MONEY9: બલ્ક ડીલ કેવી રીતે બ્લૉક ડીલથી અલગ છે. આજે આપણે આ અંગે જાણીશું.
જ્યારે કોઈ એક રોકાણકાર કોઈ કંપનીના કુલ ઈક્વિટી શેરનો 0.5 ટકાથી વધારે હિસ્સો ખરીદે, તો તેને બલ્ક ડીલ કહે છે. આવો સોદો વન-ટાઈમ અથવા મલ્ટિપલ-ટાઈમ થઈ શકે છે. આવા સોદા સામાન્ય ટ્રેડિંગ વિન્ડોથી અથવા તો બ્લૉક ટ્રેડિંગ વિન્ડો દ્વારા થઈ શકે છે.
શા માટે થાય છે બલ્ક ડીલ?
મોટા FII, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા HNI કોઈ એક શેરનો જંગી હિસ્સો ખરીદતી વખતે એક જ દિવસમાં અનેક સોદા કરે છે. વાસ્તવમાં તેમની આ કવાયતનો હેતુ ખરીદીનો ખર્ચ ઘટાડવાનો હોય છે. ચઢાવ-ઉતારવાળા બજારનો મહત્તમ ફાયદો મેળવવા માટે તેઓ મલ્ટિપલ સોદા કરે છે. આવી રીતે, બલ્ક સેલિંગના સોદાથી તેમને સારી વેચાણકિંમત મળે છે.
એક્સચેન્જને જાણ કરવી જરૂરી
કોઈ પણ બલ્ક ડીલની જાણાકરી એક્સ્ચેન્જને તાત્કાલિક આપવી પડે છે. જ્યારે મલ્ટિપલ-ટ્રાન્ઝેક્શન દ્વારા કોઈ શેરમાં 0.5 ટકાથી વધારે ખરીદ-વેચાણ થાય, તો તે સોદો થયાના એક કલાકની અંદર એક્સ્ચેન્જને જાણકારી આપવી જરૂરી છે.
બ્લૉક ડીલ શું છે?
હવે વાત કરીએ, બ્લૉક ડીલની. તે એક એવી લેવડદેવડ છે, જેમાં 5 લાખથી વધારે શેર અથવા તો ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા શેરનું ટ્રેડિંગ થાય છે. એક્સ્ચેન્જ પર ટ્રેડિંગ શરૂ થયા પછી 35 મિનિટ સુધી બ્લૉક ડીલની વિન્ડો ખુલ્લી રહે છે. બ્રોકર્સ તાત્કાલિક આવા સોદાની માહિતી એક્સ્ચેન્જને આપે છે. આવા સોદા જે દિવસે થયા હોય તે દિવસે સ્ક્વેર ઑફ થઈ શકતા નથી.
Published - August 9, 2022, 05:38 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો