MONEY9 GUJARATI: 65 વર્ષના જેઠાભાઈની જીવનભરની કમાણી શેરબજારમાં લગાવેલી છે… પોતાના રોકાણ વ્યૂહરચના બનાવવા માટે જેઠાભાઈ FPIs એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ખરીદ-વેચાણના ડેટા પર ખાસ નજર રાખે છે.. છેલ્લા 2 વર્ષથી સતત વેચાણ પછી આ નાણાકીય વર્ષ એટલે કે FY24માં FPIs ભારે ખરીદી કરી રહ્યા છે.
છેલ્લા 6 મહિનાથી, FPIs ભારતીય બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે… મે, જૂન અને જુલાઈમાં સરેરાશ 46,000 કરોડ રુપિયાની ખરીદી કરવામાં આવી છે….પરંતુ આ આંકડાઓ જોઈને જેઠાભાઈ ઉત્સાહિત થવાને બદલે ચિંતિત છે.. કારણ કે છેલ્લા બે મહિનાથી FPIsની ખરીદીમાં ઘટાડો થયો છે. 22 ઓગસ્ટ સુધીના આંકડા જણાવે છે કે જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ખરીદીમાં 80% થી વધુનો ઘટાડો થયો છે…
આ આંકડાને શેર્સના ઉદાહરણથી સમજીએ.. Amara Raja, Cipla, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, Nykaa… આ એવા શેર છે જ્યાં માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં FPIsની ભાગીદારીમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં Deepak Fertilisers જેવા શેર્સમાં તો વિદેશી રોકાણકાર છેલ્લા 2 ક્વાર્ટરથી પોતાની ભાગીદારી ઘટાડી રહ્યા છે..
હવે મહત્વની વાત એ છે કે વિદેશી રોકાણકારોના વેચાણથી શું સમજવું? એક કે બે ક્વાર્ટર પહેલા સુધી જ્યાં ખરીદી કરી રહ્યા હતા,, હવે તે વેચી કેમ રહ્યા છે. એવો શું બદલાવ આવ્યો છે,,કે વિદેશી રોકાણકારો નફો બુક કરી રહ્યા છે અથવા તો તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે?… આના ઘણા મોટા કારણો છે. …
આમાંનું પહેલું છે ગ્લોબલ રિસ્ક.. યુએસ ફેડરલ રિઝર્વની જુલાઈની મીટિંગની મિનિટ્સ અનુસાર, ફેડના અધિકારીઓ મોંઘવારી વધવાની આશંકા છે… તેથી જ દરો વધારવાની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી… જો દર વધુ વધશે તો ગ્લોબલ લિક્વિડીટી પર તેની અસર પડશે,, જેનાથી વિદેશી રોકાણકાર તેમના રોકાણના નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે….બીજું, FPIsની ખરીદી અટકી જવાને કારણે બજાર નવી રેકોર્ડ હાઈ બનાવ્યા પછી થોડું હળવું થઈ ગયું છે….પરંતુ એક્સપર્ટ માને છે કે વેલ્યુએશન હજુ પણ મોંઘા છે…અને આ ત્રીજું કારણ છે.. એવું એટલા માટે કારણ કે કોવિડ પહેલાની ઉંચાઈથી ભારતીય બજાર હજુ પણ 50%થી વધુ ઉપર છે….. જ્યારે ચીનના બજારો લગભગ એ જ સ્તરે છે…
ભલે ચીનમાં ચાલી રહેલી આર્થિક મંદીને કારણે વિદેશી રોકાણકારો 2023માં ભારતીય બજારમાં રોકાણ કરવાનું પસંદ કરે પરંતુ ખરીદીનું મોમેન્ટમ ઠંડું પડી શકે છે,, જે ઓગસ્ટના આંકડામાં જોવા મળી રહ્યું છે..અને ચોથું છે રૂપિયાની નબળાઈ..અમેરિકામાં આગામી સમયમાં દરો વધવાની આશંકાએ ડોલરની સામે રૂપિયો 24 ઓગસ્ટ ગુરુવારે 83.15ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. રુપિયામાં આવેલી નબળાઈને કારણે FPIs નવું રોકાણ કરવાથી સંકોચ અનુભવી અચકાઈ શકે છે..
હવે રોકાણકારોને એ વાતમાં રસ છે કે આ કંપનીઓના શેરમાં શું બદલાવ આવ્યો છે? અને જો FPIs આ શેરોમાં નફો બુક કરી રહ્યા હોય, તો આપણે પણ કરી લઈએ? કોટક સિક્યોરિટીઝના રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણના જણાવ્યા અનુસાર, USની બોન્ડ યીલ્ડ 16 વર્ષની ઊંચી સપાટીએ છે..અને જ્યારે પણ US માં બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે ભારત જેવા ઉભરતા બજારોમાં ઈન્ફ્લો ઘટે છે….રૂપિયાની નબળાઈ, ચોમાસાની ચિંતા અને RBI તરફથી વધારાના CRRએ પણ ચિંતા વધારી છે… માત્ર SIPનો ફ્લોથી જ બજારને સપોર્ટ મળી રહ્યો છે… શેર મુજબ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ અને નાયકામાં નફો બુક કરો. …પરંતુ સિપ્લા અને દીપક ફર્ટિલાઇઝર્સમાં પોતાની પોઝિશન હોલ્ડ કરી શકો છો..
તો એવું કહી શકાય કે જેઠાભાઈએ હંમેશની જેમ આ વકતે પણ FPIsના આંકડાઓમાંથી યોગ્ય ટ્રેન્ડને પકડ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જેઠાભાઈ જેવા રોકાણકારોએ મોંઘા વેલ્યૂએશન, નબળો રૂપિયો અને ગ્લોબલ રિસ્ક વગેરેને કારણે સાવચેત રહેવાની જરૂર છે. અને રોકાણની નવી રણનિતી બનાવતી વખતે FPIs ના ખરીદ-વેચાણના આંકડા ધ્યાનમાં રાખવા જોઈએ…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો