Money9: મેટલ શેરોની ચમક હાલમાં જે રીતે ફિક્કી પડી છે તે જોતા લોકોને આશ્ચર્ય થયું છે. છેલ્લા 3 મહિનામાં BSE મેટલ ઇન્ડેક્સમાં 20%થી વધુનો ઘટાડો આવ્યો છે. આની સામે BSE સેન્સેક્સ માત્ર બે ટકા તૂટ્યો. જો કે જુલાઇમાં આ સેક્ટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યું. પરંતુ આ રિકવરી કેટલી મજબૂત છે અને તે ક્યાં સુધી ટકશે તેને લઇને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
મેટલ શેર કેમ તૂટ્યા?
મેટલ શેરમાં વેચવાલી માટે એક નહીં પરંતુ ઘણાં કારણો છે. સૌથી પહેલી વાત મોંઘવારીની કરીએ…ઘણાં દેશોમાં મોંઘવારીનો દર એક દાયકાની ટોચે છે. કોરોના બાદ છેલ્લા બે વર્ષમાં મોટાભાગના દેશોએ ઇકોનોમીમાં રોકડનો પ્રવાહ વધાર્યો છે. ત્યારબાદ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાથી પુરવઠામાં અડચણો આવી અને મોંઘવારીની હાલત વધારે ખરાબ થઇ..આ ઉપરાંત વૈશ્વિક ઇકોનૉમીમાં સુસ્તી,,,, ચીનની મેટલની માંગ ઘટવી,,અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા વારંવાર વ્યાજ દરોમાં વધારો કરવો અને મંદી જેવા ઘણાં કારણોથી ગ્લોબલ ડિમાંડ પર અસર થઇ છે. સાધારણ શબ્દોમાં કહીએ તો આ બધાના કારણે ધાતુઓની કિંમતોમાં ઘટાડો આવ્યો છે અને તેનાથી મેટલ કંપનીઓના શેર તૂટ્યા છે.
હવે વાત દેશમાં થયેલા ફેરફારની કરીએ. ડોમેસ્ટીક સપ્લાય વધારવા માટે 21 મે 2022ના રોજ ભારત સરકારે સ્ટીલ ઉત્પાદનો પર 15%ની એક્સપોર્ટ ડ્યૂટી લગાવી દીધી. જેના કારણે 10-15 દિવસ સુધી કારોબાર અટકી પડ્યો અને નિકાસ પર અસર થઇ. જેના કારણે જૂન 2022માં સ્ટીલની કિંમતોમાં 12 ટકાનો ઘટાડો આવ્યો. આ ઉપરાંત, એવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે કે એક્સપોર્ટ ડ્યૂટી વધવાથી સ્ટીલની નિકાસમાં ઘટાડો આવશે અને તેના કારણે નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં, એટલે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં આ સેક્ટરના સેલ્સના આંકડા ખરાબ રહેશે.
બ્રોકરેજ હાઉસ Centrum (સેન્ટ્રમ)ને લાગે છે કે વોલ્યૂમમાં ઘટાડો અને કુકિંગ કોલની ઉંચી પડતરના કારણે ત્રિમાસિક ધોરણે કંપનીઓના EBITDA (એબિટ્ડા)માં ઘટાડો આવી શકે છે. જો કે બ્રોકરેજ હાઉસ આ સેક્ટરને લઇને પૉઝિટિવ દ્રષ્ટિકોણ રાખે છે, એ આશાએ કે ચોમાસા બાદ ચીનથી આવનારી માંગ અને સ્થાનિક માંગમાં સુધારો થશે. સેન્ટ્રમનું માનવું છે કે આને ધ્યાનમાં લેતા Hindalco, Tata Steel, JSPL, and Vedanta જેવા શેર પર દાવ લગાવી શકાય છે.
ટાટા સ્ટીલના નિરાશાજનક પરિણામો
હાલમાં આવેલા ટાટા સ્ટીલના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક છે. કંપનીના જૂન ક્વાર્ટરના નફામાં અંદાજે 13 ટકાનો ઘટાડો આવ્યો. પરંતુ ત્રિમાસિક ધોરણે EBITDA margin (એબિટ્ડા માર્જિન)માં 24%નો સુધારો થયો છે. આવા જ કેટલાક પોઝિટિવ કારણોને લીધે એનાલિસ્ટ તેને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે.
હવે જાણીએ કે રોકાણકારોએ શું કરવું જોઇએ, મેટલ સ્ટોક મૂળભૂત રીતે સાઇક્લિકલ નેચરના હોય છે, એટલે ઘટાડાના સમયમાં રોકાણકારો માટે રસ્તો એ જ હોય છે કે તે ધીરજની સાથે ફેરફારની રાહ જુએ. જાણકારોનું કહેવું છે કે એવી કંપનીઓ પર નજર રાખવી જોઇએ જેનું પ્રોફિટ માર્જિન હાઇ છે, જેની બેલેન્સ શીટ મજબૂત છે, લોન ઓછી છે અને જેમની પાસે કેપ્ટિવ માઇન્સ છે.
JARVIS Invest (જાર્વિસ ઇન્વેસ્ટ)ના ફાઉન્ડર અને CEO સુમિત ચંદા કહે છે કે, જો કોઇ રોકાણકારની પાસે હજુ પણ મેટલ શેર છે તો શક્ય છે કે તેને અંદાજે 20 ટકાનું નુકસાન થઇ રહ્યું હોય. તો મારી ભલામણ એ છે કે પોતાની જોખમ પ્રોફાઇલ અને રોકાણ હોરાઇઝન અનુસાર રોકાણકારો શેરમાં ઘટાડે ખરીદી કરે અને કોસ્ટનું એવરેજિંગ કરે. આપણે આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં સ્થિતિ બદલાવાની આશા રાખી શકીએ છીએ. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે આ સ્તરેથી જ્યારે શેરમાં 25 ટકાની તેજી આવશે ત્યારે જ બ્રેકઇવન એટલે કે પહેલા જેવી સ્થિતિ આવશે. તો કુલ મળીને લાગે છે કે મેટલ શેરમાં રોકાણ કરનારા લોકોને તત્કાળ રાહત તો નથી મળવાની. પરંતુ આ શેરમાં બાજી ત્યારે પલટાશે જ્યારે આર્થિક હાલતમાં સુધારો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો