Money9: કોરોના કાળ સમાપ્ત થતા જ ઇકોનોમીની ગાડીએ રફતાર પકડી છે. ઇકોનોમી અને કોર્પોરેટ સેક્ટરના ગ્રોથની સાથે જ અર્બન અને સેમી અર્બન વિસ્તારોમાં ઓફિસ સ્પેસની ડિમાંડ પણ ઝડપથી વધવા લાગી છે. તેમજ રેસિડેન્શિયલ સેક્ટરમાં મકાનોની માંગ પણ સતત વધી રહી છે. આ બધાનો ફાયદો પહેલેથી જાણીતી રિયલ એસ્ટેટ કંપનીઓને થઇ રહ્યો છે. NCRની આવી જ એક રિયલ એસ્ટેટ કંપની છે અનંત રાજ લિમિટેડ. આ કંપનીનો કારોબાર કેવો છે, આઉટલુક કેવું છે, તેના શેરની સ્થિતિ કેવી છે અને શું તેમાં રોકાણ કરવું જોઇએ? આવો આ બધા મુદ્દાઓને આપણે જોઇએ.
કંપનીનો બિઝનેસ કેવો છે?
તમને જણાવી દઇએ કે આ કંપની 45 વર્ષ જૂની કંપની છે અને તે દિલ્હી-એનસીઆરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો કારોબાર ધરાવે છે. કંપની હાઇ ક્વોલિટી કોમર્શિયલ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ અને આઇટી પાર્ક બનાવે છે. કંપની Delhi-NCR માં અંદાજે 2 કરોડ ચોરસ ફૂટના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સને ડેવલપ કરી ચુકી છે. ARLનો પોર્ટફોલિયો ઘણો ડાયવર્સિફાઇડ છે. જેમાં 40% રેસિડેન્શિયલ પ્રોજેકટ્સ, 30% કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને 15% હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ છે. બાકી હિસ્સો આઇટી અને સેઝનો છે.
એટલું જ નહીં, રિયલ એસ્ટેટ સેક્ટરના સાયક્લિકલ (cyclical) નેચરની અસરને ઘટાડવા માટે કંપની હવે પોતાના કારોબારને ડાયવર્સિફાઇ કરી રહી છે અને માનેસર, રાય, પંચકુલામાં ડેટાસેન્ટર્સ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહી છે. આ સ્થળો પર કંપની પહેલેથી જ પોતાની જમીન અને ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ધરાવે છે. માનેસરમાં ટૂંક સમયમાં 3 મેગાવોટ ક્ષમતાનું સેન્ટર શરુ થઇ જશે અને ભવિષ્યમાં તેની ક્ષમતા વધારીને 300 મેગાવોટ કરવાનું લક્ષ્ય છે.
કંપનીની બેલેન્સશીટ
હવે જરા કંપનીની બેલેન્સશીટ પર પણ એક નજર નાંખી લઇએ. તો નાણાકીય વર્ષ 2022ના આંકડા ઘણાં સારા દેખાઇ રહ્યા છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવક 462 કરોડ રૂપિયા રહી છે. જ્યારે ટેક્સ બાદનો નફો એટલે કે PAT 53 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલાં PAT ફક્ત 9 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2023માં કંપનીની આવક વધીને 860 કરોડ રૂપિયા થવાની ધારણા છે તેમજ PAT વધીને 110 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે.
હવે કંપનીના આઉટલુક પર નજર નાંખીએ તો, કંપનીની પાસે અંદાજે 400 એકરની લેન્ડબેંક છે. જેમાંથી અંદાજે 180 એકરના પ્રોજક્ટ્સ મોનેટાઇઝેશન માટે તૈયાર છે એટલે કે આવતા 2 થી 3 વર્ષમાં કંપનીને આમાંથી કમાણી થવા લાગશે. ગુરુગ્રામમાં અશોક એસ્ટેટ કંપનીનો ઘણો પ્રીમિયમ પ્રોજેક્ટ છે જેમાં તે 160 થી 180 વારના પ્લોટ વેચી રહી છે. આવતા બે વર્ષમાં કંપનીનું ફોકસ આ પ્રોજેક્ટ્સ પર છે અને આનાથી જે રોકડ પ્રાપ્ત થશે તેનાથી કંપની ડિસેમ્બર 2023 સુધી પોતાના બધા ખર્ચ ચુકવી દેશે.
900 કરોડ રૂપિયાનું દેવું
કંપની ઉપર હાલ અંદાજે 900 કરોડ રૂપિયાનું દેવું છે. ARL મેનેજમેન્ટને આશા છે કે તેને બધા ડેટા સેન્ટર યૂનિટમાં કે કોઇ એક બિઝનેસમાં સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટર્સ પ્રાપ્ત થશે. તેના માનેસર, રાય અને પંચકુલાના 3 ડેટા સેન્ટરની કુલ લેન્ડ વેલ્યૂ અંદાજે 3,000 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, ભવિષ્યમાં તેને ડેટાસેન્ટર કસ્ટમર્સથી સતત ઇનકમ પ્રાપ્ત થશે. કારણકે આ કારોબારમાં ગ્રાહકો સાથે 10થી 15 વર્ષ માટે કોન્ટ્રાક્ટ સાઇન થાય છે. એટલે જાણકારો એમ માને છે કે મીડિયમથી લોંગ ટર્મમાં કંપની માટે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ ઘણો સારો છે.
હવે આવે છે અસલ સવાલ કે કંપનીનો કારોબાર તો ઠીક રહ્યો છે પરંતુ તેના શેરની સ્થિતિ શું છે? શું તેમાં રોકાણ કરવું જોઇએ? મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણકુમાર મંત્રી કહે છે કે રિયલ્ટી સેક્ટરમાં જોઇએ તો અનંત રાજે તાજેતરના મહિનાઓમાં સારુ પ્રદર્શન કર્યું છે. કંપનીનો મોટાભાગનો બિઝનેસ દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશમાં છે. કંપની આવનારા ક્વાર્ટર્સમાં સારી કમાણી કરી શકે છે. એટલે જો તમે ARLમાં રોકાણ કર્યું છે તો તેને ટકાવી રાખો. જો કે દિલ્હી-એનસીઆરના હિસાબે જોઇએ તો ડીએલએફ જેવા બીજા સારા વિકલ્પ પણ છે.
વેલ્યૂએશનના હિસાબે જોઇએ તો ARLનો શેર અત્યારે 102 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જે FY23માં અંદાજિત 1.06 ગણો અને FY24માં અંદાજિત 0.95 ગણાના પ્રોફિટ ટુ બુક વેલ્યુ પર છે અને નફો રળવાનો સંકેત આપી રહ્યો છે. NCR રીજનમાં મજબૂત પકડ અને ડેટા સેન્ટરના બિઝનેસના ફ્યૂચર પોટેન્શિયલને જોતા ભવિષ્યમાં તેને 1.5થી 1.8 ગણું પ્રીમિયમ વેલ્યૂએશન મળી શકે છે.
આમ, આગામી 12થી 15 મહિના માટે જાણકારો આ શેર માટે 177 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી રહ્યા છે. એટલે આ શેરમાં એકથી દોઢ વર્ષ માટે રોકાણ કરવાથી સારા નફાની આશા રાખી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો