અમદાવાદઃ
સિગારેટથી લઈને હોટેલ બિઝનેસમાં સક્રિય ITCનો શેર 52-સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. ચાલુ વર્ષે તેનો શેર 22 ટકા વધ્યો છે, જેના કારણે તે દેશની ટોપ-10 માર્કેટ કેપ કંપનીમાં પણ સામેલ થઈ છે. તેની માર્કેટ કેપ રૂ.5 ટ્રિલિયનને પાર થઈ ગઈ છે.
BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 409ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને તેનું માર્કેટ કેપ રૂ.5 લાખ કરોડને પાર થઈ ગયું હતું. અગાઉ 2015માં આઈટીસી 409ની સપાટીએ હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોનસની ગણતરી કરવામાં આવી નથી.
રોકાણકારો ITCને તેના સ્થિર રોકડ પ્રવાહ અને ડિવિડન્ડને કારણે રક્ષણાત્મક વિકલ્પ તરીકે જુએ છે. તદુપરાંત, સિગારેટના જથ્થામાં ડબલ ડિજિટ ગ્રોથ અને તેના હોટલ બિઝનેસમાં મજબૂત રિકવરી દ્વારા સમર્થિત કંપનીના મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સે મૂળભૂત દૃષ્ટિકોણમાં સુધારો કર્યો છે.
ટોપ-5 કંપનીઓઃ માર્કેટકેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીઓની વાત કરીએ તો, આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી આગળ છે જ્યારે TCS બીજા ક્રમે છે. રિલાયન્સની માર્કેટ કેપ રૂ.15,89,169.49 કરોડ છે જ્યારે TCSની માર્કેટ-કેપ રૂ.11,56,863.98 કરોડ છે. ત્યારબાદ HDFC Bank, ICICI Bank, HUL અને Infosysનો ક્રમ આવે છે.
ITC માટે બુલિશ વ્યૂઃ કંપનીના આકર્ષક પર્ફોર્મન્સ અને મજબૂત ફંડામેન્ટલ્સને જોતાં માર્કેટ નિષ્ણાતો આઈટીસીના શેરમાં ખરીદીનો કોલ આપી રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં અને નાણાકીય વર્ષ 24માં ITCની કમાણીની કામગીરી મજબૂત રહી છે. FY23માં આઈટીસીની શેરદીઠ કમાણી 23 ટકા વધી છે. અમે આગામી બે વર્ષમાં પણ 15 ટકાના સંભવિત EPS CAGRની અપેક્ષા રાખીએ છીએ. FY23 અને FY24નો રેવન્યુ ગ્રોથનો અંદાજ તેમજ બે વર્ષના CAGR પર અન્ય લાર્જ-કેપ સ્ટેપલ્સ પ્લેયર્સ કરતાં ITCનો કમાણીની દૃષ્ટિકોણે વધુ સારી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો