Money9: શેર માર્કેટમાં રોકાણ શરૂ કરવા માટે તમારે 3 એકાઉન્ટ (ખાતા)ની જરૂર પડે છે. આ ત્રણ એકાઉન્ટ છે ડિમેટ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ. દરેક એકાઉન્ટનું પોતાનું એક અલગ કામ હોય છે. પરંતુ ટ્રાન્ઝેક્શન (લેવડ-દેવડ)ને પૂરી કરવા માટે ત્રણેય એકબીજા પર નિર્ભર હોય છે. શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે આ ત્રણ એકાઉન્ટ હોવા જોઇએ.
ડિમેટ એકાઉન્ટ શું છે?
ડિમેટ એકાઉન્ટ એક બેંક એકાઉન્ટ સમાન છે. જેમ કે એક સેવિંગ એકાઉન્ટ (બચત ખાતું) પૈસાની ચોરી થવા અને કોઇપણ ગોટાળાથી બચાવે છે. આમ તો એક ડિમેટ એકાઉન્ટ રોકાણકારો માટે પણ કામ કરે છે. ડિમેટ એકાઉન્ટ કે ડિમેટરિયલાઇઝ્ડ એકાઉન્ટ ઇલેક્ટ્રોનિક રીતે શેરો અને સિક્યોરિટીઝને રાખવાની સુવિધા આપે છે. આ એકાઉન્ટ ફિઝિકલ શેરોને ડિમેટ સ્વરૂપે સ્ટોર (સંગ્રહિત) કરે છે. ફિઝિકલ શેરોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પરિવર્તિત કરવાની પ્રક્રિયા (પ્રોસેસ)ને ડિમેટરિયલાઇઝેશન કહેવાય છે. જ્યારે પણ ટ્રેડિંગ કરવામાં આવે છે ત આ શેરોને ડિમેટ એકાઉન્ટમાં ક્રેડિટ કે ડેબિટ કરવામાં આવે છે.
ડિમેટ એકાઉન્ટના પ્રકાર (ટાઇપ)
ડીમેટ એકાઉન્ટ ખોલતી વખતે રોકાણકારોને પોતાની પ્રોફાઇલ અનુસાર ડિમેટ એકાઉન્ટની પસંદગી ઘણી સાવધાની કરવી જોઇએ. કોઇપણ ભારતીય ગણતરીની મિનિટોમાં ઓનલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલી શકે છે. રોકાણકાર ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ (DP)ની સાથે ડિમેટ એકાઉન્ટ ખોલી શકે છે. 5 પૈસા https://bit.ly/3RreGqO એક આવું જ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે સરળતાથી પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો અને ટ્રેડિંગ શરૂ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટ ચાર પ્રકારના હોય છે.
1)- રેગ્યુલર ડિમેટ એકાઉન્ટ
એક રેગ્યુલર ડિમેટ એકાઉન્ટ ભારતીય નાગરિકો માટે હોય છે. જે માત્ર શેર ખરીદવા અને વેચવા માંગે છે અને સિક્યોરિટીઝને જમા (ડિપોઝિટ) કરવા માંગે છે. જ્યારે તમે શેર વેચો છો તો શેર એકાઉન્ટથી ડેબિટ થઇ જાય છે. આ જ રીતે જ્યારે તમે શેર ખરીદો છો તો તે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જાય છે. જો તમે ફ્યૂચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરો છો તો ડિમેટ એકાઉન્ટની કોઇ જરૂર નથી. કારણ કે આ પ્રકારની ડીલ માટે સ્ટોરેજની કોઇ જરૂરિયાત નથી હોતી.
2)- બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ
આ એક પ્રકારનું ડિમેટ એકાઉન્ટ છે. જેને બજાર નિયામક (માર્કેટ રેગ્યુલેટર) સેબીએ રજૂ કર્યું છે. નાના રોકાણકારોને ધ્યાનમાં રાખીને આ એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. 50,000 રૂપિયા સુધીના સ્ટોક કે બોન્ડ રાખવા માટે કોઇ મેન્ટેનન્સ ચાર્જ (જાળવણી ખર્ચ) નથી આપવો પડતો. 50,000 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની સિક્યોરિટી રાખવા પર ફક્ત 100 રૂપિયાનો ચાર્જ લાગે છે.
3)- પરત કરી શકાય તેવું ડિમેટ એકાઉન્ટ (Repatriable Demat Account)
આ ડિમેટ એકાઉન્ટ NRI (બિનનિવાસી ભારતીયો) માટે છે. આના દ્વારા તે ભારતીય બજારમાં રોકાણ કરી શકે છે અને વિદેશોમાં પણ પૈસા મોકલી શકે છે. જો કે ફંડ ટ્રાન્સફર કરવા માટે ડિમેટ ખાતાને NRI (Non-Resident External) ખાતા સાથે જોડી દેવું જોઇએ.
4)- પરત ન કરી શકાય તેવું ડિમેટ એકાઉન્ટ (Non-repatriable Demat Account)
બિનનિવાસી ભારતીયો (NRI) માટે એક પરત કરી શકાય તેવું ડિમેટ એકાઉન્ટ પણ છે. જો કે આ ખાતા દ્વારા વિદેશમાં પૈસા ટ્રાન્સફર નથી કર શકાતા.
ડીમેટ એકાઉન્ટના ફાયદા
ડીમેટ એકાઉન્ટ કોઇપણ જાતની પરેશાની વગર ઝડપથી ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. શેર કે સિક્યોરિટીઝ સર્ટિફિકેટ એક ડિમેટ એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રાખવામાં આવે છે. આવામાં તેની ચોરી, છેતરપિંડી કે નુકસાનની સંભાવના ઘટી જાય છે. તેને એક્સેસ કરવું સરળ છે. બોનસ સ્ટોક, રાઇટ્સ ઇશ્યૂ, સ્પ્લિટ શેર પોતાની મેળે એકાઉન્ટમાં જમા થઇ જાય છે.
ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલશો
શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે ડિમેટ ખાતુ ખોલવું જરૂરી છે. તમે કોઇ નાણાકીય સંસ્થા કે બ્રોકરના માધ્યમથી ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો. સૌથી પહેલા તમારે આના માટે એક ડિપોઝિટરી પાર્ટિસિપેટ (DP) પસંદ કરવા પડશે. આ એક નાણાકીય સંસ્થાન, ઑથોરાઇઝ્ડ બેંક કે બ્રોકર કોઇપણ હોઇ શકે છે. તમે તેની સાથે એક ડિમેટ ખાતું ખોલી શકો છો. ડિપોઝિટરી પાર્ટિસિપેટને બ્રોકરેજ ચાર્જ, વાર્ષિક ચાર્જ અને લીવરેજના આધારે પસંદ કરવા જોઇએ. DP સિલેક્ટ કર્યા બાદ તમારે ખાતું ખોલવાનું ફોર્મ, KYC ફોર્મ ભરવું પડશે અને પછી જમા કરવું પડશે. આ સાથે જ કેટલાક ડોક્યુમેન્ટ પણ આપવા પડશે. જેમાં પાન કાર્ડ, રેસિડન્સ પ્રૂફ, આઇડી પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝ ફોટો સામેલ છે. વેરિફિકેશન પ્રોસેસ માટે અસલ કોપી પોતાની પાસે રાખો. આ ઉપરાંત બેંક ડિટેલ આપવા માટે એક કેન્સલ ચેક જમા કરવો પડશે. ત્યાબાદ એગ્રીમેન્ટ પર સાઇન કરવા પડશે જેમાં રુલ્સ અને રેગ્યુલેશનની સાથે સાથે તમારા અધિકારો અંગે બધી જાણકારી આપવી પડશે. આજકાલ ઘણાં પ્લેટફોર્મ ઓનલાઇન ડિમટે ખાતું ખોલવાની સૂવિધા આપે છે. પોતાના ડિમેટની સરળ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમે તમારુ ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો