હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે નાણાકીય વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો 2,552 કરોડ રૂપિયા નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,327 કરોડ રૂપિયાની તુલનાએ 9.66 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કુલ આવક રૂ.15,053 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.13,584 કરોડ હતી જે 10.81 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
નફો મોટે ભાગે અપેક્ષા મુજબ હતો, પરંતુ આવક અપેક્ષા સંતોષવામાં ચૂકી ગઈ હતી. બ્રોકરેજના પોલ મુજબ HULની Q4ની સ્ટેન્ડઅલોન આવક રૂ.15,277 કરોડ અને ચોખ્ખો નફો રૂ.2,584 કરોડ જોવા મળ્યો હતો. ભાવવધારાને કારણે આવકમાં વૃદ્ધિ દર 9 ટકા અને વોલ્યુમ ગ્રોથ 5 ટકા રહેવાનો અંદાજ હતો. અગાઉના ત્રિમાસિક ગાળામાં પણ વોલ્યુમ ગ્રોથ 5 ટકા હતો. Q4 દરમિયાન વોલ્યુમ ગ્રોથ 4 ટકા હતો, જે અપેક્ષાઓથી ઓછો હતો.
HUL દેશની સૌથી મોટી FMCG કંપની છે. તે સર્ફ એક્સેલ, વિમ, હોર્લિક્સ, પેપ્સોડન્ટ, પૉન્ડ્સ, વ્હીલ, ડવ, લાઈફબોય જેવી પોપ્યુલર પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેની મોટા ભાગની બ્રાન્ડ્સ લોકપ્રિય છે અને પોતપોતાની કેટેગરીમાં પ્રભુત્વ ધરાવે છે.