MONEY9 GUJARATI: અદાણી ગ્રૂપને ACC અને અંબુજા સિમેન્ટના એક્વિઝિશન માટે લીધેલી બેન્ક લોનના રિપેમેન્ટ માટે 12-18 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું હોય તેવું માનવામાં આવે છે. અદાણી ગ્રૂપે આ બે કંપનીઓ 6.5 અબજ ડોલરમાં ગયા વર્ષે એક્વાયર કરી હતી. કંપનીએ આ બે સિમેન્ટ કંપનીઓના એક્વિઝિશન માટે જરૂરી ભંડોળ મેળવવા માટે ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં 14 ગ્લોબલ બેન્કો પાસેથી 5.25 અબજ ડોલરની લોન લીધી હતી. અદાણીએ આ બે સિમેન્ટ કંપનીઓમાં હોલ્સિમનો હિસ્સો ખરીદીને એક્વિઝિશન કર્યું હતું. 4 અબજ ડોલર જેટલી લોનની રિપેમેન્ટની મુદત 18થી 24 મહિના હતી અને તે 2024માં પૂરી થતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ મુદત લંબાવાઇને 2025-26 કરવામાં આવી છે. ટૂંકી મુદતની 1.45 અબજ ડોલરની લોન બ્રીજ લોન હતી. આ બ્રીજ લોનનું ત્રણ ટુકડામાં રિપેમેન્ટ થઇ ગયેલું છે.
Published - May 3, 2023, 06:26 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો