Money9: કોમોડિટીની કિંમતોમાં આવેલી તેજીએ છેલ્લા કેટલાક સમયથી FMCG કંપનીઓનો જાણે કે જીવ લઇ લીધો છે. ખર્ચ વધવાથી માર્જિન પર અસર થઇ છે. FMCG કંપનીઓની મુસીબત એ છે કે તે ભાવ વધારે તો ડિમાંડ ઘટે. ભાવ ન વધારે તો બિઝનેસ બગડવાનો ડર. આની અસર FMCG કંપનીઓના શેરો પર પણ જોવા મળી રહી છે. મેરિકો પણ આ જ સેક્ટરની એક દિગ્ગજ કંપની છે. હવે મેરિકોના શેરની જ વાત કરી લઇએ. પોતાના 52 સપ્તાહના હાઇથી મેરિકોનો શેર 17 ટકા નીચે છે. હવે કંપની ધુરંધર છે. પરંતુ શેર ગગડી ગયો છે. તો શું આ સંજોગોમાં મેરિકોમાં એન્ટ્રીની તક દેખાઇ રહી છે?
મેરિકોમાં એન્ટ્રી કરી શકાય?
શું કંપનીમાં ઇન્વેસ્ટર્સને આગામી સમયમાં સારુ રિટર્ન મળી શકશે? આ સવાલ વ્યાજબી છે. પરંતુ આનો જવાબ શોધવા માટે પહેલા મેરિકોનો પાછલો ટ્રેક રેકોર્ડ જાણી લઇએ. તો આ કેસમાં કંપનીનો દેખાવ ખરેખર ઘણો સારો છે. એટલે કે છેલ્લા 20 વર્ષમાં મેરિકોનો શેર 178 ગણું રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કરી ચૂક્યો છે. જો 52 સપ્તાહના હાઇના હિસાબે જોઇએ તો મેરિકોના શેરે 216 ગણું રિટર્ન આપ્યું છે. શેરોના રિટર્નમાં તો મેરિકો તગડી સાબિત થઇ છે. પરંતુ વાત આટલેથી અટકતી નથી. કંપનીની હિસ્ટ્રી, કારોબાર અને બાકી હિસાબ-કિતાબ પણ જોવા જોઇએ.
કંપનીનો ઇતિહાસ
તો પહેલા કંપનીનો ઇતિહાસ સમજી લઇએ. મેરિકોની કહાની 1971થી શરૂ થાય છે. હર્ષ મારીવાલાએ કંપનીનો પાયો નાંખ્યો. ત્યારે તેમણે કંપનીનું નામ બૉમ્બે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ રાખ્યું હતું. પેરાશૂટ કોકોનટ ઓઇલના નામથી કદાચ જ કોઇ અજાણ હોય. આ મેરિકોની જ પ્રોડક્ટ છે. જો કે, 1990માં મારીવાલાએ કંપનીનું નામ બદલીને મેરિકો કરી નાંખ્યુ. 21 માર્ચ 1996ના રોજ કંપનીએ શેર બજારમાં એન્ટ્રી કરી. ત્યારબાદ વિદેશોમાં પ્લાન્ટથી લઇને કંપનીઓની ખરીદી કરવા સુધી મેરિકોના ગ્રોથનો સિલસિલો ક્યાંક અટક્યો નહીં.
હવે આવીએ બિઝનેસ પર…તો હેર ઓઇલ, એડિબલ ઓઇલ, ફૂડ અને પર્સનલ કેર સેગમેન્ટમાં કંપનીની હાજરી છે. પેરાશૂટ, સફોલા, નિહાર, હેર એન્ડ કેર, સેટ વેટ, લિવૉન, મેડિકેર અને બિયર્ડો કંપનીની કેટલીક જાણીતી બ્રાન્ડ છે. નેટવર્કની વાત કરીએ તો 50 લાખથી વધારે આઉટલેટ્સ પર કંપનીની પ્રોડક્ટ્સ મળે છે. શહેરોથી લઇને ગામડાઓ સુધી કંપનીની પહોંચ છે. એટલું જ નહીં, કંપની 40 થી 50 ટકાના તગડા માર્જિન પર કામ કરે છે. જાહેરાતો પાછળ પણ કંપની સારોએવો ખર્ચ કરે છે. કંપની હાલ 25 થી વધારે દેશોમાં બિઝનેસ કરે છે. કંપનીની કુલ કમાણીનો અંદાજે 23 ટકા હિસ્સો વિદેશી કારોબારથી આવે છે.
માર્કેટ હિસ્સેદારી
માર્કેટ હિસ્સેદારીના હિસાબે જોઇએ તો કોકોનટ ઑઇલ સેગમેન્ટમાં કંપની 63 ટકા બજાર પર કબજો ધરાવે છે. આ જ રીતે સફોલાનો માર્કેટ શેર 83 ટકા છે. બીજી કંપનીઓની સરખામણીમાં જોઇએ તો પણ કંપની મજબૂત પોઝિશનમાં છે.
તો અહીં સુધી વાત સમજાઇ ગઇ. હવે વાત કરીએ મેરિકોમાં કયા કારણોસર તેજી આવી શકે છે. તો એક મોટુ કારણ વોલ્યૂમ ગ્રોથનું છે. સફોલા તેલમાં તગડો વોલ્યૂમ ગ્રોથ છે. એટલે કંપની ગ્રોથ માટે એક સારી પોઝિશનમાં છે અને આની અસર શેરના ભાવો પર પણ આગળ જોવા મળી શકે છે. અને આ વાત બ્રોકર્સના રિપોર્ટમાં પણ નજરે પડી રહી છે. મોટાભાગના બ્રોકર્સ આ કંપનીના શેરને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે.
કુલ મળીને, મેરિકોએ બિઝનેસના હિસાબે ખરાબ સમયમાં પોતાને મજબૂત રીતે ટકાવી રાખવાનો દમ દેખાડ્યો છે. હાં, એ વાત અલગ છે કે તેના શેર નીચે આવ્યા છે. પરંતુ, ઑવરઑલ માર્કેટ જ નબળુ છે અને આના કારણે દિગ્ગજ અને નબળા બધા શેર પસ્ત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો