Money9 Gujarati: શેરબજારમાં (Stock market) શેરનું ખરીદ-વેચાણ હવે માત્ર ડીમેટ (Demat) એટલે કે ઈલેક્ટ્રોનિક અથવા ડીમટીરિયલાઈઝ્ડ (Dematerialized) સ્વરૂપે જ થાય છે… પરંતુ તેમ છતાં કેટલાક રોકાણકારો (Investors) પાસે ફિઝિકલ એટલે કે પેપર સ્વરૂપે શેર (Physical share) પડેલા હોય છે… હવે માર્કેટ રેગ્યુલેટર સેબીના (SEBI) નિયમો અનુસાર આવા શેર્સનું હવે ખરીદ-વેચાણ કરી શકાશે નહીં… એટલે કે, જો તમારી પાસે આવા શેર હોય, તો તમે તેને વેચી કે ટ્રાન્સફર કરી શકશો નહીં… તેથી, તમારે આવા શેરોને તરત જ ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરાવી લેવા જોઈએ…
માર્કેટ રેગ્યુલેટર સેબી લાંબા સમયથી આગ્રહ કરી રહી છે કે તમામ ફિઝિકલ શેરને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવામાં આવે. જો શેર ડીમેટ સ્વરૂપમાં હોય, તો settlement process વધુ ઝડપી અને સરળ બને છે. શેર ટ્રાન્સફર એજન્ટના કોઈપણ પ્રકારના ફ્રૉડથી બચી શકાય છે.. સેબી માને છે કે આનાથી મૂડીબજારમાં પારદર્શિતા વધશે… અને ટેક્સ ઑથોરિટીઝને શેરધારકો પર નજર રાખવા અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરવાનું સરળ બનશે…
સેબીના નવા નિયમો અનુસાર… જો કોઈની પાસે ફિઝિકલ શેર હોય… તો તેણે ફરજિયાતપણે તેના registrar and transfer agentને PAN, કૉન્ટેક્ટ ડિટેલ્સ, બેંક એકાઉન્ટની ડિટેલ્સ, સિગ્નેચરનો નમૂનો સહિતની વિગતો આપવી પડશે. જો આવું ના કર્યું તો તેનો ફોલિયો ફ્રીઝ કરી દેવામાં આવશે… અને પછી રોકાણકારને બોનસ, ડિવિડન્ડ વગેરેનો લાભ નહીં મળે. એટલે કે, જો કોઈની પાસે હજુ પણ ફિઝિકલ સ્વરૂપે શેર હોય… તો તે તેને વેચી નહીં શકે. તેથી તેઓએ તરત જ તેને ડીમેટ ફૉર્મમાં કન્વર્ટ કરી દેવા જોઈએ.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે… કે હવે શેરને ફિઝિકલ સ્વરૂપે રાખવાનો કોઈ અર્થ નથી… જો કોઈની પાસે આવા શેર હોય, તો તે તેને ડીમેટ સ્વરુપમાં ટ્રાન્સફર કરાવ્યા વગર વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં… તેથી, જો કોઈ હજુ પણ આવા શેર બાકી છે… તો તેઓએ તરત જ તેને ડીમેટમાં કન્વર્ટ કરી દેવા જોઈએ…
સૌ પ્રથમ કોઈ DP એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે એક ડીમેટ એકાઉન્ટ ખોલો… DP તમારા અને કોઈ ડિપોઝિટર વચ્ચે એક ઈન્ટરમીડિયરી એટલે કે મધ્યસ્થી હોય છે.. ધ્યાનમાં રાખો કે DP સેબીમાં રજિસ્ટર્ડ હોવું આવશ્યક છે. તમે તમારી બેંકમાં પણ ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો… ડીમેટ એકાઉન્ટ ખોલ્યા પછી, ડીમટીરિયલાઈઝેશન માટે request મોકલો…
request form ભર્યા પછી, તમારા ફિઝિકલ શેર DP પાસે સરેન્ડર કરી દો. દરેક શેર સર્ટિફિકેટ પર એ ખાસ લખો કે- ‘સરેન્ડર ફોર ડિમટીરિયલાઈઝેશન’. બધા જરૂરી ડૉક્યુમેન્ટ DP પાસે સબમિટ કરો. આ પછી, તમારો DP ઈલેક્ટ્રોનિક રીતે registrar and transfer agent એટલે કે R&Tને મેસેજ મોકલેશે.. R&T એજન્ટને તમારા રેકોર્ડ જાળવવા માટે સૂચના આપવામાં આવશે…
આ પછી એક ડીમટીરિયલાઈઝેશન રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે… આ તમારા ડીમટીરિયલાઈઝેશન રિક્વેસ્ટ ફોર્મમાં ભરવામાં આવશે… અને તે તમારા original share certificate સાથે R&T એજન્ટને મોકલવામાં આવશે… આ પછી R&T એજન્ટ તમારા સબમિટ કરેલા દસ્તાવેજોની માન્યતા તપાસશે કે તે સાચા છે કે નહિ… હવે તમારા નામની જગ્યાએ તમારા DPનું નામ રાખવાની પ્રક્રિયા શરૂ થશે… આ સાથે, જેટલી સંખ્યામાં શેર ડીમટીરિયલાઈઝ થશે તેનો રેકોર્ડ,, મેમ્બર એટલે કે તમારા ખાતામાં રજીસ્ટર કરવામાં આવશે… એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, મેમ્બરના રજીસ્ટરમાંથી એક acknowledgement જનરેટ થાય છે…
જેમાં જણાવવામાં આવે છે કે જરૂરી ફેરફારો કરી દેવામાં આવ્યા છે… નંબર તમારા DPને ફોરવર્ડ કરવામાં આવે છે… આ પછી શેર તમારા ડીમેટ ખાતામાં જમા થાય છે… ત્યાંથી તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને વેચી કે કોઈને ટ્રાન્સફર કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો