Money9: S&P BSE કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આ સેક્ટરની કમાણીમાં સારો વધારો થવા, યોજનાઓના અમલીકરણમાં તેજી, સપ્લાય ચેઇનના સામાન્ય થવા અને મજબૂત ઓર્ડર ઇન્ફ્લોના કારણે માર્કેટ એનાલિસ્ટ આ સેક્ટરને લઇને પોઝિટિવ છે અને આની પર દાવ લગાવી રહ્યા છે.
કેપિટલ ગુડ્સ સેક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કરોડરજ્જુ છે. આ સેક્ટર જ ઘણાં પ્રકારની ઇન્ડસ્ટ્રીને મશીનરી અને ઇક્વિપમેન્ટ જેવા વ્યાપક જરૂરી સાધન પૂરા પાડે છે. હવે કેપિટલ ગુડ્સ સેક્ટરની માંગ પર નજર નાંખીએ. લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T આ સેક્ટરની લીડર છે. જૂન ક્વાર્ટરમાં L&Tને અંદાજે 41,805 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. આ એક વર્ષ પહેલાની સરખામણીમાં 57 ટકાથી વધુ છે. કંપનીના આ ઓર્ડરનો અંદાજે 57 ટકા ડોમેસ્ટિક ઓર્ડરથી અને 43 ટકા હિસ્સો ઇન્ટરનેશનલ ઓર્ડરથી આવે છે. આ જ રીતે જૂન ક્વાર્ટરમાં સિમેન્સને 4,992 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 15% વધુ છે.
કેપિટલ ગુડ્સ કંપનીઓનું આઉટલુક કેવું છે?
પ્રભુદાસ લીલાધરના ઓક્ટોબરના એક રિપોર્ટ અનુસાર, આર્થિક પ્રવૃતિઓમાં તેજી, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સના કારણે રોકાણ વધવા, પાઇપલાઇનમાં ટેન્ડર કે ઇંક્વાયરીની સારી સંખ્યા, પ્રાઇવેટ સેક્ટરમાં કેપેક્સ વધવા અને નવા જમાનાના સેક્ટર્સ જેવા ડેટા સેન્ટર, હાઇડ્રોજન, ઇવી, ડિજિટાઇઝેશન વગેરેના સતત વધતા આકર્ષણના કારણે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઓર્ડર ઇનફ્લો સારા રહેશે. સિમેન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને L&T પ્રભુદાસ લીલાધરના પસંદગીના શેર છે.
અંગે એક્સપર્ટ શું કહે છે?
ઓમ્નીસાયન્સ કેપિટલમાં EVP અને પોર્ટફોલિયો મેનેજર અશ્વિની શામી કહે છે કે ઉંચી કમાણીની આશામાં કેપિટલ ગુડ્સમાં તેજી છે. કેપિટલ ગુડ્સ કંપનીઓની ઓર્ડર બુક વધી છે અને તે ભવિષ્યમાં કમાણીમાં વધારાનો સંકેત આપે છે. ગ્રોથ આઉટલુક અને હાલની આકર્ષક વેલ્યૂએશનને જોતા આ સેક્ટરની પસંદગીની કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. પરંતુ જોખમ લેવાની ક્ષમતા, નાણાકીય લક્ષ્ય અને ઉંડા રિચર્સના આધારે નિર્ણય લો. L&T, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અમારી પસંદગીના શેર છે. તો કુલ મળીને વાત એમ છે કે કેપિટલ ગુડ્સ સેક્ટરને હવે બજારની તેજીનો ફાયદો મળી રહ્યો છે. સરકાર ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી રહી છે અને કેપેક્સ સાયકલ વિકસી રહ્યું છે.
જો કે તમારે કેપિટલ સેક્ટરની સાઇક્લિકલ નેચર અંગે સચેત રહેવું જોઇએ. તમારે કોમોડિટી કિંમતો પર નજર રાખવી જોઇએ અને રોકાણ પહેલા વૈશ્વિક પરિદ્રશ્ય પર પણ નજર રાખવી પડશે. સારુ એ છે કે કેપિટલ ગુડ્સ શેરોમાં રોકાણ પર અંતિમ નિર્ણય લેતા પહેલા કોઇ ફાઇનાન્સિયલ એડવાઇઝરનો મત અવશ્ય જાણી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો