Money9: વર્ષ 2023 શેરબજાર માટે ખૂબ જ જોરદાર રહ્યું…છેલ્લા એક વર્ષમાં નિફ્ટીએ લગભગ 20 ટકાનું રિટર્ન આપ્યું છે. પરંતુ પ્રાઇમરી માર્કેટના રિટર્ન તો તેનાથી પણ વધુ દમદાર હતા. BSEના IPO ઈન્ડેક્સે 2023માં અંદાજે 20 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલેકે નિફ્ટીની તુલનામાં અંદાજે બે ગણું… પરંતુ એક ઇન્ડેક્સ બીજો પણ છે જેણે 2023માં નિફ્ટી કરતાં લગભગ 5 ગણું વધુ અને BSE ના IPO ઇન્ડેક્સ કરતા લગભગ 2.5 ગણું વધુ રિટર્ન આપ્યું છે. આ ઇન્ડેક્સ છે BSE નો SME IPO ઇન્ડેક્સ… જેણે ગયા વર્ષે લગભગ 96 ટકા રિટર્નની સાથે પ્રાઇમરી માર્કેટમાં બાજી મારી છે. SME IPO ઇન્ડેક્સના આ પ્રદર્શન પાછળ શું કારણ છે? SME કંપનીઓના IPO અથવા શેરમાં પૈસા રોકતા પહેલા શું સાવધાની રાખવી જોઈએ? હવે કઈ SME કંપનીઓમાં રોકાણ કરવાની તક છે? આવો સમજીએ…
આનું કારણ ખરેખર એ છે કે 2023માં આવેલા કુલ 118 SME IPOમાંથી 90 એટલે કે 76 ટકાથી વધુ તેમની ઇશ્યૂ પ્રાઇસની ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. આ પૈકી 21 શેર એવા છે કે જે 2 ગણાથી વધુ રિટર્ન આપી ચૂક્યા છે. 10 શેર 3 ગણાથી વધુ રિટર્ન, 7 શેર 4 ગણાથી વધુ, 3 શેર 6 ગણાથી વધુ અને 1 શેર તો 12 ગણાથી વધુ રિટર્ન આપી રહ્યાં છે.
હવે જાણવા જેવી વાત એ છે કે SME કંપનીઓના IPOમાં આટલા પૈસા કેમ બન્યા છે? શું છે આ શેરોના સારા પ્રદર્શન કરવાનું કારણ?
મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રીનું માનવું છે કે આના 3-4 મોટા કારણો છે. પ્રથમ ડિમાંડ સપ્લાયનો તફાવત. SMEના શેર્સમાં લિક્વિડિટી ઓછી હોય છે. આના કારણે નીચા વોલ્યુમ પર શેરોમાં ભારે ઉછાળો આવી જાય છે. બીજું નાની કંપનીઓના મોટા થવાની તક, ત્રીજું HNIs તરફથી આવતું જંગી રોકાણ અને ચોથું આમાંથી સારી કંપનીઓમાં ગ્રોથની સંભાવના.
પરંતુ આ 118 શેરોમાંથી 28 ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. આમાંથી 14 કંપનીઓમાં 20 ટકાથી વધુ, 8 કંપનીઓમાં 30 ટકાથી વધુ, 2 માં 40 ટકાથી વધુ અને 1 શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે લગભગ 24 ટકા SME કંપનીઓના IPOમાં રોકાણકારોએ પૈસા ગુમાવ્યા પણ છે.
તો છેવટે SME કંપનીઓના IPOમાં શું જોઇને પૈસા લગાવવા જોઈએ… અથવા તો કેવી સાવધાનીઓ રાખવી જોઈએ?
અરુણ મંત્રીનું કહેવું છે કે સૌથી પહેલાં અને મુખ્યત્વે વેલ્યૂએશન્સ જોવું જોઈએ. બીજું, મેનેજમેન્ટ અને ત્રિમાસિક પરિણામો પર નજર હોવી જોઇએ કારણ કે આટલો મોટો ડેટા ઉપલબ્ધ નથી હોતો. ત્રીજું, કંપની કયા બિઝનેસમાં છે અને શું સેક્ટર લીડર છે તો વેલ્યૂએશન સસ્ટેઇન થઇ જાય છે.
હવે મોટો પ્રશ્ન એ છે કે કઈ SME કંપનીઓમાં રોકાણની તકો છે? અરુણ મંત્રીનું માનવું છે કે આ કંપનીઓમાં રોકાણની લઘુત્તમ રકમ 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા હોવી જોઈએ. બીજું, નિયમોમાં એટલી સખ્તાઇ નથી જે 2024માં હોઇ શકે છે. તેથી, કેવળ પસંદગીની SME કંપનીઓમાં જ રોકાણ કરવું જોઈએ જેથી મૂડી અટકી ન જાય. એક વર્ષના દ્રષ્ટિકોણથી હાઇ-ગ્રીન કાર્બનમાં 300 રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરી શકાય છે.
એકંદરે, SME કંપનીઓના શેરોમાં અથવા IPOએ ભલે 2023 માં સારું પ્રદર્શન કર્યું હોય. તેમ છતાં, ફક્ત પાસ પર્ફોર્મન્સના આધારે આ શેર્સમાં રોકાણ ન કરવું જોઈએ. ભૂતકાળના પ્રદર્શન ઉપરાંત, શેરોના વેલ્યૂએશન, ત્રિમાસિક પરિણામો અને લિક્વિડિટી વગેરે પર પણ ફોકસ કરવું જોઈએ કારણ કે એસએમઈ શેરોમાં ઓછા વોલ્યુમને કારણે, મેનિપ્યુલેશન એટલે કે હેરાફેરીનું જોખમ ઘણું વધારે હોય છે. એટલે જેટલા સાવચેત રહો એટલું સારુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો