Money9 Gujarati: ટાટા ગ્રૂપની કેમિકલ કંપનીનો શેર ઉછાળા મારી રહ્યો છે. ટાટા કેમિકલનો શેર 6 માર્ચે 13.26 ટકા વધીને 1,202.85 રૂપિયાની એક વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ટાટા કેમિકલના શેરની ભારે માંગ છે, અને 17.73 લાખ શેર્સમાં સોદા પડ્યા છે. છેલ્લાં પાંચ દિવસમાં જ તેમાં 26 ટકા ઉછાળો નોંધાયો છે. ટાટા કેમિકલ્સ વિશ્વની ત્રીજી સૌથી મોટી સોડા એશ ઉત્પાદક કંપની છે.
તેજીનું કારણ છે, ટાટા સન્સનો સંભવિત IPO. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સનો IPO આવવાની વાત વહેતી થઈ ત્યારથી ટાટા કેમિકલનો શેર વધવા લાગ્યો છે. રોકાણકારો માની રહ્યાં છે કે, ટાટા સન્સના IPOનો મહત્તમ ફાયદો ટાટા કેમિકલને થશે. આ ઉપરાંત, ફિચ રેટિંગે પણ ટાટા કેમિકલનું રેટિંગ સુધાર્યું હોવાથી તેના શેરમાં તેજી આવી છે. ફિચ રેટિંગ્સે ટાટા કેમિકલ્સના લાંબા ગાળાના ફોરેન-કરન્સી ઇશ્યુઅર ડિફોલ્ટ રેટિંગ (IDR) પરના તેના આઉટલૂકને ‘પોઝિટિવ’માંથી ‘સ્ટેબલ’ કર્યું છે અને ‘BB+’ પર રેટિંગની પુષ્ટિ કરી છે.
જોકે, એનાલિસ્ટ્સ જણાવે છે કે, ટાટા કેમિકલના શેર પડ્યા હોય તો જાળવી રાખવામાં વાંધો નથી. પરંતુ અત્યારે શેર ખરીદવા માટે દોટ મૂકવાની ભૂલ ના કરવી જોઈએ, કારણ કે, ટાટા સન્સ એક હોલ્ડિંગ કંપની છે અને તેનું ડિસ્કાઉન્ટ ટાટા ગ્રૂપની અન્ય કંપનીને પણ મળશે. રોકાણકારોએ આવેશમાં આવીને નિર્ણય ના લેવો જોઈએ.
Equinomics Researchના founder અને MD G Chokkalingam કહે છે કે, “ટાટા સન્સના લિસ્ટેડ થવા અંગે બજારમાં થોડી અપેક્ષાઓ છે. જો આવું થાય, તો તે ટાટા કેમિકલ્સ સહિત લિસ્ટેડ ટાટા ગ્રૂપની સંસ્થાઓ માટે સકારાત્મક વિકાસ હશે. પરંતુ, હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ પણ અસ્તિત્વમાં છે તે માટે કોઈ ઉત્સાહની જરૂર નથી. ગ્રૂપની અન્ય કંપનીઓ. હજુ પણ આ સ્ટોક પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ છે. બજારમાં ઉતાવળ કરશો નહીં અને ગમે તે સ્તરે ખરીદી કરશો નહીં. ટાટા કેમિકલ્સના શેર ધરાવનારાઓ તેમની સ્થિતિ ચાલુ રાખી શકે છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો