Money9: ગુરુગ્રામની MNCમાં કામ કરનારી દીક્ષા શેર બજારમાં રોકાણ કરે છે. વીકેન્ડમાં તેને સમય મળે છે તો શેર બજાર અંગે વાંચે, સાંભળે અને વીડિયોઝ જુએ છે. વાંચતા-વાંચતા તેનું ધ્યાન છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલી બ્લોક ડીલ્સ પર ગયું. 2023માં અત્યાર સુધી પ્રમોટર્સ અને શેરધારક બ્લોક અને બલ્ક ડીલ્સ દ્વારા અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી ચૂક્યા છે. શેર બજારમાં દમદાર તેજીના પગલે પ્રમોટર્સ સહિત રોકાણકાર પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. પરંતુ બજારમાં તેજી છતાં કેટલીક એવી કંપનીઓ પણ છે જેના પ્રમોટર્સ પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. કઇ છે આ કંપનીઓ અને તમારે આ શેરોમાં શું કરવું જોઇએ…આવો સમજીએ..
2023માં અત્યાર સુધી થયેલી બ્લોક ડીલ્સમાં અંદાજે 95,000 કરોડ રૂપિયાના સોદા તો FY24ના પ્રથમ 5 મહિનામાં એટલે કે એપ્રિલથી ઓગસ્ટ 2023 દરમિયાન થયા છે..પરંતુ દીક્ષાની નજર એવી કંપનીઓ પર છે જેના પ્રમોટર છેલ્લા કેટલાક ક્વાર્ટરથી પોતાની હિસ્સેદારી વધારી રહ્યા છે.
Swastika InvestMartના HoR, Santosh Meenaના જણાવ્યા અનુસાર, બજારમાં એવી ચર્ચા છે કે બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી રહેલા પ્રમોટર્સના પૈસા પણ ફેમિલી ઓફિસ દ્વારા સ્ટોક માર્કેટમાં જ આવશે કારણ કે બજારનું સેન્ટિમેન્ટ બુલિશ છે. જો પ્રમોટર આવા માહોલમાં ખરીદી કરી રહ્યા છે તો તે વધારે બુલિશ છે.”
પ્રમોટર્સ તરફથી જે ખરીદી થઇ રહી છે તેવી કેટલીક કંપનીઓમાં Bajaj Auto, JSW Steel, Natco Pharma, Relaxo Footwears, Sobha Ltd અને UPLનો સમાવેશ થાય છે.
હવે દીક્ષા જેવા રોકાણકારોએ શું આવા શેરોમાં આંખ મીંચીને રોકાણ કરી દેવું જોઇએ? પ્રમોટરની હિસ્સેદારીનો અર્થ એ છે કે કુલ શેરોમાંથી પ્રમોટરનો એટલે કે માલિકનો કેટલો હિસ્સો છે..એટલે કે કુલ કેટલા હિસ્સાના માલિક છે. હોલ્ડિંગ જેટલું વધારે હોય છે પ્રમોટરની પાસે કંપનીનો એટલો વધારે કન્ટ્રોલ હોય છે. જો કોઇ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 45-50 ટકા સુધી છે તો પણ સારુ છે પરંતુ જો 75 ટકાની નજીક છે તો નિર્ણય લેવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. માર્કેટ રેગ્યુલેટર SEBIના નિયમો અનુસાર કોઇપણ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 75%થી વધુ ન હોવું જોઇએ. અને હાં રોકાણ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષના પ્રમોટર હોલ્ડિંગનો રેકોર્ડ જરૂર જુઓ. જો 5 વર્ષનો ન જોવો હોય તો ઓછામાં ઓછા 5 થી 6 ક્વાર્ટરનો ટ્રેન્ડ તો જરૂર જોઇ લો. જો પ્રમોટર હોલ્ડિંગ વધી રહ્યું છે કે સ્થિર પણ છે તો કંપની ભરોસાપાત્ર છે.
પ્રમોટરની વધતી હિસ્સેદારી ઉપરાંત રોકાણકારોએ એ પણ જોવું જોઇએ કે પ્રમોટર માર્કેટમાંથી ખરીદી રહ્યા છે કે પછી સંસ્થાગત રોકાણકારો પાસેથી. કારણ કે જો સંસ્થાગત રોકાણકાર કંપનીમાંથી બહાર નીકળી રહ્યા છે તો તેની પાછળનું કારણ સમજવું પણ મહત્વનું છે. સાથે જ એ પણ જોવું જોઇએ કે શું પ્રમોટર રોકાણકારોનો ભરોસો વધારવા માટે ખરીદી કરી રહ્યા છે કે ફક્ત price manipulate કરવા માટે..એટલે કે ઘટાડે ખરીદી કરી હોલ્ડ કરી રહ્યા છે કે ઉપરના ભાવ મળવા પર પોતાના શેર વેચી રહ્યા છે. એક મહત્વની વાત એ પણ જોવી જોઇએ કે ક્યાંક પ્રમોટર ફ્યુચરમાં થનારી કોઇ મોટી ડીલની જાહેરાતનો ફાયદો લેવા માટે તો પોતાનું રોકાણ નથી વધારી રહ્યાને..કારણ કે કોઇપણ કંપનીના બિઝનેસમાં પ્રમોટરથી વધુ સારી માહિતી બીજા કોઇ પાસે નથી હોતી.
આવા સંજોગોમાં જે કંપનીઓમાં પ્રમોટર હિસ્સો વધારી રહ્યા હોય તેમાં તમારી શું રણનીતિ હોવી જોઇએ?
Santosh Meenaના જણાવ્યા અનુસાર વધતી હિસ્સેદારીવાળી કંપનીઓમાં Bajaj Auto, JSW Steel, Natco Pharma, Relaxo Footwears અને UPLમાં ખરીદી કરી શકાય છે. જ્યારે corporate governance સાથે જોડાયેલા કેટલાક વિવાદોને પગલે શોભાના શેરને avoid કરવા જોઇએ. ટૂંકાથી મધ્યમગાળામાં Bajaj Autoમાં 5,000, JSW Steelમાં 1,000, Natco Pharmaમાં 1,200, Relaxo Footwearsમાં 1,350 અને UPLમાં 550 રૂપિયાનું ટાર્ગેટ સંભવ છે.
કુલ મળીને પ્રમોટર કોઇ કંપનીના એવા માલિક હોય છે જેમની પાસે મોટી હિસ્સોદારી હોય છે. બધા નિર્ણય તેમના હાથમાં જ હોય છે. એટલે તેમના ટ્રેક રેકોર્ડ પર નજર રાખવી જોઇએ. પરંતુ દીક્ષાની જેમ તેમની હિસ્સેદારીના વધતા ટ્રેન્ડને જોઇને તેમાં રોકાણ ન કરવું જોઇએ. આ ઉપરાંત બીજી કેટલીક વાતોનું ધ્યાન રાખો અને મની9ના વીડિયોઝ જોતા રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો