Money9: વિદેશી રોકાણકારોને ભારતીય બજારો ફરીથી આકર્ષવા લાગવા લાગ્યા છે. એપ્રિલના આંકડા તો આ જ સ્થિતિ દર્શાવી રહ્યા છે. એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ 11,631 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. FIIsના પાછા ફરવાથી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ બનતો દેખાયો. મુખ્ય સૂચકાંક હવે પોતાના શિખરેથી ફક્ત ચાર ટકા જ દૂર છે.
નવેમ્બર 2022 બાદ સૌથી મોટી ખરીદી
એપ્રિલમાં આવેલી આ ખરીદી નવેમ્બર 2022 બાદ સૌથી મોટી ખરીદી છે. નવેમ્બરમાં વિદેશી રોકાણકારોએ 22,546 કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરી હતી. પરંતુ ત્યારબાદ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં FIIs શુદ્ધ વેચવાલ રહ્યા. 3 મહિનામાં વિદેશી રોકાણકારોએ 66,786 કરોડ રૂપિયાની વેચવાલી કરી. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોની ખરીદીનો મોટાભાગનો હિસ્સો અમેરિકાના GQG ગ્રુપ તરફથી અદાણી સમૂહની કંપનીઓમાં કરવામાં આવ્યો હતો. જો તે રોકાણને હટાવી દઇએ તો માર્ચમાં પણ વિદેશી રોકાણકાર શુદ્ધ વેચવાલ રહ્યા.
FIISને ભારતીય બજારનું આકર્ષણ કેમ?
હવે અહીં બે સવાલ ઉભા થાય છે… પહેલો એ કે છેવટે 3 મહિના બાદ વિદેશી રોકાણકારોને ભારતીય બજાર ફરીથી કેમ આકર્ષક લાગવા લાગ્યા છે. તો આના જવાબમાં શેર ઇન્ડિયાના વીપી અને રિસર્ચ હેડ રવિ સિંઘ કહે છે કે શેર બજારમાં આવેલા ઘટાડાને પગલે શેરોનું વેલ્યૂએશન આકર્ષક થવાથી વિદેશી રોકાણકારોની ખરીદી પાછી ફરી છે. આ ખરીદી ક્યાં સુધી ચાલુ રહેશે તેના જવાબમાં રવિ સિંહ કહે છે કે ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ બાકીના દેશોની સરખામણીમાં સારો દેખાવ કરી રહી છે અને લાંબા સમય બાદ વિદેશી રોકાણકારોની ખરીદી પાછી ફરી છે એટલે આ ખરીદી 1 થી 2 મહિના સુધી ચાલુ રહી શકે છે.
રવિ સિંહના જણાવ્યા અનુસાર FMCG, પાવર અને બેંકિંગ શેરોમાં વિદેશી રોકાણકાર વધુ ખરીદી કરશે. અને આ સેકટર્સના શેરોમાં તેજી જોવા મળી શકે છે. જતાં જતાં એ પણ જાણી લો કે વિદેશી રોકાણકાર દરેક સેક્ટરમાં એકસરખું રોકાણ કરી રહ્યા છે.
સૌથી વધુ રોકાણ ક્યાં?
જો આંકડા પર નજર કરીએ તો શરુઆતના 15 દિવસમાં FIIsના કુલ રોકાણના 50% રોકાણ માત્ર ફાઇનાન્સિયલ સેક્ટરમાં જોવા મળ્યું છે. આ સેક્ટરમાં વિદેશી રોકાણકારોએ 4,640 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે..આ ઉપરાંત FIIsને ઓટો અને ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓ ઘણી સારી લાગી રહી છે. આ સેક્ટરમાં વિદેશી રોકાણકારોએ પોતાના કુલ રોકાણના 14 ટકા એટલે કે 1,259 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સેક્ટરમાં વિદેશી રોકાણકાર સતત બાયર બનેલા છે. વિદેશી રોકાણકારોની વાપસીથી બજારને મળેલી ગતિનો ફાયદો સામાન્ય રોકાણકાર ઉઠાવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો