Money9: શેર બજારમાં આજકાલ બાયબેકની ધૂમ છે. રોકાણકારોએ બાયબેકમાંથી સારીએવી કમાણી કરી છે. નોઇડામાં રહેતી અને CAનું કામ કરતી ઇન્વેસ્ટર વિદ્યાએ પણ આ લાભ લીધો છે… તો આપણે જાણીએ કે આ શેર બાયબેક શું હોય છે? કંપનીઓ શેરને બાયબેક કેમ કરે છે? અને તમે તેમાંથી ફાયદો કેવી રીતે ઉઠાવી શકો છો?
નોઇડાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યા શેર બજારમાં રોકાણ કરે છે. તેને હમણા એક સારા સમાચાર મળ્યા છે. તેણે ઇન્ફોસિસમાંના શેર લીધેલા હતા અને ઇન્ફોસિસ 9,300 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. ઇન્ફોસિસે બાયબેકની જાહેરાત કરતાની સાથે જ તેના શેર ઉછળ્યા અને વિદ્યાને ચાંદી થઇ ગઇ.
બાયબેકમાં જબરદસ્ત વધારો
ગયા વર્ષે એટલે કે 2022માં બાયબેકમાં જબરદસ્ત વધારો થયો. વર્ષ 2022માં 52 કંપનીઓએ 38 હજાર 369 કરોડ રૂપિયાની બાયબેકની જાહેરાત કરી. 2021માં કુલ 42 કંપનીઓએ 14 હજાર 341 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી પરંતુ માત્ર રૂ. 13,658 કરોડ રૂપિયાના શેરોનું બાયબેક થયું હતું. 2022માં 38 હજાર 369 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાતની સામે માત્ર 27 હજાર 293 કરોડ રૂપિયાના શેર જ પાછા ખરીદવામાં આવ્યા. 2022માં કુલ બાયબેકમાંથી બે તૃતીયાંશથી વધુ શેર IT કંપનીઓએ પાછા ખરીદ્યા છે.
રોકાણકારોને કેટલો ફાયદો?
હવે વાત આવે છે કે બાયબેકથી રોકાણકારોને કેટલો ફાયદો થાય છે? અને શું રોકાણકારોએ આનો ફાયદો ઉઠાવવો જોઇએ? તો એ પણ જાણી લો કે સામાન્ય રીતે શેરોનું બાયબેક બે રીતે થાય છે. એક ટેન્ડર રૂટથી અને બીજું ઓપન માર્કેટ દ્વારા. 2022માં બાયબેકમાં રોકાણકારોને ઓપન માર્કેટ ઓફર કરતાં ટેન્ડર રૂટમાં વધુ લાભ થયો છે. જો કે ટેન્ડર રુટ દ્વારા થતા બાયબેકમાં વાસ્તવિક રિટર્ન એક્સેપ્ટન્સ રેશિયો પર આધાર રાખે છે.
એક્સેપ્ટન્સ રેશિયોનો અર્થ હોય છે કે તમારી પાસે કુલ શેરોમાંથી કેટલા શેર ટેન્ડર થશે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે કોઇ કંપનીના 200 શેર છે. અને બાયબેકનો એક્સેપ્ટન્સ રેશિયો 32 ટકા છે તો તમારા માત્ર 64 શેર જ બાયબેકમાં ટેન્ડર થશે. આંકડાની રીતે TCS, ગેઇલ, મોઇલ, તન્લા પ્લેટફોર્મ્સ જેવા ટેન્ડર રુટ વાળા બાયબેકમાંથી રોકાણકારોને 15.4થી 73.5 ટકાની કમાણી થઇ છે. જ્યારે બજાજ કન્ઝ્યુમર, ઇમામી, બજાજ ઓટો, કાવેરી સીડ, બલરામપુર ચીની જેવા ઓપન માર્કેટથી થયેલા બાયબેકમાં રોકાણકારોને 2.6 ટકા થી 17.5 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. એટલે કે ખુલ્લા બજારની સરખામણીએ ટેન્ડર રુટથી થતા શેર બાયબેકમાં રોકાણકારોને પ્રતિ શેર રિટર્ન વધારે મળે છે.
આ આંકડાથી એક વાત તો સ્પષ્ટ છે કે બાયબેકની જાહેરાત બાદ સામાન્ય રીતે શેરોની કિંમતોમાં વધારો થાય છે. ખાસ કરીને ટેન્ડર રૂટ દ્વારા થતા બાયબેકમાં. એટલે જ્યારે પણ કોઇ કંપનીનું બાયબેક આવે તો કિંમતોમાં તફાવતનો ફાયદો ઉઠાવવા માટે જરુર રોકાણ કરવું જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો