Money9: ભારતીય શેર બજાર રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું છે. 11 સપ્ટેમ્બરે નિફ્ટીએ 20,000નો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. માત્ર 36 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ ફરી રેકોર્ડ ઉંચાઇ પ્રાપ્ત કરી. અગાઉ 20 જુલાઇએ નિફ્ટીએ 19,991.85ની રેકોર્ડ હાઇસપાટી બનાવી હતી. 12 સપ્ટેમ્બરે તો નિફ્ટી 20,110ની રેકોર્ડ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. છેવટે બજારમાં આ તેજીનું કારણ શું છે? આમ તો આ ખરીદી પાછળ ઘણાંબધા કારણો છે. જેમાંથી એક તહેવારોની સીઝનને પગલે મજબૂત માંગની આશા પણ છે. જો તહેવારી સીઝનમાં માંગ વધવાનું અનુમાન છે તો તેનાથી કયા શેરોને ફાયદો થશે..અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો છો. આવો જાણીએ..
વિેદશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી છતાં G20 સમ્મેલનમાં થયેલી જાહેરાતો, બેંકોની લોન ગ્રોથમાં સુધારો, શાકભાજીની કિંમતોમાં ઘટાડાથી મોંઘવારી નીચે આવવાની શક્યતા અને SIP દ્વારા 2 મહિનાથી 15,000 કરોડ રૂપિયાથી વધુના માસિક રોકાણને પગલે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. પરંતુ આટ આટલા કારણો સિવાય એક બીજું ફેક્ટર છે જે બજારોને ઉપરની તરફ ડ્રાઇવ કરાવી રહ્યું છે. અને તે છે તહેવારી માંગ. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તહેવારી માંગ ઘણી મજબૂત રહી શકે છે. જેની અસર કંપનીઓના સેકન્ડ અને થર્ડ ક્વાર્ટરના પરિણામો પર જોવા મળશે.
ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆત સામાન્ય રીતે રક્ષાબંધની થાય છે. અને તે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ સુધી ચાલતી હોય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે હતો. પરંતુ પીએમ મોદીએ 9 અને 10 ડિસેમ્બરે આયોજીત G20 સમ્મેલનમાં કહ્યું કે આ વર્ષે તહેવારોની સીઝનની શરૂઆત 23 ઓગસ્ટથી થઇ હતી. જ્યારે ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયું હતું. તહેવારોની સીઝનમાં ખાસ કરીને દિવાળી, દશેરા, ક્રિસમસ અને લગ્ન સીઝનના પગલે માંગમાં વધારો જોવા મળે છે. લગ્નના શોપિંગમાં એક મોટો હિસ્સો જ્વેલેરી, એટલે કે ગોલ્ડ સાથે પણ જોડાયેલો હોય છે તો એવી કંપનીઓ જેનો બિઝનેસ ગોલ્ડ જ્વેલેરી કે કોઇપણ રીતે સોના સાથે જોડાયેલો છે. તેમાં મુખ્યત્વે Titan, સેન્કો ગોલ્ડ, રાજેશ એક્સપોર્ટ, કલ્યાણ જ્વેલર્સ, થંગમિલ જ્વેલરી, ગોલ્ડિઅમ ઇન્ટરનેશનલ, મણપ્પુરમ ફાઇનાન્સ અને મૂથુટ ફાઇનાન્સ જેવા શેર સામેલ છે. આમાંથી કેટલીક કંપનીઓ પોતાના સેક્ટરની લીડર્સ છે અને સારુ કામ કરી રહી છે. જે આ કંપનીઓના રિટર્નમાં જોવા મળી રહ્યું છે.
સૌથી સારી વાત એ હોય છે કે ગોલ્ડનો બિઝનેસ કરનારી કંપનીઓમાં ક્યારેય બહુ મોટા ક્રાઇસિસ ઉભા નથી થતા. કારણ કે આ કંપનીઓની પાસે સોનું રિઝર્વ તરીકે હોય છે. ખાસ કરીને મણપ્પુરમ અને મૂથુટ ફાઇનાન્સ જેવી ગોલ્ડ લોનના ધંધા સાથે જોડાયેલી કંપનીઓની પાસે. મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રીનું માનવું છે કે તહેવારોની સીઝન દરમિયાન ભારતમાં ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત સોનું સૌથી વધુ ખરીદવામાં આવતી કિંમતી ધાતુ છે. જેને શુકનિયાળ માનવામાં આવે છે. અને તે ફ્યુચર માટે રોકાણ કરવાની પણ સારી રીત છે.
હવે સવાલ એ છે કે શું આ કંપનીઓના શેર્સમાં રોકાણ કરીને એક ગોલ્ડન પોર્ટફોલિયો પણ તૈયાર કરી શકાય છે? જો હાં તો પોર્ટફોલિયો કેવી રીતે તૈયાર થશે? અરુણ મંત્રી જણાવે છે કે આ વખતે તહેવારોની સીઝનમાં ગોલ્ડ માર્કેટમાં ખરીદીની આશા છે. એટલે પ્રેસિયસ મેટલ્સ અને ગોલ્ડ ફાઇનાન્સિંગના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ બજારના રડાર પર રહેશે. આ કંપનીઓમાં ટાઇટન, થંગમિલ અને કલ્યાણ જ્વેલર્સ અમારા પસંદગીના શેર છે. અને ગોલ્ડ લોન આપનારી કંપનીઓમાં મૂથુટ ફાઇનાન્સના પણ સારા પ્રદર્શનની આશા છે. કુલ મળીને તહેવારોની સીઝન દરમિયાન વધનારી ગોલ્ડની માંગનો ફાયદો ઉઠાવવા માટે તમે ગોલ્ડ ઉપરાંત ગોલ્ડના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ દ્વારા લાંબાગાળા માટે ગોલ્ડન પોર્ટફોલિયો તૈયાર કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો