Money9: ભારતની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એશિયા અને પશ્ચિમી દેશોની સરખામણીમાં એફોર્ડેબિલિટીના પગલે માંગ વધી છે. આ ઉપરાંત સરકારની પોલિસીના સપોર્ટ અને હોસ્પિટલ ચેઇન્સ તરફથી એગ્રેસિવ કેપેસિટી એડિશનના પગલે સેક્ટરમાં ઘણી તેજી આવી છે. FY16-FY22 દરમિયાન ઇન્ડિયન હેલ્થકેર સેક્ટરે 14થી 15 ટકાનો CAGR ગ્રોથ રજિસ્ટર કર્યો છે. તો FY25 સુધી દેશની લીડિંગ હોસ્પિટલ ચેઇન્સની બેડ ક્ષમતા 30 ટકા વધવાનું અનુમાન છે.
FY24 સુધી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનો આકાર 130 અબજ ડોલર થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આવુ એટલા માટે કારણ કે હોસ્પિટલ ચેઇન્સ ક્ષમતા વિસ્તાર કરી રહી છે. સાથે જ સારા હેલ્થ ઇન્સ્યોરન્સ પેનન્ટ્રેશનથી હેલ્થકેર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. એટલું જ નહીં પબ્લિક અને પ્રાઇવેટ હેલ્થ ખર્ચ પણ સતત વધી રહ્યો છે. આ બધાનો ફાયદો હોસ્પિટલ્સ ચલાવનારી કંપનીઓને થશે. કારણ કે હેલ્થકેર સેકટરમાં હોસ્પિટલ્સનો 60 ટકાથી 70 ટકા હિસ્સો હોય છે. હેલ્થકેર સેક્ટરમાં થઇ રહેલા ફેરફારોથી ઘણી કંપનીઓને મોટો ફાયદો થવાની સંભાવના છે. આવી જ એક કંપની છે શેલ્બી લિમિટેડ..
શેલ્બી અમદાવાદની અગ્રણી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ચેઇન છે. આ ચેઇન ઓર્થોપેડિક્સ, કોમ્પ્લેક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ્સ, કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી જેવી ઘણી હેલ્થકેર સેવાઓ આપે છે. ડોક્ટર વિક્રમ શાહ કંપનીના પ્રમોટર છે જેને US, UK અને ભારતમાં 28 વર્ષથી વધુનો મેડિકલ અનુભવ છે. ડો. શાહ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ છે. અંદાજે 2012 બેડની કુલ ક્ષમતાની સાથે આ કંપનીએ ઓર્થોપેડિક સર્જરીની નિપુણતા ડેવલપ કરી છે. હેલ્થકેર સર્વિસિઝ ઇન્ડસ્ટ્રીમાં આ કંપનીની વેસ્ટર્ન અને સેન્ટ્રલ ઇન્ડિયામાં મજબૂત માર્કેટ પોઝિશન છે.
અત્યાર સુધી 1.41 લાખથી વધુ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝની સાથે શેલ્બી ભારત અને દુનિયાભરમાં સૌથી મોટી સ્પેશ્યાલિસ્ટ જોઇન્ટ રિપ્લેસમેન્ટ પ્રોવાઇડરમાંની એક છે. દર વર્ષે કંપની એવરેજ 10થી 12 હજાર સર્જરીઝ કરે છે. આજે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝમાં શેલ્બીનો માર્કેટ શેર 5 ટકા અને પ્રાઇવેટ હેલ્થકેર પ્લેયર્સમાં 15 ટકા છે જે હાઇએસ્ટ છે. આ ઉપરાંત કંપનીની કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, ઓન્કોલોજી, બેરિયાટ્રિક્સ, લીવર અને રેન્ટલ ટ્રાન્સપ્લાન્ટ્સ જેવી ટર્શિયરી અને ક્વોટર્નરી સ્પેસ્યાલિટીઝમાં હાજરી છે. શેલ્બી અમદાવાદ સિવાય બીજા વિસ્તારો અને ખાસ કરીને નાના શહેરોમાં પણ વિસ્તાર કરવા જઇ રહી છે પરંતુ શરુઆતી તબક્કામાં દિલ્હી, એનસીઆર, કોલકાતા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આસામ પર કંપનીનું ફોકસ હશે.
જો ત્રિમાસિક પરિણામો પર નજર કરીએ તો FY23ના પહેલા 9 મહિનામાં કંપનીએ 605 કરોડ રૂપિયાની આવક અને 53.7 કરોડનો નફો કર્યો છે. આ આધારે FY23માં 805 કરોડ રૂપિયા, FY24માં 950 કરોડ રૂપિયા અને FY25માં 1159 કરોડ રૂપિયા આવક થવાનું અનુમાન છે. આ જ રીતે શેલ્બીને FY23માં 79 કરોડ રૂપિયા, FY24માં 101 કરોડ રૂપિયા અને FY25માં 135 કરોડ રૂપિયા નફો થવાની આશા છે. શેલ્બીની EPS એટલે કે પ્રતિ શેર કમાણી FY23માં 7.35 રૂપિયા, FY24માં 9.3 રુપિયા અને FY25માં 12.5 રુપિયા રહી શકે છે.
જો વેલ્યૂએશનની વાત કરીએ તો શેલ્બીનું માર્કેટકેપ અંદાજે 1460 કરોડ રૂપિયા છે અને FY24 અને FY25ના અંદાજીત EV/Ebitda(એબિટડા)ના આધારે શેર 9 ગણા અને 7 ગણાના મલ્ટીપલ પર કારોબાર કરી રહ્યો છે. 168 રુપિયાની 52 સપ્તાહની ઉંચાઇએથી આ શેર અંદાજે 20 ટકા અને એક મહિનામાં અંદાજે 12 ટકાનો ઘટાડો દર્શાવી ચૂક્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો