Money9: કોલસાને કાળુ સોનું પણ કહેવામાં આવે છે અને ભારતમાં આ કાળા સોનાના કારોબાર પર કોલ ઇન્ડિયાનો એકાધિકાર છે. તેમ છતાં આ શેરનું પ્રદર્શન ચોંકાવનારુ રહ્યું છે. બિઝનેસ પર એકાધિકાર, મજબૂત ફંડામેન્ટલ, સારી વિસ્તાર યોજના રાખનારી કંપનીનો શેર છેલ્લા ઘણાં વર્ષોથી લથડિયાં ખાતો હતો. હાલના દિવસોમાં આ શેર ફરીથી કંઇક ચમક દેખાડવા લાગ્યો છે. આવા સંજોગોમાં લોકોના મનમાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું કોલ ઇન્ડિયાના ખરાબ દિવસો પુરા થઇ ગયા છે.
કોલ ઇન્ડિયાનો બિઝનેસ
હવે એ જોઇ લઇએ કે કોલ ઇન્ડિયાનો બિઝનેસ કેવો છે. તો 178 બિલિયન ટનના સંસાધન, 54BTના રિઝર્વની સાથે તે દેશની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. FY22માં દેશના સ્થાનિક કોલસા ઉત્પાદનનો અંદાજે 80 ટકા હિસ્સો કોલ ઇન્ડિયા પાસે જ છે. એટલે કે સંપૂર્ણ રીતે તેની મોનોપૉલી છે. તો આટલા મજબૂત ફંડામેન્ટલના કારણે મોટાભાગના બ્રોકર્સને આ શેર પર ભરોસો છે અને તેની ઇશ્યૂ પ્રાઇસથી ઉપર જવાનો તેમને વિશ્વાસ છે. હવે તમારા મનમાં એ સવાલ પણ આવતો હશે કે આ શેરની તેજી કે ઇશ્યૂ પ્રાઇસથી ઉપર જવાના ટ્રિગર્સ શું છે?
કેમ છે તેજીમાં
તો વાત એમ છે કે કોલસાની ઉંચી ઇન્ટરનેશનલ કિંમતો, ઇમ્પોર્ટમાં ઘટાડાથી ઇ-ઑક્શન પ્રીમિયમમાં જોરદાર ઉછાળો, FY22ના Q4માં ઇ-ઑક્શન પ્રીમિયમ ક્વાર્ટર દર ક્વાર્ટર 42 ટકાથી વધીને 65 ટકા સુધી પહોંચી જવું વગેરે કેટલાક પોઝિટિવ સંકેતો છે. Q1માં ઇ-ઑક્શન વૉલ્યૂમની ટકાવારી અને પ્રીમિયમમાં ચાર ગણો વધારો થયો છે. આ ઉપરાંત FY22માં મજબૂત પાવર ડિમાંડને પગલે કોલસા ઉત્પાદન 4.4 ટકા વધીને 623 million tonnes અને dispatch 15 ટકા વધીને 662 મિલિયન ટન એટલે કે MT રહ્યું જે all time high હતું. FY23માં કંપનીએ 700 million tonnes કોલસા ઉત્પાદન અને dispatchનું લક્ષ્ય રાખ્યું છે.
પાવર સેક્ટરનું આઉટલુક પણ ઘણું પોઝિટિવ છે. ભારતની અંદાજે 51 ટકા પાવર ઉત્પાદન ક્ષમતા થર્મલ પ્લાન્ટ્સ દ્વારા થાય છે. જે પાવર સેક્ટરની અંદાજે 80 ટકા કોલસા જરૂરિયાતોને પૂરી કરે છે. FY22-30 દરમિયાન દેશમાં પાવર ડિમાન્ડ 6 થી 8 ટકા વધવાનું અનુમાન છે જેના કારણે પાવર સેક્ટરમાં કોલસાની માંગ FY19માં 1,013 MT થી FY30 સુધી વધીને 1,500 MT થવાની સંભાવના છે.
કોલ ઇન્ડિયાના મેનેજમેન્ટ અનુસાર FSA દ્વારા વેચવામાં આવતા કોલસાની કિંમતોમાં વધારો કર્યા વિના ચાલે તેમ નથી. છેલ્લે 2017માં FSAની કિંમતોમાં સંશોધન થયું હતું. કંપની વધારે ખર્ચ અને ખોટ કરનારી અંડરગ્રાઉન્ડ ખાણોને બંધ કરવા પર ફોકસ કરી રહી છે. તેનું ફોકસ મોટી ઓપન કોસ્ટ ખાણોના વિસ્તરણ પર છે. FY23માં evacuation ઇન્ફ્રા પર 17,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની યોજના છે.
રોકડની સ્થિતિ સારી
કંપનીની રોકડની સ્થિતિ ઘણી સારી છે. માર્ચના અંત સુધી કંપનીની પાસે 25,870 કરોડ રૂપિયાની રોકડ હતી. ક્ષમતા વિસ્તરણ ખર્ચમાં વધારા છતાં કંપનીનો ફ્રી કેશફ્લો પોઝિટિવ રહેવાનું અનુમાન છે. કંપનીના માર્જિનમાં પણ સુધારાના સંકેતો જોવા મળ્યા છે. છેલ્લા એક દશકથી ઓપરેટિંગ માર્જિન મજબૂત, સ્થિર અને એવરેજ 25 ટકાના સ્તરે છે. ભરપુર માત્રામાં કોલસાના સ્ત્રોત, અંડરગ્રાઉન્ડ ખાણો બંધ કરવાથી મેનપાવરમાં કમી, ઓપન કોસ્ટ ખાણો પર ક્ષમતા વિસ્તાર ખર્ચ, ઉત્પાદનમાં વધારો, evacuation પર ખર્ચ વગેરેના કારણે માર્જિનમાં સુધારો યથાવત છે. કંપનીને FY23ના અંત સુધી કર્મચારી ખર્ચમાં ઘટાડો થવાનું અનુમાન છે.
– 10 ઓક્ટોબર 2017ના રોજ કોલ ઇન્ડિયાએ 5 વર્ષ માટે wage hike કર્યો હતો. – wage hike માટે કંપની દર મહિને 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરી રહી છે. – હાલ કંપનીના 2.51 લાખ કર્મચારી છે અને આવતા 4 થી 5 વર્ષમાં કંપનીને મેનપાવરમાં દર વર્ષે 14 હજારથી 15 હજારના ઘટાડાની આશા છે. -કંપની પોતાના કારોબારને ડાયવર્સિફાઇ કરવા પર ફોકસ કરી રહી છે. કંપનીની કોલ ગેસિફિકેશન, કોલ બેડ મિથેન અને વોશરીઝ દ્વારા વધુ વોશ્ડ કોલ વેચવા જેવા ક્લિનર કોલ પ્રોજેક્ટમાં ડાયવર્સિફાઇ કરવાની યોજના છે. – કંપનીએ સોલાર પાવર જનરેશન, એલ્યુમિનિયમ વેલ્યૂ ચેઇન અને સોલાર સેલ મેન્યુફેક્ચરિંગના કારોબારમાં એન્ટ્રી કરી છે.
કંપનીએ રિન્યૂએબલ એનર્જીના ડેવલપમેન્ટ માટે CIL Navikarniya Urja Limited (સીઆઇએલ નવિકરણીય ઉર્જા લિમિટેડ) અને સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ્સના ડેવલપમેન્ટ માટે CIL Solar PV Limited નામની બે સબ્સિડિયરી કંપનીઓની રચના કરી છે. ટૂંકાથી લાંબાગાળામાં કંપનીની મૉનોપોલીની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં થાય. સૌથી સારી વાત એ છે કે કંપનીના શેર સસ્તામાં મળી રહ્યાં છે. EV/EBITDA (એબિટા)ના આધારે શેર અંદાજે 3.5 ગણાના મલ્ટીપલ પર કારોબાર કરી રહ્યો છે. જે લાંબાગાળાની એવરેજ 6 ગણાંથી ઘણો નીચે છે.
તો કુલ મળીને એમ કહી શકાય કે કાળા સોનાના કારોબારમાં લાગેલી કંપનીના શેરોનું ભવિષ્ય ચમકદાર જ લાગી રહ્યું છે. જો તમે આ શેરમાં રોકાણ કરવા માંગો છો તો શેરમાં લાંબાગાળા માટે દરેક ઘટાડે રોકાણ કરી શકો છો, પરંતુ તે પહેલાં કોઇ રોકાણ સલાહકારની સલાહ અવશ્ય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો