Money9: અદાણી ગ્રુપની (Adani Group) ત્રણ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રીન એનર્જી ( Adani Green Energy) સહિત અદાણી ગ્રુપની 3 કંપનીઓને યૂએનના ક્લાઇમેટ ગ્રુપે મોટો ઝટકો આપ્યો છે. આ કંપનીઓને કોર્પોરેટ ગ્રીન ગોલ્સની દુનિયાની ટોચની સંસ્થાની એપ્રુવલ સમાપ્ત થઇ ગઇ છે. જેના પરિણામે પોતાને ભારતના એનર્જી ટ્રાન્ઝિશનના લીડર તરીકે સ્થાપિત કરવાના અદાણી ગ્રુપના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) અને અદાણી પોર્ટ્સે (Adani Ports) એપ્રિલના અંતમા સાયન્સ બેઝડ ટાર્ગેટ્સ ઇનિશિએટિવ્ઝ (SBTi) દ્વારા પબ્લિશ ‘કંપનીઝ ટેકિંગ એક્શન’ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.
આ કારણ ગણાવાયું
યૂએન સમર્થિત ગ્રુપ SBTi ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાની પેરિસ સમજૂતીના લક્ષ્યને અનુરુપ ઉત્સર્જનને ઘટાડવા માટે નક્કર યોજનાઓ બનાવવામાં કંપનીની મદદ કરે છે. SBTiના પ્રવક્તાએ જણાવ્યું કે ‘SBTiએ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને સબમિટ કરવામાં આવેલી માહિતીના આધારે એક આંતરિક મૂલ્યાંકન કર્યું અને નિષ્કર્સ કાઢ્યો કે ત્રણેય કંપનીઓ ઇનિશિએટિવ્ઝના સ્ટાન્ડર્ડ અને પોલિસી રિક્વાયરમેન્ટ્સના અનુરૂપ નથી.
ફેબ્રુઆરીમાં થયો હતો વિવાદ
સસ્ટેનિબિલિટી માઇન્ડેડ ઇન્વેસ્ટર્સ સામાન્ય રીતે રોકાણ કરતાં પહેલા એસબીટીઆઇની મંજૂરીની મોહર જુએ છે. અદાણી નામવાળા સ્ટોક ફેબ્રુઆરીની શરૂઆતમાં 500થી વધુ ઇએસજી ફંડમાં જોવા મળ્યા હતા. આ મહિને એક ફાઇલિંગથી ખબર પડી કે અદાણી પોતાની વિવાદાસ્પદ કારમાઇલ કોલસા ખાણની નાણાકીય મદદ માટે પોતાની ગ્રીન કંપનીઓના સ્ટોક્સને કોલેટરલ તરીકે યૂઝ કરી રહ્યા હતા.
શેર પર અસર
અદાણીના બે શેર પર આ સમાચારની અસર જોવા મળી. અદાણી ગ્રીન એનર્જીનો શેર 1.54 ટકા કે 14.15 રૂપિયા ઘટીને 903ની સપાટીએ બંધ રહ્યો. જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાના ઘટાડા એટલે કે 47 રૂપિયાના ઘટાડા સાથે 901 રૂપિયાની સપાટી જોવા મળી.
બે કંપનીઓ હજુ પણ આ લિસ્ટમાં
એવું નથી કે ફક્ત અદાણી ગ્રુપ પર જ એસબીટીઆઇની તલવાર ચાલી છે. તેણે અન્ય 16 કંપનીઓને લિસ્ટમાંથી બહાર કરી દીધી છે. જો કે અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટ હજુ પણ આ લિસ્ટમાં સામેલ છે. મહત્વનું છે કે ફોસિલ ફ્યુઅલ પોલિસી હેઠળ એવી કંપનીઓને બહાર કરવાની જોગવાઇ છે જે કોઇપણ રીતે ક્રૂડ, કુદરતી ગેસ, કોલસો કે અન્ય ફોસિલ્સ ફ્યૂઅલ્સના એક્સપ્લોરેશન, એક્સ્ટ્રેક્શન, માઇનિંગ કે ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો