Money9: જો તમે શેર બજારને નજીકથી જાણો છો તો કંપનીના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ શેરોના ભાવમાં ઝડપી ઉતાર-ચડાવને તમે પણ જોયા હશે. હકીકતમાં લિસ્ટેડ કંપનીઓ દરેક ત્રિમાસિક અને વાર્ષિક આધારે પોતાના નાણાકીય પરિણામો જાહેર કરે છે. કંપનીઓની કમાણીના રિપોર્ટ રોકાણકારો અને સામાન્ય જનતાને કંપનીની નાણાકીય સ્થિતિ અંગે જાણકારી આપે છે અને તેનો ઉપયોગ કંપનીની ભવિષ્યની દિશાનો અંદાજો લગાવવા માટે કરી શકાય છે.
કંપનીની કમાણીની શેર પર અસર
કોઇ કંપનીની કમાણી તમારા શેરોની કિંમતો પર ઉંડી અસર નાંખી શકે છે. ઉદાહરણ તરીકે સપ્ટેમ્બરમાં એવા સમાચાર આવ્યા હતા કે ઇન્ફોસિસનો શેર 16 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયો, કારણકે કંપનીના માર્જિન પર દબાણ જોવા મળ્યું છે. બીજી બાજુ સારી આવકની કોઇ કંપનીના શેરની કિંમતો પર સકારાત્મક અસર પડે છે. ઉદાહરણ તરીકે આ હેડલાઇન પર ધ્યાન આપો- બીજા ક્વાર્ટરમાં HDFCનો કરબાદનો નફો વાર્ષિક ધોરણે 18% વધ્યો છે. જે અનુમાનોથી પણ વધુ છે. રોકાણકાર જો કોઇ કંપનીના અગાઉના અને હાલના પરિણામોનું વિશ્લેષણ કરે તો તે એ મૂલ્યાંકન કરી શકે છે કે કંપનીના ફંડામેન્ટ્લ્સ, જેમ કે તેની નફો કરવાની ક્ષમતા, ડેટ ટુ એસેટ રેશિયોમાં ઘટાડો થઇ રહ્યો છે કે તેની હાલત સુધરી રહી છે.
જો કોઇ કંપનીની આવકમાં ઘટાડો દેખાઇ રહ્યો હોય તો રોકાણકાર તેને લઇને ચિંતિત થઇ જાય છે. બીજી બાજુ જો કંપનીની આવક સારી છે કે આગળ સારી રહેવાની આશા છે તો રોકાણકાર કંપનીના શેર અંગે વધુ પોઝિટિવ કે બુલિશ વલણ રાખી શકે છે. આ ઉપરાંત, રોકાણકાર એવી કંપનીમાં ધન લગાવવા માટે વધારે તત્પર હોય છે જેના ફંડામેન્ટલ્સ પહેલાની સરખામણીમાં કંઇક પ્રગતિ કરી રહ્યા હોય.
પોતાના ત્રિમાસિક પરિણામોમાં કોઇ કંપની કેટલીક મહત્વની જાણકારીઓ આપે છે જેવી કે– કંપનીએ રેવન્યૂ કેવી રીતે પ્રાપ્ત કરી છે? કંપનીએ પોતાના ખર્ચાઓને કેવી રીતે મેનેજ કર્યા છે? કંપનીએ ટેક્સ અને વ્યાજ સ્વરુપે કેટલીક રકમ ચુકવી છે? કંપનીના વેચાણ અને નફામાં કેટલો વધારો થયો છે? આવનારા ક્વાર્ટર માટે વેચાણ અને નફામાં વધારનું અનુમાન શું છે?
કંપનીના પરિમાણોનું વિશ્લેષણ કેવી રીતે કરવું
હવે સવાલ એ ઉભો થાય કે કોઇ કંપનીના પરિમાણોનું વિશ્લેષણ કેવી રીતે કરવું..તો સૌથી પહેલા એ જુઓ કે કંપનીની અર્નિંગની ક્વોલટી શું છે? ક્વોલિટીનો અર્થ એ જોવાનો છે કે તેને આવક સતત થઇ રહી છે કે કોઇ એક ઘટનાના કારણે અચાનક વધારો દેખાઇ રહ્યો છે. એવી કંપનીને પ્રાથમિકતા આપવી જોઇએ જે પોતાના કુલ રેવન્યૂનો મોટો હિસ્સો પોતાના નિયમિત કારોબારી કામકાજથી કમાઇ રહી હોય, ન કે કોઇ અચાનક અસાધારણ ઇનકમથી થઇ હોય કે એકસાથે કોઇ ફાયદો થઇ ગયો હોય.
એ પણ જુઓ કે કંપનીની અર્નિંગમાં ગ્રોથ કઇ રીતે થઇ રહ્યો છે? શું કંપની સક્ષમ રીતે મૂડી ફાળવણીનો નિર્ણય લઇ રહી છે કે જે મૂડી લગાવનારાઓને ઉંચી કમાણીના સ્વરૂપે સારુ રિટર્ન અપાવી શકે અને કંપનીના શેરધારકોની વેલ્યૂમાં વધારો થાય. એ પણ જોવું જોઇએ કે શું કંપનીની કમાણી પર્યાપ્ત છે? હવે આ કેવી રીતે ખબર પડે..ચાલો તમને જણાવીએ. એ જુઓ કે શું કંપનીની રિટર્ન ઓન ઇક્વિટી એટલે કે ROE અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ એટલે કે ROCE તેની મૂડીના ખર્ચથી વધુ છે, અને શું કંપની રોકાણકારો માટે ઉંચુ રિટર્ન પેદા કરી શકે છે?
CFA અને ફોર્ચ્યુન વેલ્થ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિઝના બિઝનેસ હેડ મુંજાલ મહેતા કહે છે કે રોકાણકારોએ કોઇ કંપનીની શેર દીઠ કમાણી એટલે કે EPS પર નજર રાખવી જોઇએ. એ પણ જોવું જોઇએ કે તે મેનેજમેન્ટના વાયદા અનુસાર આગળ વધી રહી છે કે નહીં અને છેલ્લા પાંચ વર્ષમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું છે. તેના આધારે રોકાણકાર કંપનીના વેલ્યૂએશનનું આકલન કરી શકે છે. ઉતાર-ચડાવ કે ચક્રીય રીતે કમાણીના બદલે સતત કમાણીમાં ગ્રોથને જ મોટો પોઝિટિવ સંકેત માનવો જોઇએ.
એક જરુરી વાત. અલગ અલગ સેક્ટર્સની કંપનીઓના પરિણામોને કેટલાક ખાસ કારણો પણ પ્રભાવિત કરે છે. જેમ કે, રૂપિયાની નબળાઇ નિકાસ સાથે જોડાયેલી કંપનીઓ પર સકારાત્મક અસર પાડી શકે છે. અને રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં વધારો બેંકોના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. આવી સ્થિતિમાં પરિણામોનું વધુ સારુ વિશ્લેષણ કરવા માટે બજારના જાણકારોની સલાહ જરુર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો