Money9 Gujarati:
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ Cash અને Derivatives સેગમેન્ટમાં ઇક્વિટી ટ્રેડિંગ પરના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડો કર્યો છે. રોકાણકારોને આનાથી ફાયદો થશે, તેઓ સસ્તામાં શેરની ખરીદી અને વેચાણ કરી શકશે. NSEએ 12 માર્ચે આ સેગમેન્ટ્સ પરના ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં 1 ટકાનો ઘટાડો મંજૂર કર્યો છે. નવો ઘટાડેલો ચાર્જ 1 એપ્રિલથી લાગુ થશે. દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NSE એટલે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના બોર્ડે ચાર્જ ઘટાડવાની મંજૂરી આપી છે.
ચાર્જ ઘટવાથી NSEની વાર્ષિક આવકમાં લગભગ 130 કરોડ રૂપિયાનો ઘટાડો થવાનો અંદાજ છે. કરોડોના સોદા કરતા હશે તેમને થોડો ફાયદો થશે, પરંતુ બાકીના ટ્રેડર્સને કોઈ ખાસ ફાયદો થાય તેવું લાગતું નથી.
NSE ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. NSE પર નોંધાયેલા ઈન્વેસ્ટર્સની સંખ્યા 9 કરોડથી પણ વધારે છે. NSE પર રજિસ્ટર થયેલા ક્લાયન્ટ કોડની કુલ સંખ્યા 16.9 કરોડ છે. ટ્રેડિંગ વોલ્યૂમની દૃષ્ટિએ NSE ભારતનું જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્સ એક્સચેન્જ છે. ઈક્વિટી સેગમેન્ટમાં પણ NSE વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે.
NSE સામે હરીફાઈમાં ટકી રહેવા માટે BSEએ પણ ચાર્જમાં ઘટાડો કરવો પડશે. BSEએ તેના ચાર્જમાં ત્રિમાસિક ધોરણે 69 ટકા અને વાર્ષિક ધોરણે 163 ટકા વધારો કર્યો હતો. હવે જો BSE ભાવ ઘટાડશે તો BSEની આવકમાં પણ ઘટાડો થશે અને તેની અસર BSEના પોતાના જ શેર પર પડી શકે છે. BSEનો શેર છેલ્લાં 1 વર્ષમાં 400 ટકા વધી ચૂક્યો છે. પરંતુ આજે, NSEની જાહેરાત બાદ તેના શેરમાં અઢી ટકાનો ઘટાડો થયો હતો. BSEનો શેર 2,185 રૂપિયાનો છે.
NSEએ ટેક્નોલોજી અને શિક્ષણ સહિત નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે. ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાએ 60થી વધુ પક્ષો તરફથી રૂચિ દર્શાવાઈ છે. જેમાં 7 નોન-બાઈન્ડિંગ બિડ સબમિટ કરી હતી. અંતે 2 ખરીદદારો પાસેથી અંતિમ ઓફર્સ પ્રાપ્ત થઈ હતી. અને સૌથી વધુ બોલી લગાવનારએ વિશિષ્ટ વાટાઘાટામાં પ્રવેશ કર્યો છે. Avendus ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તરીકે સેવા આપી હતી, જેને ડેલોઈટ ફોર ફાયનાન્સ એન્ડ ટેક્સ ડિલિજન્સ, ડેલોઈટ ટેક્સ એડવાઈઝર તરીકે અને ઈન્ડસ લો કાયદાકીય સલાહકાર તરીકે સપોર્ટ કરે છે. વેચાણ પૂર્ણ થવાની અપેક્ષિત તારીખ 31 માર્ચ 2024 છે.
સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSEIT લિમિટેડ તેનો ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ 1,000 કરોડ રૂપિયામાં વેચી રહી છે. જેમાં NSEIT US, Aujas Cybersecurity Limited, અને CXIO Technologies Limited સહિતની પેટા કંપનીઓ પણ સામેલ છે. ડિજિટલ ટેકનોલોજી બિઝનેસ માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ 425-475 કરોડ રૂપિયાની રેન્જમાં હોવાની અપેક્ષા છે. NSEITના સ્ટેન્ડઅલોન બિઝનેસમાં ડિજિટલ એક્ઝામિનેશન અને ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ સમાવિષ્ટ છે. જેમાં હાલમાં જ ઈન્વેસ્ટકોર્પ દ્વારા ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ હસ્તગત કરવામાં આવ્યો છે. FY23માં કુલ કામગીરીમાંથી આવક 695 કરોડ રૂપિયા હતી. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં 639 કરોડ રૂપિયા થઈ છે. નેટવર્થ અનુક્રમે 256.91 કરોડ રૂપિયા અને 327.60 કરોડ રૂપિયા રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો