Money9: ટાયર બનાવનારી કંપની મદ્રાસ રબર ફેક્ટરી (MRF) ના શેરે આજે એટલે કે 13મી જૂને શેર બજારમાં એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આજે પહેલીવાર આ શેરની કિંમત રૂ. 1 લાખને વટાવીને રૂ. 100,440 પર પહોંચી ગઈ છે. જ્યારે સોમવારે તે રૂ.98969 પર બંધ રહ્યો હતો. આ દેશનો સૌથી મોંઘો સ્ટોક છે. જ્યારે કંપની માર્કેટમાં લિસ્ટ થઈ ત્યારે શેરનો ભાવ 11 રૂપિયા હતો. જે હવે 11 રૂપિયાથી વધીને 1,00,439.95 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરના લિસ્ટિંગ વખતે જો કોઇએ તેમાં રોકાણ કર્યું હશે તો તેને અત્યાર સુધીમાં 9130 ગણું એટલે કે લગભગ 912990 જેટલું રિટર્ન મળ્યું છે. એટલે કે અહીં 1 લાખ રૂપિયાના 91.30 કરોડ રૂપિયા થયા છે.
30 વર્ષમાં કેવું રહ્યો દેખાવ
MRFનું પૂરું નામ મદ્રાસ રબર ફેક્ટરી (MRF) છે. તેનો પાયો 1946માં નાખવામાં આવ્યો હતો. કંપનીનો સ્ટોક એપ્રિલ 1993માં શેરબજારમાં લિસ્ટ થયો હતો. ત્યારે શેરનો ભાવ રૂ.11 હતો. આજે શેરબજારમાં MRF સ્ટોક સૌથી મોંઘો સ્ટોક છે. આજે શેરનો ભાવ રૂ.100440 સુધી ગયો હતો. MRF એ 1962 માં ટાયર બનાવવાનું શરૂ કર્યું. 1964 માં, MRF ટાયરની અમેરિકામાં નિકાસ શરૂ થઈ. આ પછી, 1973 માં, દેશનું પ્રથમ રેડિયલ ટાયર રજૂ કરવામાં આવ્યું. આજે MRFનું માર્કેટ કેપ 42300 કરોડ રૂપિયા થઈ ગયું છે.
1 લાખ 91.3 કરોડ થયા
એમઆરએફના શેરોએ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આ શેરના લિસ્ટિંગ સમયે જો કોઈ વ્યક્તિએ પૈસાનું રોકાણ કરીને રાહ જોઈ હોત તો તેને 9100 ગણું વધુ વળતર મળ્યું હોત. જો કોઈએ તે સમયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત હવે 91.3 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીનો સ્ટોક ક્યારેય સ્પ્લિટ નથી થયો.
કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે
FY 2023 ના માર્ચ ક્વાર્ટરમાં MRF નો નફો (PAT) 313.56 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 86% વધારે છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 168.53 કરોડ હતો. કંપનીની કોન્સો રેવન્યુ 5,841.7 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 10.12% વધારે છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ઓપરેશનથી આવક 5,304.8 કરોડ રૂપિયા હતી. કંપનીની અન્ય આવક વાર્ષિક ધોરણે 66 કરોડથી વધીને 70 કરોડ થઈ છે. કુલ આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 5912 કરોડ રૂપિયા થઈ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં ફક્ત સ્ટોકના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારની સલાહ જરૂર લેવી જોઈએ.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો