MONEY9 GUJARATI: શું સુગર શેર ખરીદવાનો આ યોગ્ય સમય છે? તેને સમજવા માટે આવો આપણે સૌથી પહેલાં સુગર સેક્ટરની હિલચાલ પર નજર નાંખીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચી ખાંડની કિંમત 11 વર્ષની નવી ઉંચાઇ પર પહોંચી ગઇ છે. ગયા એક મહિનામાં કાચી ખાંડના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં 6 ટકાનો વધારો થઇ ચુક્યો છે. ખાંડ વર્ષ 2022-23 માટે સ્થાનિક ઉત્પાદનના અંદાજમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે રિટેલ ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. સરકારે ખાંડની નિકાસ માટે 61 લાખ ટનની મર્યાદા નક્કી કરી છે.
દેશમાં ખાનગી ખાંડ મિલોના સંગઠન The Indian Sugar Mills Association એટલે કે ISMAએ ખાંડ વર્ષ 2022-23માં ખાંડના ઉત્પાદનના અંદાજમાં ફરી એક વખત ઘટાડો કર્યો છે. નવા અનુમાનમાં ISMAએ આ વર્ષમાં 328 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો છે. આના પહેલાં જાન્યુઆરીમાં 340 લાખ ટન ઉત્પાદનનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે પહેલો અંદાજ આવ્યો હતો ત્યારે 365 લાખ ટન ખાંડના ઉત્પાદનની સંભાવના વ્યક્ત કરાઇ હતી. ખાંડ વર્ષ 2021-22 દરમિયાન દેમાં 358 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
એપ્રિલ પુરો થતા પહેલાં બધી જ મિલો બંધ થઇ ગઇ છે જેને કારણે ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે સુગર મિલો જ્યારે શેરડીની કાપણી ચાલુ થાય છે ત્યારે નવેમ્બરમાં ખુલે ચે અને જૂન અથવા જુલાઇ મહિના સુધી ચાલે છે. કમોસમી વરસાદ, ઓછું વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડાને કારણે સ્થાનિક જ નહીં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સુગરના ભાવ પર અસર થઇ છે. ખાંડનો વૈશ્વિક ભાવ અત્યારે 55 રૂપિયા પ્રતિ કિલો છે જે 11 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે.
સરકારે ખાંડની નિકાસ માટે 61 લાખ ટનની મર્યાદા નિર્ધારીત કરી છે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પહેલા ખાંડના ભાવમાં મોટો ઉછાળો થવાની શક્યતા નિષ્ણાતોને ઓછી જણાઇ રહી છે. જો સ્થાનિક ભાવમાં મોટો ઉછાળો આવશે તો સરકાર વધુ નિકાસની કદાચ મંજૂરી ના આપે. ગરમી વધતા મોટા BULK BUYERS તરફથી માગમાં વધારો થવાની શક્યતા છે. એપ્રિલ-જૂન દરમિયાન ગરમી વધતા કોલ્ડ ડ્રિન્ક્સ અને આઇસક્રીમની ખપત વધી જાય છે, જેને કારણે ખાંડની માગને ટેકો મળે છે. ઉનાળામાં લગ્નગાળો હોવાને કારણે પણ માગને ટેકો મળે છે.
હવે મહત્વનો સવાલ તે છે કે આ બધા ડેવલપમેન્ટની સુગર સેક્ટરના શેર પર શું અસર પડી રહી છે? ઉત્પાદનમાં ઘટાડો, સ્થાનિક બજારમાં ભાવ વધવાને કારણે સુગર શેરોમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. માર્ચમાં મોટાભાગના સુગર શેર્સે હાલની નીચલી સપાટીએ જઇને આવ્યા છે.
ભાવમાં ઉછાળો આવતા શેરમાં હાલના ઘટાડાથી ઘણી રિકવરી જોવા મળી છે પરંતુ શેર હજુ પણ તેની 52 સપ્તાહની ટોચથી ઘણા નીચે ટ્રેડ થઇ રહ્યા છે. દિગ્ગજ શેર પોતાની 52 સપ્તાહની ટોચથી 15-32 ટકા ઓછા ભાવે ટ્રેડ થઇ રહ્યા છે.
એકંદરે એમ કહી શકાય કે, સુગર સેક્ટરમાં થયેલી હિલચાલને કારણે તેના શેરમાં થોડી રિકવરી આવી છે પરંતુ હજુ પણ તે તેની 52 સપ્તાહની ટોચથી દૂર છે. હવે તે પણ જોઇ લઇએ કે આ સેક્ટરનો આઉટલૂક શું ? શું સુગર શેર્સમાં અત્યારે ખરીદીનો યોગ્ય સમય છે? જો હા તો ક્યા શેર્સમાં ખરીદી કરવી જોઇએ અને ટાર્ગેટ શું હોવું જોઇએ?
તો આ આખી વાતમાં નિષ્ણાતો પાસેથી મળતી માહિતી મુજબ હવે તમને સમજાઇ ગયું હશે કે સુગર સેક્ટર તમારા પોર્ટફોલિયોમાં કેટલી મીઠાશ લાવી શકે છે? તમે તમારા પોર્ટફોલિયોનો એક હિસ્સો સુગર સેક્ટરમાં લગાવી શકો છો. પરંતુ બે વાતોનું ખાસ ધ્યાન રાખો. પહેલું તે કે, શેર બજારમાં તેજી મંદી ચાલુ જ રહે છે અને બીજું કે, સુગર સેક્ટર સાયક્લિક સ્વભાવની ઇન્ડસ્ટ્રી છે. સાયક્લિક સ્વભાવનો અર્થ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પણ ચડાવ-ઉતાર ચાલુ રહે છે. ક્યારેક ઉત્પાદન જરૂર કરતાં વધુ થઇ જાય તો ભાવ ઘટી જશે. પરંતુ વર્તમાન સ્થિતિમાં તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, ઉત્પાદન ઓછું છે તો નિકાસ પણ વધારે નહીં થઇ શકે. માટે શક્ય છે કે સરકાર તેમાં દખલ કરે. તો તમારે રોકાણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે.
જુઓ વીડિયો:
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો