Money9: મોંઘવારી, વૈશ્વિક પડકારો અને વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં ઓટો ઇન્ડેક્સે આ વર્ષે 25 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એ પણ ત્યારે જ્યારે વ્યાજ દરો અને પેટ્રોલ ડીઝલની કિંમતો ઘણી ઉંચી છે..બીજી તરફ ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતોને પાસ-ઓન કરવા માટે ઓટો કંપનીઓ કિંમતો વધારી રહી છે. તો આવી સ્થિતિમાં શું ઓટો શેરમાં તેજી યથાવત રહેશે? જો હાં તો કયા શેરોમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે? ચાલો સમજીએ…
નૈનીતાલના શર્માજી રોકાણ સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમના મિત્ર અને પાડોશી વર્માજી પાસેથી ચોક્કસપણે સલાહ લે છે. શર્માજી ઓટો સેક્ટરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે…પરંતુ ઘણાબધા આંકડાઓ જોયા પછી મૂંઝવણમાં છે.
સૌ પ્રથમ, શર્માજીએ ઓટો ઈન્ડેક્સનું પ્રદર્શન જોયું..નિફ્ટી 2023માં અત્યાર સુધી લગભગ 8 ટકા વધ્યો છે જ્યારે BSE ઓટો ઈન્ડેક્સ અંદાજે 25 ટકા વધી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના ઓટો ઈન્ડેક્સ શેરોનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું છે. M&M, મારુતિ અને ટાટા મોટર્સ આ વર્ષે 21 થી 60 ટકા વધી ચૂક્યા છે.
ટુ-વ્હીલર કંપનીઓમાં, બજાજ ઓટો અને ટીવીએસ મોટરે 40 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો કે, કેટલીક વ્યક્તિગત સમસ્યાઓને કારણે, હીરો મોટોકોર્પે 10 ટકા કરતા ઓછું રિટર્ન આપ્યું છે. અને હીરો મોટો જેવી જ હાલત મધરસન, MRF, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, એપોલો ટાયર્સ અને યુનો મિન્ડા જેવી ઓટો ઇન્ડેક્સમાં રહેલી ઓટો એન્સિલરી કંપનીઓની છે. જેણે ઈન્ડેક્સ કરતાં ઓછું રિટર્ન આપ્યું છે.
હકીકતમાં સમસ્યા એ વાતને લઇને છે કે એક તરફ, ઓટો લોન લેવાની મોંઘી પડે છે. બીજું, પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઊંચા છે. અને ત્રીજું, Tata Motors, Maruti, SML ઇસુઝુ, હોન્ડા કાર્સ, હિરો મોટો જેવી કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો છે. પહેલા 1 એપ્રિલથી BS-6 એમિશન નિયમો સાથે જોડાયેલા ફેઝ-2નું પાલન કરવા માટે અને પછી જુલાઇમાં કાચા માલની કિંમતોમાં વધારાને પાસ ઓન કરવા માટે…આમ છતાં ઓટોનું વેચાણ સતત વધી રહ્યું છે. દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતિએ સપ્ટેમ્બરમાં રેકોર્ડ 1.81 લાખ વાહનોનું વેચાણ કર્યું અને FY24 ના પહેલા છ મહિનામાં કંપનીના વેચાણનો આંકડો 10 લાખને પાર કરી ગયો.
મહત્વની વાત એ છે કે દેશમાં વેચાતા વાહનોની સંખ્યામાં SUV વાહનોનો હિસ્સો સતત વધી રહ્યો છે. અને 5 વર્ષમાં SUV વાહનોનો બજાર હિસ્સો બમણો થયો છે. સપ્ટેમ્બરમાં રેકોર્ડ 3.63 લાખથી વધુ પેસેન્જર વાહનોના વેચાણમાં SUVનો હિસ્સો 52 ટકા હતો જે સપ્ટેમ્બર 2022માં 43.6 ટકા હતો. પરંતુ આનાથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે એન્ટ્રી લેવલના વાહનોની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
FY24 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હેચબેક વાહનોનો હિસ્સો ઘટીને 30 ટકા થયો. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 35.1 ટકા હતો. એટલે કે સસ્તા કે નાના વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે અને પ્રીમિયમ એટલે કે મોંઘા વાહનોનું વેચાણ વધી રહ્યું છે.
પ્રીમિયમ સેગમેન્ટમાં, કોમ્પેક્ટ એસયુવી ગાડીઓમાં મોટાભાગનો માર્કેટ શેર Hyundai, M એન્ડ M, મારુતિ અને KIAના કબજામાં છે. 15,000 થી વધુ યૂનિટ્સના વેચાણ સાથે Tata Nexon સપ્ટેમ્બરમાં અગ્રણી સબકોમ્પેક્ટ SUV રહી છે અને એકંદર વેચાણની દ્રષ્ટિએ પણ, Tata Nexon ટોપ-5 SUVની યાદીમાં ટોચ પર જોવા મળી છે.
સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાતી ટોપ 10 ગાડીઓના લિસ્ટમાં મારુતિની 6 ગાડીઓનો સમાવેશ થયોછે. કારણ કે કંપનીએ SUV પર તેનું ફોકસ વધાર્યું છે. હકીકતમાં સમગ્ર ઉદ્યોગનું ધ્યાન SUV, પ્રીમિયમ બાઈક અને કાર તરફ ફંટાઇ રહ્યું છે. એકંદરે, કંપનીઓનું માસ પર નહીં પણ ક્લાસ પર ફોકસ વધી રહ્યું છે.
હવે સવાલ એ છે કે તહેવારોની સિઝનનો લાભ લેવા માટે કયા ઓટો શેર ખરીદવા જોઈએ ?
વિલિયમ ઓ’નીલના હેડ ઇક્વિટી રિસર્ચ, મયુરેશ જોશીના જણાવ્યા અનુસાર ઓટો કંપનીઓની ઓર્ડર બુક મજબૂત છે જેના કારણે 3 કે 4 ક્વાર્ટરના પરિણામો મજબૂત રહેવાની ધારણા છે. આગામી 3 થી 4 વર્ષમાં EVs તરફ ટ્રાન્ઝિશન માટે ઇન્ડસ્ટ્રી તૈયાર છે. અને મોટાભાગનો ક્ષમતા વિસ્તરણ ખર્ચ પણ થઈ ચૂક્યો છે.
લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી M એન્ડ M, મારુતિ, ટાટા મોટર્સ, TVS મોટર, બજાજ ઓટો, અશોક લેલેન્ડ, ઉનો મિન્ડા, Minda ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત બેટરી કંપનીઓ પસંદ છે. કારણ કે 3 થી 4 વર્ષમાં સમગ્ર સેક્ટરના નફામાં 14 થી 15 ટકાના CAGR ગ્રોથની આશા છે.
તો આ વખતે તહેવારોની સિઝનમાં તમે કાર ખરીદો કે ન ખરીદો પરંતુ ઓટો શેર્સ જરૂર ખરીદજો. પરંતુ શરત એટલી કે તમારો દ્રષ્ટિકોણ 3 થી 4 વર્ષનો હોવો જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો