બોમ્બે સ્ટોક એક્સચેન્જ કેટલાક ફેરફાર લાગુ કરી રહ્યું છે. નવા નિયમો 15 મે, 2023થી અમલમાં આવશે. આ નિયમ બાદ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરી ગુરુવારની જગ્યાએ શુક્રવારે થશે. કોઈ શેરના તમામ ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ જો સેન્સેક્સ પર લિસ્ટ થયા હશે તો તેની લોટ સાઈઝ 15થી ઘટીને 10 થઈ જશે. જે શેર્સ બેન્કેક્સ પર લિસ્ટ હશે તેની લોટ સાઈઝ 20થી ઘટાડીને 15 કરવામાં આવશે. એટલે કે, ફ્યુચર્સ અને ઓપ્શન્સના સોદા કરવામાં ટ્રેડર્સને હવે ઓછા પૈસાની જરૂર પડશે. એટલું જ નહીં, તેનાથી લિક્વિડિટી વધશે અને દેશમાં સ્ટોક માર્કેટનો વ્યાપ ફેલાશે.
Published - April 24, 2023, 06:40 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો