Money9: ભારતના ઈતિહાસમાં 11 ઓગસ્ટ 2023ના રોજ એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું… તે દિવસે દેશના વડાપ્રધાને પોતે શેરોને લઈને ગુરુ મંત્ર શેર કર્યો હતો…જી હાં… પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું કે રોકાણકારો સુરક્ષિત રીતે સરકારી કંપનીઓના શેરો પર દાવ લગાવી શકે છે..ખાસ કરીને એવા શેર જેની ઘણા લોકો મજાક બનાવી રહ્યાં છે…બસ તે દિવસ હતો જ્યારે રોકાણકારોએ મોદીજીની મજાકમાં કહેલી વાતને ગંભીરતાથી લીધી અને સરકારી કંપનીઓના શેરોને ખરીદવાની જાણે કે હોડ જામી ગઇ.
સ્થિતિ એવી હતી કે આવતા એક મહિનામાં BSE PSU અને BSE PSU બેન્ક ઈન્ડેક્સની કુલ 55 માંથી 80 ટકા સરકારી કંપનીઓના શેરોમાં 10 થી 75 ટકા સુદીનો જોદાર ઉછાળો જોવા મળ્યો.
સૌથી સારી વાત એ હતી કે આ રેલી બ્રોડ બેઝ્ડ હતી એટલે કે તે તમામ સેક્ટર્સના સરકારી શેરોમાં જોવા મળી… અને તેમાં પણ રેલવે સંબંધિત શેરોએ આઉટપર્ફોર્મ કર્યું. પછી તે સરકારી હોય કે ખાનગી કંપનીઓ શેર…પરંતુ રેલવે-સંબંધિત શેરોમાં આઉટપરફોર્મન્સ પાછળનું કારણ શું હતું? આ શેરોના વેલ્યૂએશન કેવા છે? અને રોકાણના દૃષ્ટિકોણથી હવે કયા શેરો વધુ સારા દેખાઇ રહ્યા છે? આવો જાણીએ..
છેલ્લા 6 મહિનામાં રેલવે સંબંધિત 7 શેર બે ગણા વધી ચૂક્યા છે અને 3 શેર એવા છે જેણે 1 વર્ષમાં રોકાણકારોને 3 ગણાથી વધુ કમાણી કરાવી છે.
સરકાર દ્વારા રેલવે સેક્ટર કરવામાં આવી રહેલા જંગી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી શેરોનું રિ-રેટિંગ જોવા મળ્યું છે… FY23 ના પહેલા છ મહિનામાં કેપેક્સ એટલે કે રેલવેના ક્ષમતા વિસ્તરણ ખર્ચમાં 91 ટકાનો વધારો થયો છે. જે સરકારનો આ સેક્ટરમાં ગ્રોથનો ઈરાદો દર્શાવે છે… 2023-24ના બજેટમાં સરકારે રેલવે માટે 2.4 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે અને 2013-14ની તુલનામાં લગભગ 9 ગણી વધારે છે.
આ ઉપરાંત, નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા સ્ટેશનોના રિવેમ્પ અને નવા જમાનાની 400 વંદે ભારત ટ્રેનોના ઉત્પાદનથી આધુનિકીકરણ અને કાર્યક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ઝલક પણ મળી રહી છે. હકીકતમાં, શહેરીકરણ અને લોકોની આવકમાં વધારો થવાને કારણે રેલવેના પ્રવાસીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ જોવા મળી છે. એક રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં ભારતનો રેલ એક્ટિવિટીમાં 40 ટકાનો વૈશ્વિક શેર હશે.
એટલું જ નહીં, નાણાકીય વર્ષ 2022-23માં રેલવે સંબંધિત ક્ષેત્રમાં કુલ 1.2 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે FDI આવ્યું છે અને 2030 સુધીમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 50 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. જેના રેલવે શેરમાં ધૂમ ખરીદી થઈ છે.
શેરબજાર નિષ્ણાત રવિ સિંહના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત બાદ સરકારે 2023ના બીજા ભાગમાં રેલવેમાં 6 થી 7 હજાર કરોડ રૂપિયાના વધારાના રોકાણની જાહેરાત કરી હતી. સરકારે તેની નીતિઓમાં પણ ઘણા ફેરફારો કર્યા છે જેનાથી સરકારી કંપનીઓને ફાયદો થયો છે.
હવે પ્રશ્ન એ છે કે તાજેતરની મોટી તેજી બાદ રેલવે શેરોના વેલ્યૂએશન કેવા દેખાઇ રહ્યાં છે?
રેલવે ક્ષેત્ર માટે કામ કરતી સરકારી અને ખાનગી કંપનીઓની યાદીમાં, ઇરકોન ઇન્ટરનેશનલ, IRFC, રાઇટ્સ અને RVNL હાલમાં 30 ના PE ની નીચે એટલે કે પ્રાઇસ ટુ અર્નિગ્સની નીચે ટ્રેડ કરી રહ્યાં છે…બાકીના તમામ શેર હાલમાં 45 ના PE થી ઉપર છે.
રવિ સિંઘનું માનવું છે કે ઘણા શેરના વેલ્યુએશન મોંઘા લાગે છે પરંતુ શેરમાં તેજીનું કારણ એ વાતને લઇને છે કે ભવિષ્યમાં કેટલા ઓર્ડર મળવાના છે. આ કંપનીઓની ઓર્ડર બુક મજબૂત છે અને ભવિષ્યમાં પણ તેમાં મજબૂતી રહેવાની અપેક્ષા છે.
આમ જોવા જઇએ તો શેરોમાં જી-20 સમ્મેલન સહિતના અનેક કારણોસર તેજી જોવા મળી… તાજેતરમાં, આગામી 3 થી 5 વર્ષો માટે રેલવે ટ્રેક અને કોચમાં વધારાની સાથે સાથે, યાત્રીઓને કેરી કરવાની સંખ્યામાં 30 ટકાનો વધારો થવાની પણ જાહેરાત થઇ જે ઘણી પોઝિટિવ છે. આ બધાને કારણે, આગામી 3 થી 5 વર્ષ સુધી વિઝિબિલિટી દેખાઈ રહી છે, જેના કારણે ભવિષ્યમાં પણ વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે.
જો તેજી ચાલુ રહેવાની છે તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે રોકાણના દૃષ્ટિકોણથી કયા રેલવે શેર વધુ સારા છે?
રવિ સિંહનું માનવું છે કે રેલવે શેરોમાં આ વર્ષે 20ની વધુ તેજી થવાની ધારણા છે, જેમાંથી 8 ટકા સુધીના રિટર્ન તો બજેટ સુધી જ જોવા મળી શકે છે. IRFC, RVNL, રેઇલટેલ, ટીટાગઢ રેઇલ અને રાઇટ્સમાં ખરીદી કરી શકો છો. આ શેર્સમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. જો કે, મોમેન્ટમ થોડુ ધીમું પડી શકે છે, એટલે કે, આ શેર અગાઉ જે ઝડપે વધ્યા હતા તેવી જ ઝડપે નહીં વધે.
એકંદરે, રેલવે સેક્ટરમાં સરકાર દ્વારા થઇ રહેલા મોટા ખર્ચ અને ફાળવણીને કારણે, ઓછામાં ઓછા આવતા 2 વર્ષ સુધી કંપનીઓની ઓર્ડર બુક મજબૂત રહેવાની ધારણા છે, જેની અસર રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના પરિણામો પર પણ જોવા મળશે. જેનાથી 2024માં પણ રેલવે શેરોમાં મોમેન્ટમ ચાલુ રહેવાનું અનુમાન છે. જો કે, ઝડપી તેજી બાદ આ શેરોની ઝડપ જરૂર થોડી ધીમી પડી શકે છે. આવી સ્થિતિમાં, પસંદગીના શેરોમાં ધીમે ધીમે દરેક ઘટાડે ખરીદી કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો