Money9: શું તમે જાણો છો કે સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવતા મિડ કેપ શેરો કયા છે? એક્સિસ સિક્યોરિટીઝે એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવનારા મિડ કેપ શેરો વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, REC અને સનોફી ઈન્ડિયાના શેર 2022-23માં 10 ટકા અને 9 ટકાની યીલ્ડની સાથે સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવનારા મિડકેપ શેરોમાં સામેલ હતા. ટોચના 15 શેરોમાં સૌથી ઓછું માર્કેટ કેપિટલાઇઝેશન હોવા છતાં, સનોફી ઇન્ડિયાએ તેના શેરધારકોને ઇક્વિટી શેર દીઠ 570 રૂપિયાનું સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આ યાદીમાં સૌથી ઓછું ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ ટોરેન્ટ પાવર, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, NHPC અને ઇન્દ્રપ્રસ્થ ગેસ હતી, જે દરેકની યીલ્ડ 4 ટકા હતી.
આ રહ્યું ફુલ લિસ્ટ
-RECની વર્તમાન બજાર કિંમત રૂ. 134 છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 13.05નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 10 ટકા રહી હતી. -સનોફી ઇન્ડિયાની વર્તમાન બજાર કિંમત 6355 રૂપિયા છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 570 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 9 ટકા રહી હતી. -ઓઈલ ઈન્ડિયાની વર્તમાન બજાર કિંમત 259 રૂપિયા છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 19.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 8 ટકા રહી હતી. -Glaxos Mithkilne ફાર્માસ્યુટિકલની વર્તમાન બજાર કિંમત રૂ. 1277 છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 90નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 7 ટકા રહી હતી. -ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સોફ્ટવેરની વર્તમાન બજાર કિંમત રૂ. 3528 છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 225નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 6 ટકા રહી હતી. -નેશનલ એલ્યુમિનિયમ કંપનીની વર્તમાન બજાર કિંમત રૂ.82 છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ.5નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 6 ટકા રહી હતી. -પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની વર્તમાન બજાર કિંમત રૂ. 167 છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 10નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 6 ટકા રહી હતી. -હિન્દુસ્તાન પેટ્રોલિયમની વર્તમાન બજાર કિંમત 230 રૂપિયા છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 11.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5 ટકા રહી હતી. -નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટની વર્તમાન બજાર કિંમત રૂ. 237 છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 11.5નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5 ટકા રહી હતી. -ICICI સિક્યોરિટીઝની વર્તમાન બજાર કિંમત રૂ. 495 છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 22.5નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5 ટકા રહી હતી. -NHPCની વર્તમાન બજાર કિંમત 44 રૂપિયા છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 1.9 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5 ટકા રહી હતી. -ભારતીય રેલવે ફાયનાન્સ કોર્પોરેશનની વર્તમાન બજાર કિંમત રૂ. 34 છે. ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 1.43નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 4 ટકા રહી હતી. -ટોરેન્ટ પાવરની વર્તમાન બજાર કિંમત રૂ. 534 છે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 22નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 4 ટકા રહી હતી. -ઈન્દ્રપ્રસ્થ ગેસની વર્તમાન બજાર કિંમત રૂ. 494 છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 18.5નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 4 ટકા રહી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો