ સપ્ટેમ્બર 2015 અને બાકી બચેલા 163 રૂમ્સમાં સપ્ટેમ્બર 2018થી બિઝનેસ શરૂ થયો હતો. આ ઉપરાંત સ્નો પાર્કે એપ્રિલ 2016થી કામકાજની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત IEL નોવોટેલ ઇમેજીકાના નામથી એક 5 સ્ટાર હોલ ચલાવે છે જે 287 રૂમનો પ્રીમિયમ લક્ઝરી રિસોર્ટ છે. જેમાં પ્રીમિયમ મીટિંગ રૂમ સુવિધા ઉપરાંત આખો દિવસ ડાઇનિંગ ઓપ્શન્સ, 4 F એન્ડ B આઉટલેટ્સની સાથે રહેવાની સુવિધા પણ છે અને તે ઇમેજીકા થીમ પાર્કની નજીકમાં જ છે.
ઇમેજીકા થીમ પાર્ક ભારતમાં એકમાત્ર એવો થીમ પાર્ક છે જે 6 થીમ બેઝ્ડ ઝોનમાં ફેલાયેલો છે. તેમાં બોટ રાઇડ, વીએફએક્સ શો, ઇન્ડિયાનું સૌથી મોટું રોલર કોસ્ટર, બફેટ અને જૈન રેસ્ટોરન્ટ સહિત ઘણાં બધા F એન્ડ B આઉટલેટ્સ, બાર, ગ્રીલ, કેફે અને અનેક કિઓસ્ક છે. 2016માં ઇમેજીકા સ્નો પાર્ક પણ ખોલવામાં આવ્યો જે એક ઇન્ડોર સ્નો બેઝ્ડ થીમ પાર્ક છે. આ પાર્ક 15,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સ્નો પાર્કમાં બાસ્કેટ બોલ, સ્લાઇડ્સ, શોર્ટ હાઇકિંગ ટ્રેઇલ, પ્લે એરિયા અને થ્રી કેફે પણ છે.
ઇમેજીકાની પાસે એક ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ પણ છે અને કંપનીએ વોટર રિસાયક્લિંગ મિકેનિઝમ માટે ડિફેન્ડર ફિલ્ટ્રેશન સિસ્ટમ કે DFSનું નામનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ડિપ્લોય કરી રાખ્યું છે. કંપનીએ આ DFS વોટર પાર્ક રાઇડ્સ અને પુલ વોટર ફિલ્ટ્રેશન માટે ઇન્સ્ટોલ કર્યું છે જે ઘણું એડવાન્સ છે અને નેપ્યુચન બેન્શન યુએસએની પેટેન્ટેડ પ્રોડક્ટ છે.
એપ્રિલ 2015માં આવેલા IPO બાદ કંપનીએ પોતાના ગ્રોથના ફંડિંગને મોટાભાગે દેવા દ્વારા પૂર્ણ કર્યો હતો. અને 2020માં આવેલી કોવિડ મહામારીથી IEL ના ઓપરેશન્સ પર ઘણી ખરાબ અસર પડી. સ્થિતિ એ હતી કે માર્ચ 2021 સુધી કુલ લોનની રકમ વધીને 1417 કરોડ રૂપિયા થઇ ગઇ. ત્યારબાદ બે વર્ષમાં તો સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ કારણ કે આઉટસાઇડ એક્ટિવિટીઝ પર સરકાર તરફથી સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. જેના કારણે કંપનીની ખોટ વધી ગઇ. પરંતુ 30 ઓગસ્ટ 2021ના રોજ માલપાણી પાર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે MPPL તરફથી લોન સામાધાન માટે જમા કરવામાં આવેલી બોલીને બેંકોએ મંજૂરી આપી. આ લોન સામાધાન હેઠળ FY24 સુધી કંપનીની લોન ઘટીને 50 કરોડ રૂપિયા રહી જશે જે FY23માં 806 કરોડ રૂપિયા હતી.
લોનની મુશ્કેલીઓને બાદ કરીએ તો ઇમેજીકાએ ઘણી જ રિઝનેબલ કોસ્ટ પર ઘણી સારી એસેટ્સ ઉભી કરી છે. જેને આજે તૈયાર કરવામાં ઓછામા ઓછા 5 થી 10 ગણી વધારે રકમની જરૂર પડશે. per capita incomeમાં વધારો, વધતા શહેરી કરણ અને સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા પર ભારથી આખી ઇન્ડસ્ટ્રીમાં સુધારો થશે કારણ કે ઇમેજીકા માટે ફાયદાકારક હશે.
IELએ FY23માં ઘણા મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવકમાં 3.5 ગણી અને ઓપરેટિંગ નફામાં અંદાજે 3 ગણો વધારો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન કંપની ખોટમાંથી નફામાં આવી ગઇ. જો કે નફાના આ આંકડામાં 196 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ પણ સામેલ હતું. જો ટેક્સ રિફંડને હટાવી દઇએ તો એડજસ્ટેડ નફો 161 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનું ઓપરેટિંગ માર્જિન 38.2% રહ્યું જે FY20ની તુલનામાં 23.9% વધુ છે. કંપની પોતાના માર્જિનને ભવિષ્યમાં સુધારરવાના લક્ષ્યને લઇને ચાલી રહી છે કારણ કે FY23માં યૂટિલાઇઝેશન લેવલ્સ ફક્ત 28 ટકાની નજીક હતું જેમાં આવનારા સમયમાં સુધારાની આશા છે. આ ઉપરાંત નોવોટેલ રિસોર્ટની ઓકયુપન્સી વધીને 75 ટકાને પાર પહોંચી ગઇ છે જે અગાઉ 55 થી 60 ટકા હતી. વીકેન્ડ દરમિયાન ફૂટફોલ્સથી રિસોર્ટ ઓક્યુપન્સીમાં સુધારો થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો