Money9: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી ફરી દાદા બન્યા છે. તેમના મોટા દિકરા આકાશ અંબાણીના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. મુકેશ અંબાણીની પુત્રવધુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણીના ઘરે આ બીજું સંતાન જન્મ્યું છે. આકાશ અંબાણીને બે વર્ષનો પુત્ર છે જેનું નામ પૃથ્વી અંબાણી છે. પૃથ્વી અંબાણીનો જન્મ ડિસેમ્બર 2020માં થયો હતો એટલે કે અઢી વર્ષ બાદ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ સમયગાળામાં રિલાયન્સનો શેર અંદાજે 23 ટકા જેટલો વધ્યો છે.
અઢી વર્ષમાં કેટલી કમાણી
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના દિકરા પૃથ્વી અંબાણીનો જન્મ 10 ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. તે સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2007 રૂપિયાની સપાટીએ હતો. હવે જ્યારે તેમના ઘરે પુત્રીનો જન્મ થયો એટલે કે 31 મે, 2023ના રોજ રિલાયન્સનો શેર એનએસઇ પર 2469.90 રૂપિયાની સપાટીએ હતો. એટલે કે પુત્રના જન્મથી લઇને પુત્રીના જન્મ સુધી રિલાયન્સનો શેર છેલ્લા અઢી વર્ષમાં 463 રૂપિયા વધ્યો છે. જો તમે આકાશ અંબાણીના પુત્રના જન્મ દિવસે એટલે કે 10 ડિસેમ્બરના 2020ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 શેર લીધા હોત તો 31 મે 2023 સુધી તમને તેમાં 46,300 રૂપિયાની કમાણી થઇ હોત. એટલે કે તને 23 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું હોત. મહત્વની વાત તો એ છે કે આ તે સમયગાળો હતો જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલતો હતો અને માર્કેટમાં મોટાપાયે ઉતાર-ચડાવ ચાલતા હતા. માર્કેટની ઉથલ-પાથલમાં પણ રિલાયન્સના શેરે રોકાણકારોને સારી કમાણી કરાવી છે. એટલે જો તમે રિલાયન્સના શેરમાં અઢી વર્ષ પહેલા રોકાણ કર્યું હોત તો તમારા ઘરમાં પણ લક્ષ્મી પધાર્યા હોત એટલે કે ધનલાભ થયો હોત.
2019માં થયા હતા આકાશ અને શ્લોકાના લગ્ન
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અંબાણી પરિવાર અનેક મંદિરોમાં જતો જોવા મળ્યો છે. શ્લોકા તેના પતિ આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી સાથે બાબુલનાથ મંદિર પણ ગઈ હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માર્ચ 2019માં થયા હતા.
આકાશ અને શ્લોકાના લગ્નમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન, બચ્ચન પરિવાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, કરીના કપૂર ખાન તેમજ ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. શ્લોકા મહેતા દેશના જાણીતા હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે.
બંને એક જ શાળામાં ભણ્યા
આકાશ અંબાણી અને શ્લોકાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમનું સ્કૂલિંગ કર્યું હતું અને તેઓ એક જ ક્લાસમાં હતા. 10 ડિસેમ્બરે તેમના ઘરે પ્રથમ સંતાનનું આગમન થયું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો