Money9: સોશિયલ મીડિયા પર વણમાંગી સલાહ આપીને મોટી સંખ્યામાં છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે. સાહિલના દોસ્તે સ્ટોક માર્કેટમાં રોકાણથી મોટી કમાણી કરી લીધી છે. દોસ્તે જોઇને હવે સાહિલ પણ શેરમાં રોકાણ કરવા માટે તલપાપડ થઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેલીગ્રામના એક ગ્રુપમાં જોડાઇ ગયો. આ ગ્રુપમાં પાંચ હજારથી વધુ લોકો સામેલ હતા. આ ગ્રુપ પર કેટલાક સ્ટોકના સ્ક્રીન શોટ્સ શેર કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક-બે વર્ષમાં 300-400 ટકાનું રિટર્ન બતાવવામાં આવી રહ્યું છે. તેને જોઇને સાહિલ આકર્ષિત થઇને રોકાણ કરવા લાગ્યો.
સાહિલને શરૂઆતમાં સારું રિટર્ન મળ્યું. જેનાથી ઉત્સાહિત થઇને તેણે રોકાણમાં વધારો કર્યો. ટેલીગ્રામ ગ્રુપના એડમિનની સલાહ પર તે લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યો છે. પરંતુ તેના શેરમાં સતત ઘટાડાના કારણે તેની 70 ટકા રકમ ડુબી ગઇ છે. સલાહકાર તેને આશ્વાસન આપી રહ્યાં છે કે ધીરજના ફળ મીઠા હોય છે.
હકીકતમાં, સાહિલના પોર્ટફોલિયોમાં પેની સ્ટોક છે. સોશિયલ મીડિયા પર વણમાંગી સલાહ આપીને મોટી સંખ્યામાં છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે. પેની સ્ટૉક્સ એવા શેર હોય છે જેની કિંમત 10 રૂપિયાથી ઓછી હોય છે. સામાન્ય રીતે તેમાં મોટાપાયે ઉતાર-ચડાવ થાય છે.
આ રીતે થાય છે છેતરપિંડી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંગે theglobalstatistics.com (ધ ગ્લોબલ સ્ટેટેસ્ટીક્સ ડોટ કોમ)નો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 53 કરોડ વ્હોટ્સએપ અને 37 કરોડ ટેલીગ્રામ યૂઝર્સ છે. આ પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં એવા લોકો સક્રિય છે જે એક્સપર્ટ તરીકે લોકોને સલાહ આપી રહ્યાં છે. આવા લોકો વ્યક્તિઓને કોઇ વિશેષ શેરમાં પૈસા લગાવવા માટે જણાવે છે. શરૂઆતમાં આ લોકો ફ્રીમાં ટિપ્સ આપે છે. બાદમાં ફી લેવાનું શરૂ કરી દે છે. કેટલાક લોકો પ્રોફિટનો 40 ટકા હિસ્સો નક્કી કરી લે છે. પરંતુ નુકસાન થાય તો હાથ ખંખેરી નાંખે છે.
આમાંથી મોટાભાગના સલાહકારોનો હેતુ લોકો પાસેથી પૈસા કઢાવવાનો હોય છે. આવા લોકોની સામે બજાર નિયામક સેબી નિયમિત રીતે કાર્યવાહી કરી રહી છે. તપાસમાં ખબર પડી છે કે કેટલાક લોકો મોટી સંખ્યામાં 1 કે 2 રૂપિયાવાળા પેની સ્ટોક ખરીદી લે છે. ખોટીરીતે શેરનો ભાવ વધારી દે છે અને નફો બુક કરીને બહાર નીકળી જાય છે. જ્યારે નવા રોકાણકારો બધુ લુંટાવીને હાથ ઘસતા રહી જાય છે.
ડિમેટ ખાતામાં ઝડપી વધારો
દેશમાં શેર બજાર પ્રત્યે લોકોનું વલણ ઝડપથી બદલાઇ રહ્યું છે. વર્ષ 2019થી 2022ની વચ્ચે પ્રતિમાસ ડિમેટ ખાતા ખુલવાનો ગ્રોથ છ ગણો વધ્યો છે. જૂન 2022 સુધી દેશમાં 9.65 કરોડ ડીમેટ ખાતા ખુલ્યા પરંતુ આ સમયગાળા દરમિયાન ફ્રોડના કેસો પણ ઝડપથી વધ્યા છે. વૈશ્વિક એવરેજની તુલનામાં ભારતમાં આ આંકડો 10 ગણો વધારે છે. નિયમો હેઠળ શેર ખરીદવાની સલાહ ફક્ત સેબીથી સર્ટિફાઇડ વિશ્લેષક જ આપી શકે છે. આ અંગે વર્ષ 2016માં સેબીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા ટિપ્સ આપનારા મોટાભાગના લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
શેર ઇન્ડિયાના વીપી અને રિસર્ચ હેડ ડો.રવિ સિંહ કહે છે કે જ્યારે કોઇ વ્યક્તિ વણમાંગી સલાહ આપી રહ્યો છે તો તેમાં તે સૌથી પહેલા પોતાનો ફાયદો શોધશે. સોશિયલ મીડિયા પર આજકાલ આ જ ચાલી રહ્યું છે. ફ્રીમાં ટિપ્સ આપનારા લોકો મોટી સંખ્યામાં પેની સ્ટૉક ખરીદી લે છે. પછી તેનો ભાવ વધારીને વેચીને નીકળી જાય છે. કેટલાક લોકો આવી કંપનીઓના સંપર્કમાં રહીને કમીશન અને ઇન્સેન્ટિવના આધારે કામ કરે છે.
ફ્રીની ટિપ્સની જાળમાં ફસાઇને પૈસા ગુમાવનારા મોટાભાગના લોકો પૈસા ગુમાવ્યા પછી જ આ અંગે લોકો સાથે ચર્ચા કરે છે. શેર બજારથી કમાણી કરવાની સૌથી સારી રીત એ છે કે પહેલા તેના વિશે બરોબર સમજો અને પછી સારી ક્વોલિટીના શેરોમાં રોકાણ કરો. છેતરપિંડીથી બચવા માટે ફક્ત રજિસ્ટર્ડ સલાહકારની સેવાઓ જ લો. પેની સ્ટોકમાં હંમેશા જોખમ રહેતું હોય છે. તેમાં રોકાણથી બચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો