MONEY9: કોઇપણ શેરમાં પૈસા લગાવતા પહેલાં સમજદાર ઇન્વેસ્ટર્સ કંપનીના વેલ્યૂએશન પર જરૂર નજર નાંખે છે. સારું વેલ્યૂએશન એટલે સ્ટોકના ઉપર જવાની સંભાવના એટલી જ મજબૂત. અત્યારના સંજોગોમાં કંપનીઓની વેલ્યૂએશનને લઇને લોકો વધુ સચેત થઇ ગયા છે.
ઊંચું વેલ્યુએશન કારણ કે ઘણાં સ્ટાર્ટઅપ્સ બજારમાં ઉંધા માથે પટકાયા છે. ઉંચા વેલ્યૂએશનની સાથે બજારમાં એન્ટ્રી કરનારા સ્ટાર્ટઅપ્સના શેરોના ખરીદાર માર્કેટમાંથી જાણે કે ગાયબ છે. બસ આ જ કારણથી લોકો તેનાથી દૂર ભાગી રહ્યાં છે. પરંતુ એક વાત મગજમાં એ પણ આવે છે કે શું એવું પણ બની શકે કે કોઇ શેરનું વેલ્યૂએશન ઉંચુ હોય, તેમ છતાં તેમાં તમારી ઝોળી ભરવાની તાકાત હોય? બેંકિંગ સેક્ટરની વાત કરીએ તો આવું એક ઉદાહરણ કોટક બેંકના કિસ્સામાં જોવા મળે છે. હકીકતમાં, બીજી દિગ્ગજ બેંકોના મુકાબલે કોટક બેંકનું વેલ્યૂએશન વધારે છે.
કોટક બેન્કની સ્થિતિ કોટકની પ્રાઇસ ટુ બુક વેલ્યૂ 3.67 ગણી છે. જેની સરખામણીમાં, HDFC બેંક 3.06 ગણા, ICICI બેંક 2.93 અને એક્સિસ બેંક 1.72 ગણા વેલ્યૂએશન પર ચાલી રહી છે. તો હવે આવે છે સવાલ કે શું કોટક બેંકમાં ઉંચા વેલ્યૂએશન પર તમને રિટર્ન આપવાની તાકાત છે કે હમણાં આ શેરથી દૂર રહેવું જોઇએ?
સતત સારો ટ્રેક રેકોર્ડ આના માટે ચાલો થોડા આંકડા ચકાસી લઇએ. સૌથી પહેલી વાત કરીએ NIM ની. NIM એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. એટલે વ્યાજ પર બેંકોને કેટલું માર્જિન મળી રહ્યું છે. બીજી દિગ્ગજ બેંકોના મુકાબલે કોટકનું NIM સૌથી વધુ છે. એટલે કે વ્યાજ પર બેંક જોરદાર કમાણી કરી રહી છે. અને એવું પણ નથી કે કોટક બેંકની NIM એવરેજની દ્રષ્ટિએ જ વધારે છે. પરંતુ બેંક સતત ઘણાં વર્ષોથી ઉંચા NIM નો ફાયદો ઉઠાવી રહી છે.
તમામ મોરચે મજબૂત પ્રદર્શન RoA ની વાત કરીએ તો પણ કોટક સૌથી આગળ છે. જો લાયબિલિટીઝ એટલે કે લોનની વાત કરીએ તો પણ કોટક સૌથી આગળ છે. હવે જો લાયબિલિટીઝ એટલે લોનના ખર્ચની વાત કરીએ તો કોટક બેંકની ગણતરી સૌથી મજબૂત બેંકોમાં થાય છે. એટલે બધા મહત્વના ફેક્ટર્સ પર કોટક બેંક અન્ય દિગ્ગજ બેંકોથી મજબૂત સાબિત થઇ છે.
CASA, NPA પર નજર બેંકિંગ બિઝનેસના બીજા ફેક્ટર્સ જેવા કે CASA રેશિયો, NPAની વાત કરીએ તો બેંકે સતત તેમાં પણ સારુ પર્ફોર્મ કર્યું છે. એકબાજુ કોટકનો કાસા રેશિયો સ્થિર રહ્યો છે, તો બીજીબાજુ બેંકે NPAને નીચે લઇ જવામાં પણ મહેનત કરી છે. એટલું જ નહીં વાર્ષિક પરિણામો જોઇએ તો પણ કોટક બેંકનો પ્રોફિટ ગ્રોથ વધીને 23 ટકા પર પહોંચી ગયો છે.
પ્રીમિયમ વેલ્યુએશનના કારણો તો હવે મોટામોટું એ સમજાય છે કે કોટક બેંકનું વેલ્યૂએશન પ્રીમિયમ પર હોવાના બે કારણો છે. એક તો સતત સારુ પર્ફોર્મન્સ અને બીજું મજબૂત ગ્રોથ આઉટલુક.
કેટલું રિટર્ન મળ્યું? 2001થી અત્યાર સુધી કોટક બેંકમાં રોકાણકારોએ 745 ગણું રિટર્ન પ્રાપ્ત કર્યું છે. કોટક બેંકમાં રિટર્નનો ચાર્ટ તમને ચોંકાવવા માટે પૂરતો છે. જો હાલના સમય પર નજર કરીએ તો કોટક બેંકનો શેર પણ ઘટાડાનો શિકાર થયો છે. 52 સપ્તાહના હાઇથી આ 20 ટકા નીચે ચાલી રહ્યો છે. ગોલ્ડમેન શાક્સના અનુસાર છેલ્લા 2 વર્ષોથી વેલ્યૂએશનના હિસાબે કોટક બેંકે બેંક નિફ્ટીને અંડરપર્ફોર્મ કરી છે. ગોલ્ડમેન શાક્સનું અનુમાન છે કે FY27 સુધી કોટક બેંકની માર્કેટ કેપ વધીને 100 અબજ ડોલર પર પહોંચી શકે છે.
આગામી સફર એટલે આવતા પાંચ વર્ષમાં માર્કેટ કેપમાં 2 ગણાંથી વધુની વૃદ્ધિની આશા છે. Bajaj Fin, SBI Card જેવા મોંઘા શેરોની સરખામણીમાં કોટક બેંક અંદાજે 30% ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યો છે. બ્રોકરેજ હાઉસે એમ પણ કહ્યું છે કે વ્યાજ દરોમાં વધારાના સમયમાં કોટક બેંક ફાયદો ઉઠાવવાની પોઝિશનમાં છે. મજબૂત કારોબાર અને ઓછા જોખમના કારણે મોટાભાગના બ્રોકર્સ પણ કોટક બેંકને લઇને બુલિશ છે.
સારા વળતરની આશા ભલે કોટક બેંકનું વેલ્યુએશન પ્રીમિયમ પર દેખાતું હોય પરંતુ બેંકના ધંધા અને માર્કેટ પોઝિશનને જોતાં તમે સારા રિટર્નની આશા કરી શકો છો. પરંતુ રોકાણનો કોઇપણ નિર્ણય કરતાં પહેલાં તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે જરૂર ચર્ચા કરવી જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો