એકસ્ટ્રા પૈસા છે તો FD કરતાં અહીં રોકાણ કરો, મળશે વધુ વ્યાજ php // echo get_authors();
?>
સામાન્ય રીતે લોકો ઘરમાં કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે...સેવિંગ્સ એકાઉન્ટમાં 3 થી 3.5 ટકાનો ઇન્ટરેસ્ટ રેટ છે. આવી સ્થિતિમાં સ્વીપ-ઇન FD અને લિક્વિડ ફંડ્સ રોકાણના બે સાધન છે, જેમાં તમે તમારી સરપ્લસ એટલે કે એકસ્ટ્રા મની જમા કરી શકો છો.
MONEY9 GUJARATI: પ્રશાંત ઘણો ખુશ છે પરંતુ કન્ફ્યૂઝ પણ છે. ખુશ એટલા માટે કારણ કે એક દોસ્તે ઉધાર લીધેલા 2 લાખ રૂપિયા પાછા આપી દીધા છે. કન્ફ્યૂઝ એટલા માટે કે આ પૈસાનું શું કરવું? લાખો એવા લોકો છે જેમની પાસે પૈસા તો હોય છે પરંતુ તેને ક્યાં લગાવવા તેની ખબર નથી હોતી..પૈસા ઘરમાં રાખવાનો ફાયદો નથી કારણ કે રિટર્ન નથી મળતું..સેવિંગ્સ એકાઉન્ટમાં રિટર્ન નામમાત્રનું મળે છે. આવા સંજોગોમાં અમે તમને બે એવા ઇન્વેસ્ટમેન્ટ અંગે જણાવીશું જ્યાં તમે તમારી સરપ્લસ મની એટલે કે એવા પૈસા જેને હાલ ખર્ચ કરવાની જરૂર નથી તેને ઇન્વેસ્ટ કરીને સારુ રિટર્ન કમાઇ શકો છો.
સામાન્ય રીતે લોકો ઘરમાં કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે…સેવિંગ્સ એકાઉન્ટમાં 3 થી 3.5 ટકાનો ઇન્ટરેસ્ટ રેટ છે. સ્ટેટ બેંક એટલે કે SBI સેવિંગ એકાઉન્ટ પર 2.70 થી 3 ટકા, HDFC બેંક 3 થી 3.5 ટકા વાર્ષિક ઇન્ટરેસ્ટ આપે છે. આવી સ્થિતિમાં સ્વીપ-ઇન FD અને લિક્વિડ ફંડ્સ રોકાણના બે સાધન છે, જેમાં તમે તમારી સરપ્લસ એટલે કે એકસ્ટ્રા મની જમા કરી શકો છો. તેમાં રિટર્ન સેવિંગ્સ એકાઉન્ટ કરતાં વધુ મળે છે અને રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે.
સ્વીપ ઇન સુવિધા દ્વારા સેવિંગ્સ એકાઉન્ટમાં રહેલા પૈસા ઓટોમેટિક ફિકસ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. માની લો તમારો દર મહિનાનો ખર્ચ 50 હજાર છે. તમે સ્વીપ ઇન ફિચર હેઠળ પોતાના એકાઉન્ટમાં 50 હજારની કટ-ઓફ-લિમિટ લગાવી દીધી. હવે થશે એવું કે તમારા એકાઉન્ટમાં 50 હજાર રૂપિયાથી ઉપર જે પણ ફંડ રહેશે. તેની આપોઆપ FD બની જશે….જેનાથી તમને એક્સેસ ફંડ પર વધુ વ્યાજનો ફાયદો મળી જશે. જે લગભગ રેગ્યુલર FD જેટલો હશે.
ઉદાહરણ તરીકે ICICI બેંક સ્વીપ ઇન સુવિધા હેઠળ, 15 મહિનાની FD પર 7.1 ટકા વ્યાજ આપી રહી છે તો બીજી તરફ 3 અને 5 વર્ષની FD પર 7 ટકા રિટર્ન મળી રહ્યું છે. સ્વીપ ઇન FDનો ટેન્યોર સામાન્ય રીતે એકથી 5 વર્ષનો હોય છે. ક્યાંક ક્યાંક 10 વર્ષ સુધીનો હોઇ શકે છે. ટેન્યોર જે-તે બેંક પર આધાર રાખશે. સ્વીપ-ઇન FDનો ફાયદો એ છે કે ઇમરજન્સીના સમયે જો તમારા ખાતામાં પૈસા ઓછા છે અને તમારે કોઇ પેમેન્ટ કરવું છે તો જેટલા પૈસા ઓછા થશે તે એફડીથી સેવિંગ્ઝ એકાઉન્ટમાં જતા રહેશે. બાકી રહેલા પૈસા પર નિશ્ચિત રેટ પર વ્યાજ મળશે. બેંક સાથે વાત કરીને કે ઇન્ટરનેટ અને ફોન બેંકિંગ દ્વારા તમે સ્વીપ-ઇન એફડીની સુવિધા શરૂ કરી શકો છો.
હવે વાત કરીએ લિક્વિડ ફંડ્સની…લિક્વિડ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની ડેટ કેટેગરીમાં આવે છે. આ સ્કીમો ઘણી નાની અવધિના ડેટ ઇન્સ્ટુમેન્ટ જેવાકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, ઉંચી રેટિંગવાળા સરકારી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે.
વેલ્યૂ રિસર્ચના જણાવ્યા અનુસાર, લિક્વિડ ફંડ્સે છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે 6 થી 7 ટકાનું રિટર્ન આપ્યું છે. આ હિસાબે તેનું રિટર્ન સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજથી વધુ અને બેંક એફડીની બરોબર છે. અરજી કર્યાના એકથી બે દિવસમાં લિક્વિડ ફંડ્સમાંથી પૈસા નીકળી જાય છે. લિક્વિડ ફંડ્સમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સીધા કે બ્રોકરેજ ફર્મ દ્વારા રોકાણ કરી શકાય છે.
સ્વીપ-ઇન FDમાં રિટર્ન ગેરંટેડ છે. જો કે, મેચ્યોરિટી પહેલા FDમાંથી પૈસા ઉપાડવાથી બચવું જોઇએ કારણ કે તેનાથી વ્યાજનું નુકસાન થાય છે. લિક્વિડ ફંડ્સમાં જુના રિટર્નના આધારે રોકાણ કરી શકાય છે. આવા સંજોગોમાં ફંડના જુના રિટર્ન પર જરૂર ધ્યાન આપો.
પ્રશાંતની જેમ તમને પણ ખબર પડી ગઇ હશે કે એકસ્ટ્રા પૈસાને સેવિંગ્સ એકાઉન્ટમાં રાખીને તમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે. સ્વીપ-ઇન FD અને લિક્વિડ ફંડ્સમાંથી પસંદગી વ્યક્તિના ફાઇનાન્સિયલ ગોલ, પૈસાની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે તેની પર આધાર રાખશે. જો તમારી પાસે મોટી રકમ છે જેની જરૂરિયાત તમને આવતા 1 થી 3 મહિના બાદ પડશે તો લિક્વિડ ફંડ તમારા માટે સારો વિકલ્પ હોઇ શકે છે.
Published September 4, 2023, 21:29 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો