ખાનગી સેક્ટરની ICICI બેન્કે માર્ચ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. બેન્કના મજબૂત પરિણામ જોઈને બ્રોકરેજિસે તેના ટાર્ગેટ ભાવ વધારી દીધા છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે તેના માટે 1,070 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે અને શેર ખરીદવાની ભલામણ કરી છે. નુવામાએ 1,180 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે અને ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. નિર્મલ બંગે પણ બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને 1,154 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જેએમ ફાયનાન્શિયલે પણ બાય રેટિંગ યથાવત્ રાખ્યું છે અને 1,115 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. 24 એપ્રિલે ICICI બેન્કનો શેર 2.31 ટકા વધીને 904 રૂપિયાએ બંધ રહ્યો હતો.
Published - April 24, 2023, 06:35 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો