Money9: જો તમારી પાસે ટૂ વ્હીલર કે ફોર વ્હીલર છે અને તમારે ક્યારેક ગાડીને કોઇ મિકેનિકની પાસે લઇ જવી પડી હોય તો તમે મિન્ડા કોર્પોરેશનનું નામ જરૂર સાંભળ્યુ હશે. તમે જે ગાડીમાં બેસીને ફટાક દઇને તમારા ડેસ્ટિનેશને પહોંચી જાઓ છો કદાચ તેમાં આ કંપનીના જ કેટલાક કોમ્પોનન્ટ્સ લાગ્યા હશે. પરંતુ શું આ કંપની તમારા પોર્ટફોલિયોને ગતિ આપવામાં પણ આ જ રીતે મદદ કરી શકે છે? તો આનો જવાબ છે હાં, બિલકુલ…મિન્ડા કોર્પના શેરે છેલ્લા એક વર્ષમાં 27 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એટલું જ નહીં, એપ્રિલ 2020ના કોરોના કાળ સાથે જો આની તુલના કરીએ તો આ શેરની કિંમત ચાર ગણી થઇ ચુકી છે. હવે શેર બજારમાં તમે પણ રેસમાં સૌથી ઝડપી દોડતા ઘોડાની શોધમાં રહેતા હોવ છો. તો તમારા મનમાં ઘણાં સવાલ આવશે કે આ કંપનીના ફંડામેન્ટલ કેટલા મજબૂત છે? આની પર દાવ લગાવવો જોઇએ કે નહીં? તો આવો આ બધા વિશે જાણકારી મેળવીએ.
મિન્ડા કોર્પોરેશનનો બિઝનેસ શું છે?
સૌથી પહેલા એ જાણીએ કે મિન્ડા કોર્પોરેશનનો બિઝનેસ શું છે? તો મિન્ડા કોર્પોરેશન ઓટો કોમ્પોનન્ટ્સ બનાવનારી દેશની લીડિંગ કંપની છે જેની આખા દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હાજરી છે. આ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મુખ્યત્વે 3 પ્રકારના સેગમેન્ટ્સ છે. મેકાટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન એન્ડ કનેક્ટેડ સિસ્ટમ્સ અને જંકશન બોક્સ
કંપની કમાણી કેવી રીતે કરે છે
હવે એ જોઇએ કે કંપની કમાણી કેવી રીતે કરે છે. તો મિંડા કોર્પની આવકમાં ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટનો 54 ટકા, CVsનો 20 ટકા, આફટરમાર્કેટનો 17 ટકા અને પેસેન્જર વ્હીકલ સેગમેન્ટનો 9 ટકા ફાળો છે. છેવટે આ શેરમાં શાનદાર તેજી કેમ જોવા મળી રહી છે? આ તેજીના ટ્રિગર્સ શું છે? આ વાતને સમજીએ. કંપનીના ભવિષ્યના ગ્રોથમાં નવા પ્રોજેક્ટ્સ, ગ્રાહક સાથેના સંબંધોને ગાઢ બનાવવા અને નફાકારક ગ્રોથ પર ફોકસની મહત્વની ભૂમિકા હશે.
કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત
કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત છે. મુશ્કેલ વર્ષ હોવા છતાં FY22માં કંપનીનું વેચાણ 2,368 કરોડ રૂપિયાથી વધીને 2,976 કરોડ રૂપિયા રહ્યું છે. ઓપરેટિંગ પ્રોફિટ 179 કરોડ રૂપિયાની સરખામણીએ 296 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તો નફો 53 કરોડ રૂપિયાથી લગભગ પોણા ચાર કરોડ ગણો વધીને 192 કરોડ રૂપિયા રહ્યો છે.
આ જ રીતે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારાથી FY23ના બીજા ક્વાર્ટરમાં ટ્રેકટરને બાદ કરતાં બાકી બધા સેગમેન્ટની માંગમાં વધારો થયો છે. બીજા ક્વાર્ટરમાં 1147 કરોડ રૂપિયાના રેકોર્ડ વેચાણના દમ પર FY23ના પહેલા છ માસિકમાં કંપનીની આવક 1,289 કરોડ રૂપિયાથી 67 ટકા વધીને 2,157 કરોડ રૂપિયા થઇ છે.
કંપનીની પાસે ગ્રાહકોની કમી નહીં
બીજી મહત્વની વાત એ છે કે ઇન્ડસ્ટ્રીના બધા સેગમેન્ટમાં કંપનીની પાસે ગ્રાહકો છે. કંપનીના ગ્રાહક ટુ વ્હીલરમાં બજાજ ઓટો, હીરો મોટો કોર્પ, હોન્ડા મોટરસાયકલ, સુઝુકી મોટરસાયકલ, ટીવીએસ મોટર, યામાહા મોટર્સ છે તો થ્રી વ્હીલરમાં પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો હ્યુન્ડાઇ, એમ એન્ડ એમ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ સામેલ છે. હવે કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો અશોક લેલેન્ડ, વીઇ કોમર્શિયલ વ્હીકલ, ટાટા મોટર્સ જેવી બ્રાન્ડની હાજરી છે.
EV કારોબારમાં મજબૂત ગ્રોથ
ત્રીજી વાત એ છે કે કંપનીના EV કારોબારમાં મજબૂત ગ્રોથ રહ્યો છે. FY23ના પહેલા છ મહિનામાં કંપનીને 4,200 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. કુલ ઓર્ડર બુકમાં અંદાજે 20% હિસ્સો EV સેગમેન્ટનો છે. એક બીજી પોઝિટિવ ખબર એ છે કે મિન્ડા Corpએ ડેસંગ એલ્ટેક ADASની સાથે એક કરાર કર્યો છે. જેનાથી આ કંપની એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ, એરાઉન્ડ વ્યૂ મોનિટરીંગ સિસ્ટમની સાથે સાથે ઓફ-રોડ વ્હીકલ્સ માટે ડ્રાઇવર મોનિટરીંગ સિસ્ટમ, LDWS, FCWS, નિયોડેસ પર ફોકસ કરશે.
હવે જરા આ કંપનીના આઉટલુક અંગે સમજી લઇએ. તો કંપનીના પરિણામોમાં મજબૂત ગ્રોથ રહ્યો છે અને એક્સિસ સિક્યોરિટીઝ અનુસાર આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેવાનું અનુમાન છે. એટલું જ નહીં, કંપનીના દેવામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. FY23ના અંત સુધી તે ઘટીને 475 કરોડ રૂપિયા અને FY25ના અંત સુધી 400 કરોડ રૂપિયાની નીચે રહેવાનું અનુમાન છે. એટલું જ નહીં FY22ના અંતની સરખામણીએ FY24ના અંત સુધી આ શેરનું વેલ્યૂએશન લગભગ અડધું રહેવાનું અનુમાન છે. એટલે કે વેલ્યૂએશન્સ ઘણી આકર્ષક થઇ ગઇ છે.
આ શેરને લઇને બ્રોકર્સ પણ બુલિશ છે. એક્સિસ સિક્યોરિટીઝના શેરમાં 255 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ છે. આ લક્ષ્ય શેરના હાલના ભાવથી અંદાજે 27% ઉપર છે. એટલે કે હજુ પણ તેમાં તેજીની સંભાવના છે. મિન્ડા કોર્પે છેલ્લા એક વર્ષમાં સારુ રિટર્ન આપ્યું છે પરંતુ જો 52 સપ્તાહની ઉંચી કિંમત 287 રૂપિયાથી તુલના કરીએ તો તે અંદાજે 30 ટકા નીચે આવી ગયો છે. એટલે શેરમાં દરેક ઘટાડે ધીમે-ધીમે લાંબાગાળા માટે ખરીદી કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો