Money9: વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં નિફ્ટી-50 કંપનીઓના નફામાં 28 ટકાનો વધારો થયો છે. બીજી તરફ બ્રોકિંગ હાઉસ મોતીલાલ ઓસવાલે 21 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ઓટો, BFSI એટલે કે બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ અને સિમેન્ટ ક્ષેત્રની કંપનીઓના પરિણામો સૌથી સારા રહ્યા છે. પરંતુ જ્યાં સુધી અન્ય સેક્ટર્સની વાત છે. તો ઓટો, BFSI અને સિમેન્ટ ઉપરાંત હેલ્થકેર, મેટલ સેક્ટરની કંપનીઓના પરિણામો પણ સારા રહ્યા છે. કન્ઝ્યુમર અને આઈટી સેક્ટરના પરિણામો અપેક્ષા મુજબના રહ્યા છે. પરંતુ શું કોઈ સેક્ટરના પરિણામો ખરાબ પણ આવ્યા છે? જો હાં, તો તે કયું સેક્ટર છે? તે સેક્ટરનો આઉટલુક કેવો છે? અને શું હવે તે સેક્ટરની કંપનીઓના શેર ખરીદવા જોઈએ? આવો સમજીએ…
સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન કેમિકલ સેક્ટરની મોટાભાગની કંપનીઓના પરિણામો નિરાશાજનક રહ્યા છે. તેનો અર્થ એ કે પરિણામો બજારની ધારણા કરતા ખરાબ રહ્યા છે… તો ચાલો પહેલા આ ક્ષેત્રની કંપનીઓની ત્રિમાસિક કામગીરીને સમજીએ…
ગ્રાહકને સ્ટોક ખાલી કરવા એટલે કે ડિસ્ટોકિંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે કેમિકલ સેક્ટરની કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા રહેવાની ધારણા હતી.
કેમિકલ્સનો ઉપયોગ કરતી કંપનીઓની નબળી માંગ અને ચીનની વધતી સ્પર્ધાને કારણે વોલ્યુમ પર અસર થવાની આશંકા બજાર પહેલેથી માનીને ચાલી રહ્યું હતું.
ઉપરાંત, ખર્ચમાં વધારો, વ્યાજ અને ડેપ્રિસિએશન ખર્ચમાં વધારાથી કંપનીઓના નફા પર દબાણ થવાની સંભાવના હતી. કારણ કે છેલ્લા એક વર્ષમાં મોટાભાગની કંપનીઓ દ્વારા ક્ષમતા વિસ્તરણ પરના મોટા ખર્ચને કારણે વ્યાજ અને ડેપ્રિસિએશન ખર્ચમાં વધારો થવાની ધારણા હતી. માર્જિન પર પણ દબાણની શક્યતા હતી. કારણ કે ક્રૂડના ભાવમાં વધારાને કારણે કાચો માલ મોંઘો થવાની ધારણા હતી.
પરંતુ નબળી માંગને કારણે, વધેલા ખર્ચનો પાસ-થ્રુ મર્યાદિત રહેવાની સંભાવના હતી… આવી સ્થિતિમાં, મોટાભાગની કંપનીઓના નફા પર દબાણ સ્વાભાવિક હતું… ગુજરાત ફ્લુરોનો નફો વાર્ષિક ધોરણે 85 ટકાથી વધુ ઘટી ગયો.
જો કે, નબળા ક્વાર્ટરના અંધકારમાં, પસંદગીની કંપનીઓના નફામાં ગ્રોથનો પ્રકાશ પણ જોવા મળ્યો… આમાં, સુદર્શન કેમિકલનું પરિણામ શાનદાર રહ્યું. જેને પશ્ચિમી દેશોમાંથી પિગમેન્ટ બિઝનેસમાં ઘટાડાનો લાભ મળી રહ્યો છે.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાના જણાવ્યા મુજબ… ચીનમાં મંદી અને ત્યાંની કંપનીઓમાંથી થઇ રહેલા ડમ્પિંગને કારણે… પરિણામો પર દબાણ જોવા મળ્યું છે… પસંદગીના કેમિકલ શેરોમાં વેલ્યુ બાઇંગ થઈ રહ્યું છે… પરંતુ તે સસ્ટેન નથી રહી. બજારમાં 1-2 ક્વાર્ટરમાં ક્લેરિટી આવવાની આશા છે.
હવે સવાલ એ છે કે મોટાભાગની કેમિકલ કંપનીઓના પરિણામો ભલે ખરાબ રહ્યાં હોય પરંતુ શું આવનારા ક્વાર્ટરમાં આ કંપનીઓનો આઉટલૂક સમાન રહેવાની ધારણા છે?
આ ક્ષેત્રની કંપનીઓ માટે યુએસ અને યુરોપ સૌથી મોટા નિકાસ બજારો છે… જ્યાં હજુ પણ સમસ્યાઓ ચાલુ છે. મંદીની આશંકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક મંદીના કારણે કેમિકલ સેક્ટર પર બ્રોકર્સ સાવધાની રાખી રહ્યા છે…જો કે, કંપનીઓના મેનેજમેન્ટને H2FY24 એટલે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળાથી માંગ અને પરિણામોમાં સુધારાની અપેક્ષા છે. આ એટલા માટે છે કારણ કે ચીનની અર્થવ્યવસ્થા અને વપરાશમાં નીચલા સ્તરેથી રિકવરી થઈ રહી છે.
ભલે તેની સસ્ટેનિબિલિટી એટલે કે ચાલુ રહેવા અંગે પ્રશ્નાર્થચિન્હ છે… બજારનો એક વર્ગ એમ પણ માની રહ્યો છે કે 2023 ના બીજા છ મહિનામાં ભાગમાં માંગમાં અત્યાર સુધીમાં સુધારાનો કોઇ સંકેત જોવા નથી મળ્યો. કારણ કે ચીનની વધતી જતી સ્પર્ધાને કારણે કોમોડિટી કેમિકલના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે.
માર્જિનમાં કોઈપણ સુધારો H2FY24 એટલે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળાથી દેખાવો જોઇએ જ્યાં સુધી માંગની વાત છે તો સ્થિતિ મિશ્ર છે.
એક તરફ, ફાર્માની માંગ સપાટ છે… કારણ કે API ભાવમાં ઘટાડો અને યુએસમાં ઘટાડાનો તબક્કો પૂરો થઈ ગયો છે. બીજી તરફ, ઉંચી ઇન્વેન્ટરીને કારણે એગ્રોકેમિકલ્સ સેક્ટરની માંગ હજુ પણ નબળી છે. જ્યાં સુધી વેલ્યુએશનનો સવાલ છે તો કેમિકલ કંપનીઓએ પોઝિટિવ્સને ફેક્ટર ઇન કરી લીધું છે અને મોટાભાગની કંપનીઓના શેર ફેર વેલ્યૂએશન્સની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.
સંતોષ મીણા માને છે કે આ ક્ષેત્રનો લાંબા ગાળાનો આઉટલુક હજુ પણ મજબૂત છે… માત્ર વૈશ્વિક મંદી અને ચીન તરફથી સ્પર્ધાના કારણે ટૂંકા ગાળામાં દબાણ જોવા મળી રહ્યું છે.
તો આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સેક્ટરની કંપનીઓમાં પૈસા લગાવવા જોઈએ… કે દૂર રહેવું જોઈએ? આ સેક્ટરની અસંખ્ય લિસ્ટેડ કંપનીઓમાંથી સારી કંપનીઓ પસંદગી કેવી રીતે કરવી?
સંતોષ મીણાના મતે આ સેક્ટરમાં 2 થી 3 વર્ષના દ્રષ્ટિકોણથી SRF, દીપક નાઈટ્રેટ, ટાટા કેમિકલ્સ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, PI ઈન્ડસ્ટ્રીઝમાં ધીમે ધીમે ખરીદી શરૂ કરી શકાય છે. જ્યાં સરેરાશ 20 ટકા રિટર્ન મળવાની શક્યતા છે. કોઇ મોટી તેજી બનવા માટે પરિણામોમાં રિકવરી આવવી જરૂરી છે. કોઇ કેમિકલ શેરમાં રોકાણ કરતા પહેલાં એ જોવાનું મહત્વપૂર્ણ છે કે કંપની કઈ પ્રોડક્ટમાં ડીલ કરે છે અને તે પ્રોડક્ટની વૈશ્વિક માંગ તેમજ ચીન તરફથી સપ્લાય કેવો છે.
તો એકંદરે, કેમિકલ સેક્ટરની મોટાભાગની કંપનીઓના પરિણામો બજારની અપેક્ષા મુજબ ખરાબ જ રહ્યા છે પરંતુ કંપનીઓના મેનેજમેન્ટની કોમેન્ટ્રી સારી રહી છે… જે 1-2 ક્વાર્ટર બાદ રિકવરીની આશા કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં, ટૂંકા ગાળાના બદલે 2 થી 3 વર્ષના લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ ધરાવતા રોકાણકારો ધીમે ધીમે પસંદગીની કેમિકલ કંપનીઓમાં ખરીદી શરૂ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો