Money9: નવેમ્બરના મહિનામાં શેર બજારની તેજીની રફતાર જોઇને મયંકને લાગ્યું કે તે તક ચૂકી ગયો. તેણે નિષ્ણાતોની સલાહો સાંભળી કે, ડિસેમ્બરમાં બજારમાં વધુ તેજી દેખાશે અને ક્રિસમસના મહિનામાં સેન્ટા રેલી જોવા મળશે. મયંકે આ સલાહો પર ભરોસો કરીને પોતાની બચતનો મોટો હિસ્સો શોર્ટ ટર્મ માટે શેર બજારમાં લગાવી દીધો. તેને એમ કે આ કમાણીમાંથી તે નવા વર્ષની ઉજવણી ધૂમધામથી કરી શકશે. પરંતુ 23 ડિસેમ્બરના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં શેર બજાર ઉંધા માથે પટકાયું, મયંકને તો પરસેવો છૂટી ગયો. તે સપ્તાહમાં સેન્સેક્સ-નિફ્ટીતો ફક્ત 2 ટકા જ તૂટ્યા પરંતુ મયંકે જે શેરોમાં દાવ લગાવ્યો હતો તે શેર 20 ટકાથી વધુ તૂટ્યા હતા.
23 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં અંદાજે 120 શેર એવા રહ્યા જેમાં 1 સપ્તાહમાં 10 ટકાથી વધુનો ઘટાડો રહ્યો. નાયકા, સોના BLW, ઓરોબિંદો ફાર્મા, સનટેક રિયલ્ટી સહિત અંદાજે 25 શેર એવા રહ્યા જેણે 52 સપ્તાહનું નવું નીચલું સ્તર બનાવ્યું. હકીકતમાં ચીનમાં વધતા કોવિડ કેસ અને ભારતમાં ફરીથી કોવિડ સંક્રમણની આશંકાએ શેર બજારનું સેન્ટિમેન્ટ બગાડી દીધું.
શેર બજારની ચાલ કેવી રહેશે
2022માં રોકાણકારોની ફેવરિટ એવી પબ્લિક સેક્ટર બેંક્સે ઘટાડાની આગેવાની કરી. જાહેર ક્ષેત્રની બેંકમાં ઘટાડાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે BSE 500માં જે 10 શેર સૌથી વધુ ઘટ્યા હતા તેમાં 5 શેર PSU બેંક્સના હતા. PNB, બેંક ઓફ મહારાષ્ટ્ર 19થી 22 ટકા તૂટ્યા. આ ઉપરાંત, 2022ના સૌથી સફળ IPOમાં સામેલ અદાણી વિલ્મરના શેરમાં 1 સપ્તાહમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જો કે 26 ડિસેમ્બરના રોજ શરૂ થયેલા સપ્તાહમાં શેરમાં સતત 2 દિવસ અપર સર્કિટ લાગવાથી શેરમાં ઘટાડાની એક હદ સુધી ભરપાઇ થઇ ગઇ. પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ કે આવનારા દિવસોમાં શેર બજારની ચાલ કેવી રહેશે અને 2023માં શું તેજીવાળા મંદીવાળાને બીયરને માત આપવામાં સફળ થશે..
શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંહ કહે છે કે વધતા વ્યાજ દરો અને વિશ્વમાં મંદીની આશંકાના પગલે 2022માં શેર બજાર ભારે ઉતાર-ચડાવવાળુ રહ્યું છે. પરંતુ 2023માં બ્રોકર્સ કોમ્યુનિટીને ભારતીય અર્થવ્યવસ્થા અને શેર બજાર પર પૂરો ભરોસો છે. 2023ના પ્રારંભમાં બની શકે કે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં કંઇક કરેક્શન જોવા મળે. પરંતુ વર્ષના અંત સુધી શેર બજાર નવી ઉંચાઇઓ પર પહોંચશે. રોકાણકારોએ એવા સેક્ટર્સ પર ફોકસ કરવું જોઇએ જ્યાં ગ્રોથની સંભાવના વધારે હોય. લાંબાગાળાના દ્રષ્ટિકોણથી બેંકિંગ, ઓટો,પાવર, ફાર્મા અને મેટલ સેક્ટરના પસંદગીના શેરોમાં રોકાણ સારુ રિટર્ન આપી શકે છે.
મની9ની સલાહ
2023 માટે શેર બજારમાં કોઇપણ રણનીતિ બનાવતા પહેલા પોતાના નાણાકીય સલાહકારની સલાહ જરુર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો