Money9: એવા સેંકડો રોકાણકારો છે જેઓ લોકોની વાતો પર ભરોસો કરીને શેર બજારમાં પૈસા લગાવી દે છે. અને પછી? પસ્તાવું પડે છે !
ચાલો તમને જણાવીએ કે રોકાણ કરતી વખતે કયા 5 ફેક્ટર્સનું તમારે ધ્યાન રાખવાનું છે.
કંપનીનું બિઝનેસ મોડલ
બિઝનેસ મોડલ એટલે કે તેનો બિઝનેસ શું છે અને કેવો છે. અત્યારની પરિસ્થિતિમાં શું સ્કોપ છે. શું તેનું બિઝનેસ મોડલ તમને સમજાય છે? ધારો કે કોઇ ફાર્મા કંપની છે. તો એ જુઓ કે શું તમને ફાર્માનો બિઝનેસ સમજાય છે? તે જુઓ કે, જે સેક્ટરની કંપની છે તે ઇન્ડસ્ટ્રીની લાઇફ સાયકલ શું છે? જો કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી કોઇ નવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તે ઇન્ડસ્ટ્રી પ્રગતિ કરી રહી છે તો એ નક્કી છે કે ઇન્ડસ્ટ્રીના ગ્રોથની સાથે કંપની પણ ગ્રો કરશે.
ફાઇનાન્સિયલ એનાલિસિસ કરો
એ જુઓ કે કંપનીમાં નફો કરવાની ક્ષમતા કેટલી છે? જો કંપની સ્ટાર્ટઅપ છે, તો તેને બજાર હિસ્સેદારી વધારવા અને ગ્રાહક મેળવવા તેમજ આવક વધારવા માટે ઘણું રોકાણ કરવું પડશે. બીજું જુઓ કે, કંપનીની આવક વધે છે તેની સાથે તેનું ઑપરેટિંગ અને નેટ પ્રોફિટ માર્જિન વધી રહ્યું છે કે કેમ. સાથે સાથે તે પણ જુઓ કે કંપની માથે દેવું કેટલું છે? આના માટે તમે ડેટ રેશિયો અને ડેટ-ઇક્વિટી રેશિયો જોઇ શકો છો. ઘણી વેબસાઇટ પરથી તમને સરળતાથી આ જાણકારી મળી શકે છે. ફક્ત તમારે જુના આંકડા પર ધ્યાન આપવાનું છે કે કંપની કેટલો નફો કમાઇ રહી છે? ડિવિડન્ડ આપે છે કે નહીં? જો કંપની 8 થી 9 ટકા નફો કરી રહી છે તો તે ફાયદાકારક નહીં ગણાય કારણ કે આ નફો તો તેના લોનના વ્યાજમાં જ જતો રહે છે.
કંપનીની ભવિષ્યમાં શું સંભાવના છે?
જો તેના કારોબારમાં વૃદ્ધિની સંભાવના છે તો તેને પ્રાપ્ત કરવા માટે કંપની શું કરી રહી છે. કારણ કે, તમે આજે જે પણ રોકાણ કરશો તેનો ફાયદો ફ્યૂચરમાં જ મળવાનો છે. માટે ચકાસો કે, કંપની શું કોઇ કારખાનું નાંખી રહી છે? લોકોની ભરતી કરી રહી છે? એવી કંપની ખાસ શોધો કે જેની પાસે કોઇ યૂનીક પ્રોડક્ટ હોય. તેની પાસે યૂનીક પ્રોડક્શન સિસ્ટમ હોય. ટેક્નોલોજી પર તેની પેટન્ટ હોય.
મેનેજમેન્ટની ક્વોલિટી
તમારે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે કંપનીનું મેનેજમેન્ટ કેવું છે? ભૂતકાળમાં તેમણે કેવા પ્રકારનો ફાયદો આપ્યો છે. મેનેજમેન્ટની સાથે કોઇ વિવાદ તો નથી ચાલતાને? કંપનીનું હાલનું મેનેજમેન્ટ જટિલ કંપનીઓને ચલાવવામાં સક્ષમ છે કે નહીં, એ પણ જુઓ કે કંપનીના પ્રમોટર્સની હિસ્સેદારી કેવા પ્રકારની છે. જો મેનેજમેન્ટની પાસે શેરહોલ્ડર જેટલા જ વોટિંગ રાઇટ્સ છે તો તે સામાન્ય શેરહોલ્ડર્સની ભલાઇ માટે કામ કરશે. પરંતુ જો તેની પાસે વધારે રાઇટ છે. તો સામાન્ય રોકાણકારોના હિતો જોખમાશે.
શેરનું વેલ્યૂએશન કેટલું છે?
જો તમે કોઇ કંપનીને વધારે વેલ્યૂએશન પર ખરીદી રહ્યાં છો તો એ ચોક્કસ માનજો કે કંપનીના શેર ક્યારેક તો સાચા વેલ્યૂએશન પર આવશે. આને ચેક કરવા માટે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, પ્રાઇસ ટુ બુક વેલ્યૂ જેવા પેરામીટર જુઓ. જીયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો.વી.કે.વિજય કુમાર જણાવે છે કે સૌથી મહત્વની વાત એ જોવાની છે કે મેનેજમેન્ટની ક્વોલિટી કેવી છે અને તેમનો ટ્રેક રેકોર્ડ કેવો છે. સતત લાંબાગાળામાં મૂડીખર્ચની સરખામણીમાં કેટલું રિટર્ન પ્રાપ્ત કરી શકવાની ક્ષમતા છે. આ કોઇ સારી કંપનીની ઓળખ હોય છે. એ પણ ધ્યાન રાખવું જોઇએ કે કોઇ કંપનીમાં ગ્રોથ કરવાની ક્ષમતા કેટલી છે અને તેના શેર માટે કેટલી કિંમત ચુકવવી પડી રહી છે.
તો આ હતા 5 ફેક્ટર્સ જેનું તમારે ધ્યાન રાખવાનું છે પરંતુ જો તમે ઉંડાણપૂર્વક તપાસ ન કરી શકો તો સારુ એ રહેશે કે તમે કોઇ એક્સપર્ટની સલાહ લઇને જ રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો