MONEY9 GUJARATI: પેટ્રોલ અને ડીઝલના ભાવ દર વર્ષે વધી રહ્યા છે… ફ્યૂઅલના વધતા ભાવ સાથે ડ્રાઈવિંગનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. તેવામાં સવાલ થાય છે કે શું પેટ્રોલમાં વધતી મોંઘવારીથી બચવાનો કોઈ ઉપાય છે ખરો? પોતાની ગાડી ચલાવવાનું ઓછું કરી દઈએ કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધાર રાખીએ? શુ કરવુ? જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન થાય છે તો આ રિપોર્ટ ફક્ત તમારા માટે જ છે.
આ રિપોર્ટમાં આપણે વાત કરીશું ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ વિશે..ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ એક એવું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ છે જે ઓઇલ કંપનીઓ અને બેંકો દ્વારા સંયુક્ત રીતે ઇશ્યુ કરવામાં આવે છે… આ કાર્ડ્સમાં ગ્રાહકને ફ્યુઅલ સરચાર્જની માફી, કેશબેક, રિવૉર્ડ પૉઈન્ટ, કો-બ્રાંડેડ બેનિફિટ્સ જેવા ઘણા ફાયદા થાય છે. BPCL SBI Credit Card, IndianOil HDFC Credit Card, ICICI Bank HPCL Coral Credit Card, IndianOil Axis Bank Credit Card જેવા ઘણા ફ્યૂઅલ ક્રેડિટ કાર્ડ છે જેના ઉપયોગથી તમને ફાયદો થઈ શકે છે.
ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ ઇંધણની ખરીદી પર પૈસા બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત નૉન-ફ્યુઅલ ખર્ચ એટલે કે ઈંધણની ખરીદી સિવાયના ખર્ચ પર પણ ફાયદો મળે છે… આમાં ઓનલાઈન શોપિંગ કરવાથી મળનારા બેનિફિટી, ટ્રેન ટિકિટ બુકિંગ, મૂવી ટિકિટ બુકિંગ, મોબાઈલ રિચાર્જ, સુપરમાર્કેટ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં બિલ પેમેન્ટ, પાર્ટનર રેસ્ટોરન્ટ્સમાં બિલિંગ પર ડિસ્કાઉન્ટ જેવા ફાયદાઓ પણ જોડાયેલા છે.
આ ઉપરાંત, આવા ક્રેડિટ કાર્ડ્સ સ્ટાન્ડર્ડ ફિચર્સની સાથે આવે છે જેમ કે રિવોલ્વિંગ ક્રેડિટ, ઈન્ટરેસ્ટ ફ્રી પીરિયડ, EMI સુવિધા અને ઝીરો લૉસ્ટ કાર્ડ લાયેબિલિટી.
જો કે, આ કાર્ડ માટે તમારે કિંમત ચુકવવી પડે છે. આ કાર્ડ્સ માટે એક શરત જોઈનિંગ અને રિન્યુઅલ ફી છે. ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ માટે જોઈનિંગ ફી સામાન્ય રીતે શૂન્યથી લઈને રૂ. 1,500 સુધીની હોય છે. કાર્ડ્સ માટે જોડાવાની ફી વધારે છે, પણ તેના ફાયદા પણ ઘણા છે. આ ફાયદાઓમાં કોમ્પલિમેન્ટ્રી લાઉન્જ વિઝિટ, ગિફ્ટ વાઉચર્સ વગેરેનો સમાવેશ થાય છે. રીન્યુઅલ ફી બધાની એકસમાન છે, પરંતુ જો તમે ગયા વર્ષમાં રૂ. 50,000 થી રૂ. 2 લાખ સુધીનો ખર્ચ કર્યો હોય, તો આ ફી માફ કરવામાં આવે છે. ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.25થી 3.40ટકાની વચ્ચે વ્યાજ હોય છે. પરંતુ કેટલાક કાર્ડ્સમાં તે આનાથી અલગ હોઈ શકે છે.
કેટલાક કાર્ડ્સની સાથે જોઇનિંગ ફીના બદલામાં રિવોર્ડ પૉઈન્ટ જેવા કે વેલકમ ગિફ્ટ્સ, ફ્રી વાઉચર્સ વગેરે સાથે આવે છે. કેટલાક કાર્ડ સાથે દર વર્ષે 50 લિટર મફત ફ્યૂઅલ બેનિફિટ્સ પણ મળે છે.
એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ કો-બ્રાન્ડેડ કાર્ડ હોવાથી તેનો મહત્તમ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે ચોક્કસ ફ્યૂઅલ કંપનીના પેટ્રોલ પંપ પરથી ફ્યૂઅલ ખરીદો એટલે કે તમે તેના લૉયલ કસ્ટમર હશો. જેમ કે જો તમારી પાસે BPCL SBI ક્રેડિટ કાર્ડ છે, તો તમારે માત્ર ભારત પેટ્રોલિયમમાંથી જ પેટ્રોલ ભરાવવું પડશે. અને જો તમારી પાસે ઈન્ડિયન ઓઈલ HDFC ક્રેડિટ કાર્ડ છે, તો ઈન્ડિયન ઓઈલમાંથી પેટ્રોલ ખરીદવું વધુ ફાયદાકારક રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો