Money9: કોરોના મહામારીથી એકબાજુ કરોડો લોકો પરેશાન હતા, તો બીજી બાજુ ફાર્મા કંપનીઓ માટે આ વાયરસ ફાયદાનો સોદો સાબિત થયો. આવી જ એક કપની છે Divi’s Laboratories (ડિવીસ લેબોરેટરીઝ) કે Divi’s Lab.
શેરમાં ઉતાર-ચડાવ
માર્ચ 2020માં ભારતમાં કોરોનાના કારણે જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે Divi’s Labના શેરનો ભાવ અંદાજે 3,450 રૂપિયા હતો. ત્યારબાદ ઓક્ટોબર 2021માં આ શેર 5372 રૂપિયા પર પહોંચી ગયો. એટલે લગભગ દોઢ વર્ષમાં આ શેરે રોકાણકારોને 55 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું.
પરંતુ ઓક્ટોબર 2021 બાદ આ શેર ફરી ઘટવા લાગ્યો. ચોથા ક્વાર્ટરમાં રેકોર્ડ વેચાણ અને ઓપરેટિંગ પ્રોફિટ હતો તેમ છતાં આ વર્ષે Divi’s Labનો શેર અત્યાર સુધી અંદાજે 20 ટકા ઘટી ચૂક્યો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ઇન્ડેક્સ માત્ર 11 ટકા જ તૂટ્યો હતો. ચાલો તમને જણાવીએ કે છેવટે શું થઇ રહ્યું છે Divi’s Labના શેરમાં? પરંતુ તેની પહેલા એક નજર નાંખી લઇએ Divi’s Labના ત્રિમાસિક પરિણામો પર.
શાનદાર પરિણામો
માર્ચ 2022ના ક્વાર્ટરમાં કંપનીની આવકમાં અંદાજે 41 ટકાનો શાનદાર ગ્રોથ થયો. આ સમયગાળા દરમિયાન ઓપરેટિંગ માર્જિનમાં અંદાજે 54 ટકા અને ચોખ્ખા નફામાં અંદાજે 78 ટકાનો શાનદાર વધારો જોવા મળ્યો.
હવે જોઇએ કે આ ક્વાર્ટર દરમિયાન આ શેરની ચાલ કેવી રહી. તો આ શેર તેની 52 સપ્તાહની ટોચેથી અંદાજે 30 ટકા તૂટી ચૂક્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો 22 જુલાઇ સુધી આ શેર અંદાજે 20 ટકા ઘટી ચૂક્યો છે. જેની સામે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં અંદાજે 11 ટકાનો જ ઘટાડો થયો છે.
કેવો છે કંપનીનો બિઝનેસ
હવે એક નજર કરીએ કંપનીના બિઝનેસ પર…કંપની જેનરિક API અને intermediateનું મેન્યુફેક્ચરિંગ કરે છે. જે દવાઓ બનાવવા માટે મહત્વની સામગ્રી છે. એટલે કહી શકાય કે, કંપની ઘણાં મહત્વના કારોબારમાં છે. આ ઉપરાંત, તે MNC ફાર્મા કંપનીઓ માટે active ingredients (એક્ટિવ ઇન્ગ્રેડિએન્ટ્સ) અને advanced intermediatesનું Custom Synthesis (કસ્ટમ સિન્થેસિસ) કરે છે. કંપની અન્ય speciality chemicals અને complex compounds (કોમ્પ્લેક્સ કમ્પાઉંડ્સ)નું મેન્યુફેકચરિંગ પણ કરે છે.
કંપની વિશાખાપટ્નમ અને હૈદરાબાદમાં બે મેન્યુફેક્ચરિંગ એકમો ધરાવે છે. એટલું જ નહીં કંપની ગયા વર્ષથી જ કાકીનાડામાં એક નવો પ્લાન્ટ લગાવવાની યોજના પર કામ કરી રહી છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે, શાનદાર ત્રિમાસિક પરિણામો છતાં કંપનીના શેરોમાં આટલો ઘટાડો કેમ થઇ રહ્યો છે?
કેમ થઇ રહ્યો છે ઘટાડો
તો વાત એમ છે કે કંપનીના મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 22-23 માટે આવકમાં માત્ર 5 થી 10% ગ્રોથનું અનુમાન લગાવાયું છે. જ્યારે નાણાકીય 21-22 તે 28% હતો. ગ્રોથ ઉપરાંત મોંઘા વેલ્યૂએશનની ચિંતાથી બ્રોકર્સે ગ્રોથ અનુમાનમાં ઘટાડો કર્યો છે. કોવિડની સાથે જોડાયેલા ઉત્પાદનોના વેચાણમાં ઘટાડાના કારણે ટૂંકા ગાળામાં દબાણની આશંકા છે. બીજી પણ કેટલીક સમસ્યા છે. સપ્લાયની કમીના કારણે API સેગમેન્ટમાં કાચા માલની કિંમતો કે ખર્ચમાં સતત વધારો થયો છે. આ ઉપરાંત, વધતી સ્પર્ધાથી API સેગમેન્ટમાં પ્રાઇસિંગમાં દબાણથી માર્જિન પર અસર થવાની આશંકા છે. આવો એ પણ જાણી લઇએ કે Divi’s Labને લઇને બ્રોકર્સનો શું મત છે. તો બ્રોકર્સે આ શેરના અનુમાનમાં ઘટાડો કર્યો છે, પરંતુ તેમને લાંબાગાળા માટે તેજી દેખાઇ રહી છે.
આટલા ઘટાડા છતાં Divi’s Lab પર ભરોસો મૂકવાનું કારણ શું?
હકીકતમાં CSમાં તેનો મોટી ગ્લોબલ ફાર્મા કંપનીઓ સાથે મજબૂત કારોબારી સંબંધ છે. FY22માં કંપનીની આવકનો 90% હિસ્સો એક્સપોર્ટથી આવ્યો છે. એટલે કે ડૉલરની સરખામણીમાં રૂપિયાની નબળાઇથી કંપનીનો ફાયદો થયો છે. જેનરિક સેગમેન્ટમાં મોટો માર્કેટ શેર ધરાવતી પ્રોડક્ટ્સમાં બેકવર્ડ ઇન્ટીગ્રેશનથી કંપનીને લાભ થયો છે. અન્ય ઉત્પાદનોમાં પણ આ રણનીતિ અપનાવવાની યોજના છે. કંપની API સેગમેન્ટમાં ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. જરૂર પડે મેનેજમેન્ટ ક્ષમતા વિસ્તાર પર 4000 થી 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા પણ તૈયાર છે. કંપની પર લગભગ નહીંવત જેટલું દેવું અને 2000 કરોડ રૂપિયાથી વધુની રોકડ હાથ પર છે અને વ્યાજ ચૂકવણી પર સામાન્ય ખર્ચ છે.
જાણકારોનું કહેવું છે કે ઑર્ડર પૂરા કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ, ક્ષમતા વિસ્તરણ પર ફોકસ, ગ્લોબલ કંપનીઓ સાથે મજબૂત સંબંધોને કારણે લાંબાગાળા માટે ગ્રોથની સંભાવના યથાવત છે. રોકાણકાર ઓછામાં ઓછા બે થી 3 વર્ષના દ્રષ્ટિકોણથી દરેક ઘટાડે આ શેરમા ખરીદીની તક જોઇ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો