MONEY9 GUJARATI: આજકાલ ઘણી માઇક્રોકેપ કંપનીઓના શેરની બોલબાલા છે. તો આ તેજી પાછળનું કારણ શું છે તે જો જાણવું હોય તો આ વીડિયો આખો જુઓ. હકીકતમાં સ્ટ્રોન્ગ ફન્ડામેન્ટલ્સ અને નાના રોકાણકારોની વધતી સંખ્યાને કારણે માઇક્રો શેર્સમાં તેજી જોવાઇ રહી છે. આટલું જ નહીં, એવું પણ મનાઇ રહ્યું છે કે, સેબી અને એક્સ્ચેન્જોની નવી મોનિટરિંગ સિસ્ટમ ESM એટલે કે એનહાઉન્સ્ડ સર્વેલન્સ મિકેનિઝમે પણ નાના રોકાણકારોને ફાયદો કરાવ્યો છે.
તો હવે સમજીએ કે માઇક્રોકેપ શેર હોય છે શું? તો જે કંપનીઓની માર્કેટ કેપ 500 કરોડથી ઓછી હોય છે તેમને માઇક્રોકેપ શેર કહેવામાં આવે છે. આવા લગભગ 1,750 સ્ટોક છે. છેલ્લા એક વર્ષમાં નિફ્ટી માઇક્રોકેપ 250 ઇન્ડેક્સે 47 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ સેક્ટરની ઘણી કંપનીઓના ફન્ડામેન્ટલ ખુબ મજબૂત છે, તેમણે સારા રિઝલ્ટ્સ આપ્યા છે. અને આ કંપનીઓની ઓર્ડર બુક સારી છે એટલે કે આ કંપનીઓને સારા ઓર્ડરો મળી રહ્યા છે. આ બધાને કારણે આ શેરોમાં તેજી જોવાઇ રહી છે.
પરંતુ આ પણ સાચું છે કે જો સેબીની કડકાઇ ના હોત તો આ શેરોમાં ભારે વધઘટથી બચી શકાય તેમ ન હતું. સટ્ટાખોરીને કારણે અગાઉ આ સેક્ટરની ઘણી કંપનીઓની માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. આને ધ્યાનમાં રાખીને સેબીએ આ વર્ષે જૂનમાં 500 કરોડથી ઓછી માર્કેટકેપ વાળી માઇક્રો કેપ કંપનીઓ અને સ્મોલ કંપનીઓ માટે ESM ફ્રેમવર્ક લાગુ કર્યું છે.
માર્કેટ એક્સપર્ટ રવિ સિંગ જણાવે છે કે, માઇક્રોકેપ કંપનીઓના ફન્ડામેન્ટલ્સ સ્ટ્રોંગ છે. જેના કારણે આ શેરોમાં તેજી છે. આ વાત પણ સાચી છે કે, સેબીના ESM ફ્રેમવર્કે આ શેરોમાં સટ્ટાકોરીની શક્યતા ઘટાડી છે અને રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.
મુખ્ય વાત તે છે કે, શેર પર નજર રાખતી ESM સિસ્ટમને કારણે ભાવમાં મોટી વધઘટ અટકી છે.
જો કોઇ શેરમાં ત્રણ ચાર દિવસમાં કોઇ અસાધારણ મૂવમેન્ટ જોવા મળે છે તો તેને તાત્કાલિક સર્વેલન્સ સિસ્ટમ હેઠળ મુકવામાં આવે છે. કોઇ શેરને સર્વેલન્સ સિસ્ટમ હેઠળ મુકવા કે નહીં તેના માટે ક્રાઇટેરિયા પહેલેથી નિર્ધારીત કરેલા છે. પણ સેબી એડિશનલ સર્વેલન્સ મેઝર્સ અથવા ગ્રેડેડ સર્વેલન્સ મેઝર જેવા વિવિધ પગલા મારફતે શેરો પર પહેલેથી જ નજર રાખી રહી છે. હવે સેબી માઇક્રોકેપ શેર્સ માટે એનહાનસ્ડ સર્વેલન્સ મેઝર્સ ફ્રેમવર્ક પણ અમલમાં મૂકી દીધું છે. આ નિર્ણયનો 5 જૂન 2023થી અમલ શરૂ થઇ ગયો છે.
આમાં બે પ્રકારનું મોનિટરિંગ થાય છે, પહેલું છે ESM STAGE 1 અને બીજું છે ESM STAGE 2. આ નિયમ સરકારી કંપનીઓ અથવા બેન્કો તેમજ ફ્યુચર્સ ટ્રેડિંગ પર લાગુ પડતો નથી.
આ મોનિટરિંગ અને કડકાઇને કારણે માઇક્રોકેપ સ્ટોકને તો ફાયદો જ થતો દેખાઇ રહ્યો છે. જો આપણે ટોપ માઇક્રોકેપ સ્ટોક પર નજર કરીએ તો, તેઓ જૂન મહિનાથી 83થી 107 ટકાનું શાનદાર રિટર્ન આપી રહ્યા છે.
ઘણી વખત, સટ્ટાખોરો નાના શેરોમાં પ્રમોટરો સાથે જોડાણ કરીને સટ્ટાબાજી જેવી ચાલાકી કરે છે જેમાં સામાન્ય રોકાણકારોના પૈસા ફસાઇ જાય છે અને તેમને ભારે નુકસાન થાય છે. પરંતુ હવે સેબીની કડકાઇ બાદ આ જ આશા છે કે, રોકાણકાર ખાસ કરીને નાના રોકાણકારમાં છેતરપીંડીથી બચી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો